________________
શારદા સિદ્ધિ
૭ અને કૂતરાની જેમ આપણે તિરસ્કાર કરતા હતા. ત્યાં આપણા શુભકર્મના ઉદયથી મહાન ત્યાગી સંતના દર્શન થયા ને એમણે આપણને શુભાશુભ કર્મના ફળ, માનવભવની મહત્તા વિગેરે સમજાવ્યું, તેથી આપણે બંનેએ ત્યાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. ખૂબ સુંદર ચારિત્ર પાળ્યું ને શુભ કર્મોનું ઉપાર્જન કર્યું. તેના પ્રતાપે આ બધું સુખ મળ્યું છે માટે સમજ. તું ચકવતિ પદનું નિયાણું કરીને આવ્યું છે એટલે તારી સંપત્તિ તું જીવે ત્યાં સુધી કદાચ ટકી રહે પણ એ તારી સંપત્તિ તને કયાં લઈ જશે? આ આયુષ્યને પણ કંઈ ભરોસો છે? માથા ઉપર મોતની તલવાર ઝઝૂમી રહી છે. મહાન પુરૂષો તે ક્ષણેક્ષણે મરણના ભયથી ડરતા રહે છે, અને પોતાની પાસે આવનારને પણું મરણને ભય બતાવીને આત્મકલ્યાણ કરવાને માર્ગ બતાવે છે.
એક વખત એક સંત પાસે કઈ ભક્ત એની શંકાનું સમાધાન કરવા માટે આવ્યું, સંતે એને ધર્મની ગૂઢ વાતે ઘણી સમજાવી, ત્યારે એણે પ્રશ્ન કર્યો કે મહારાજ ! આપ ધર્મની વાતે બહુ સુંદર રીતે સમજાવે છે એ વાત બધી સાચી છે, પણ મારું મન સ્થિર રહેતું નથી. તેને કોઈ ઉપાય બતાવે. સંત ખૂબ ગંભીર, જ્ઞાની, વિચારશીલ અને અનુભવી હતા. એમણે ભક્તની વાત સાંભળીને વિચાર કર્યો કે આ સમજાવ્યો નહિ સમજે પણ કઈ ભયની વાત કરું તે સમજશે. એમ વિચાર કરીને બોલ્યા કે તારા પ્રશ્નને જવાબ પછી આપીશ, પણ તે પહેલા એક વાત સાંભળ.
: તારે ગભરાવવાની જરૂર નથી. તારું આયુષ્ય માત્ર સાત દિવસનું છે. હવે તે કદાચ આઠમે દિવસે જીવતે રહે તે મારી પાસે આવજે. હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ. મરણની વાત સાંભળીને પેલે ભક્ત ધ્રુજી ઉઠયો. ગળગળો થઈ ગયો ને બેલી ઉક્યો છું....હેં હું સાત દિવસ પછી મરી જઈશ ? હજુ તે મારે ઘણું કામ કરવાના બાકી છે ને આયુષ્ય તે સાત દિવસનું છે. હવે હું શું કરીશ? મૂંઝવણને પાર ન રહ્યો. રડતે ને ઝૂરતે ઘેર આવ્યો. ખાવું પીવું ઉંઘવું કે કામ કરવું એ કંઈ જ એને ગમતું નથી. એક દિવસ તે રડવા ગૂરવામાં વિતાવી દીધો. બીજે દિવસે એને વિચાર આવ્યો કે હે જીવડા ! જેને જન્મ છે તેનું મરણ અવશ્ય એક દિવસ થવાનું છે આ દુનિયામાં ઘણું જમ્યા ને મર્યા. મરણ આગળ કેનું ચાલ્યું છે? મૃત્યુને કોઈ રોકી શકતું નથી. તે પછી શા માટે ઝૂરે છે? તારા પુણ્યને ઉદય છે કે સંતે તને સાત દિવસ બાકી છે એમ કહી દીધું. નહિતર ખબર કયાંથી પડત! એક દિવસ તે ચાલ્યો ગયો. હવે તે માત્ર છ દિવસ બાકી છે. આ સંસારમાં કોણ કોનું છે? હું આ બધી ઝંઝટ છોડીને મારા આત્માનું કલ્યાણ કરી લઉં. એમ વિચાર કરીને પૈસા, પત્ની, પુત્ર પરિવાર, ઘર, વહેપાર બધાની ચિંતા છોડીને ભગવાનને ધ્યાનમાં બેસી ગયે. તે ધ્યાનમાં એ લીન બની ગયું કે જાણે ભગવાન એની સામે જ ન બેઠા હોય! હેજ મન ચંચળ બને ત્યાં મૃત્યુનો મહાભય એની નજર સમક્ષ ખડે થઈ જતે. જેમ જેમ દિવસે પસાર થતા ગયા તેમ તેમ એની એકાગ્રતા વધવા લાગી. શા. ૧૦૦