________________
પુષ્પચંદ્રવિજયજી ગણી મ., પ. પૂ. પં. શ્રી સોમચંદ્રવિજયજી ગણી મ. આદિ લગભગ ૧૦૦ સાધુ-સાધ્વીજી મ.નું ચોમાસું નકકી થતાં -પૂજયશ્રીઓ વૈશાખ વદ-૬ના મંગળ દિવસે ચાતુર્માસ નિમિત્તે પધાર્યા ત્યારે શ્રી સંઘના ઘરે ઘરમાં કંઇક નવો જ ઉત્સાહ સ્વયંભૂ પ્રગટ થયો; તે નીહાળી બહારગામથી પધારેલ શાસનરત્ન, સુશ્રાવક, વર્ષીતપના તપસ્વી શ્રી રજનીકાંતભાઈ દેવડી), શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી જેવા અનેક આગેવાનો ભાવવિભોર બની ગયેલ.
પૂજ્યશ્રીની વેધકવાણીથી તે ઉત્સાહમાં અનેક ઘણો વધારો થવા લાગ્યો અને વડીલોની તેમ યુવકોની કાર્યકારિણી કમિટીઓ નિમાઈ. તે તે કમિટિઓનાં સભ્યો પોતપોતાના કાર્યક્ષેત્રને સારી રીતે આગળ વધારતા જ ગયાં. સુરેન્દ્રનગર શ્રી સંઘના પ્રત્યેક ગરીબ કે તવંગર સર્વ મહાનુભાવોએ શતાબ્દી મહોત્સવ ફંડની ઝોળી તે રીતે છલકાવી દીધી કે ૧૦૦ વર્ષના રેકોર્ડમાં આ રીતે સમર્પણ થયું ન હતું. દરેકને ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને ભક્તિનું એ નિમિત્ત હતું. મુંબઈના સુરેન્દ્રનગરવાસીઓએ પણ સારું એવું ફંડ એકત્રિત કર્યું. યુવકોએ પણ મહોત્સવને સવિશેષ દીપાવવા અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. શતાબ્દી મહોત્સવના જવલંત અનુમોદનીય પ્રસંગો... • જેઠ-સુદ ૧ થી પ્રાયઃ દર રવિવાર કે જાહેર રજાઓના દિવસમાં જાહેર વ્યાખ્યાનો તેમજ વીમામાતાના થાળ જેવા ઉત્સાહપ્રેરક
અનુષ્ઠાનો થતાં. ૯ ૩૦૦ લગભગ સંખ્યામાં શ્રી સિદ્ધિતપ જેવી મહાન તપની સાધના
સામુદાયિક રીતે થઇ અને તે પણ ગુરુ ગુણાનુરાગી એક ભક્ત મહાનુભાવ તરફથી. તપસ્વીઓની ભક્તિ પ્રભાવના પણ યથાયોગ્ય રીતે થઈ - તેમજ તપસ્વીઓને શ્રી સમેતશિખરજી તીર્થઆદિ કલ્યાણક ભૂમિના તીર્થોની યાત્રા નક્કી થતાં મુખ્ય સંઘવી મહુવા (હાલ-મુંબઈ-જુહૂ) નિવાસી વનમાલીદાસ ભવાનભાઇ પરિવાર તરફથી લાભ લેવામાં આવ્યો.