SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ શારદા સિદ્ધિ સાત દિવસ પૂરા થયા. ભગવાનના ધ્યાનમાં એનું હૃદય શાંત બની ગયું. મુખ ઉપર અલૌકિક આનંદ પ્રસરી ગયે. આઠમા દિવસે એ સંત પાસે ગયો એટલે સંતે પૂછ્યું કેમ ભાઈ! સાત દિવસમાં તે શું કર્યું? ભક્ત કહ્યું. ગુરૂદેવ ! મને તે સાત દિવસમાં ભગવાનના નામ સિવાય કોઈ વિચાર આવ્યો નથી. ઘરબાર, પૈસા, કુટુંબ વિગેરેના વિચાર વિલીન થઈ ગયા. હવે તે જાણે ભગવાનની ભક્તિમાં તરબળ બની જાઉં એમ જ થાય છે. સંતે કહ્યું. હવે તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ને ? મેં તારા પ્રશ્નને જવાબ આપવા માટે જ તને મૃત્યુને મહા ભય બતાવ્યું હતું. જ્યાં સુધી માણસને મૃત્યુને ભય નથી લાગતે ત્યાં સુધી તેનું મન ચંચળ રહે છે. ધર્મમાં સ્થિર થતું નથી. વહેલા કે મેડા એક દિવસ સૌને મરવાનું છે એ વાત નક્કી છે. આવું જાણવા છતાં માનવીને સંસારને મેહ ટ નથી. આનું કારણ સંસારના સુખને રાગ છે, મોહ છે. જે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહો. - બેંકને કેશીયર બેંકમાં લાખે ને કરડેની ઉથલપાથલ કરે છે. લેવડદેવડ કરે છે. આ દિવસ રૂપિયા સાથે રમનાર કેશીયર સાંજે પોતાનું કામ પતાવીને ઘેર જાય છે ને ખાઈપીને શાંતિથી સૂઈ જાય છે ત્યારે એના મનમાં બેંકમાં પડેલી કરોડોની મિલક્ત સંબંધી કઈ વિચાર આવતા નથી, કારણ કે એ સમજે છે કે હું કાંઈ બેંકને કે રૂપિયાને માલિક નથી. હું તે કેશીયર છું. મારે તે મારું કામ કરીને પગાર લેવાને છે. બેંકમાં કરોડોની મિત ભરી છે એમાં મારું કાંઈ નથી. કદાચ બેંક ઉપર બબ પડે, આગ લાગે ને બેંક બળીને ખાખ થઈ જાય તે પણ કેશીયરને કંઈ દુઃખ થાય ખરું? એની ઊંઘ ઉડી જાય ખરી ? “ના”, એનું કારણ એક જ છે, કે એ બેંકને માલિક નથી, એને બેંક ઉપર મમતા નથી. જ્યાં મારાપણના ભાવ આવે છે ત્યાં દુઃખ થાય છે, પણ જ્યાં રાગ નથી ત્યાં દુઃખ થતું નથી. તે રીતે તમે પણ સંસારમાં માલિક બનીને ન રહે પણ ટ્રસ્ટી બનીને રહે. તે છેડતી વખતે દુઃખ નહિ થાય. જેને આતમરામ ક્ષણે ક્ષણે સજાગ બનેલું છે. જાગૃતિ એ જ જેમનું જીવન છે એવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે કે આપણે ચાંડાલની જાતિમાં અપમાન તિરસ્કાર, મારકૂટ આદિ કેવા કેવા દુઃખે સહન કર્યા ! એ દુઃખને યાદ કરતા પણ મારા રૂંવાડા ખડા થઈ જાય છે અને અત્યારે આપણાં શુભ કર્મને ઉદય છે, એટલે મહાન સુખ-સંપત્તિ પામ્યા છીએ. એમાં તારી સંપત્તિ તે બાહ્ય છે. મને પણ બાહ્ય સંપત્તિ ઘણી મળી હતી, પણ ગુરૂદેવને ઉપદેશ સાંભળીને હું એને વિનશ્વર સમજીને છોડીને સાધુ બની ગયે, તેથી મારી પાસે આત્મિક સંપત્તિ છે. એ સદા ટકવાની છે. પણ તારી સંપત્તિ કાયમ ટકવાની નથી, માટે તું એને મેહ છોડી દે ને આત્માનું કલ્યાણ કરી લે. હજુ ચિત્ત મુનિ શું કહેશે તેના ભાવ અવસરે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy