SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૨ શારદા નિતિ છે કે સુખમાં આસક્તિભાવ તજીને જે સુકૃતની અનુમોદના કરવામાં આવે અને દુઃખમાં નિરાશાને તજીને જે દુષ્કૃતની ગહ કરવામાં આવે તે અવશ્ય સુખને રાગ અને દુઃખને દ્વેષ ચાલ્યા જશે, અને ફળ રૂપે આત્મા શાશ્વત સુખને અધિકારી બની જશે. તીર્થકર ભગવાન સર્વ જીના શરણદાતા છે. આ જગતમાં શરણદાતા કેણ બની શકે? જે પોતે પૂર્ણ અને સર્વ ગુણેથી સંપન્ન હોય તે શરણદાતા બની શકે છે, માટે તીર્થંકર ભગવંત આદિ જગતમાં ભટકતા જેને માટે શરણરૂપ છે, કારણ કે એ પિતે સર્વ દુષ્કતાથી રહિત અને સુકૃતથી યુક્ત છે, માટે જે જન્મ મરણના કારાવાસમાંથી મુક્ત થવું હોય તે મુક્ત એવા અરિહંતાદિનું શરણ સ્વીકારી લેવું જોઈએ. આ સંસારમાં જે મનુષ્ય તીર્થંકર પ્રભુનું શરણું સ્વીકારે છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે તે આત્મા પરિત સંસારી બનીને જલદી મેક્ષમાં જાય છે. | તીર્થકર ભગવંત સર્વ જીવોને માટે માતા સમાન છે. માતાને તે પિતાના સંતાને ઉપર જ વાત્સલ્ય હોય છે પણ તીર્થકર ભગવાન જગતના સર્વ જી ઉપર વાત્સલ્ય ભાવ રાખે છે. એમના હૃદયમાં સર્વ ને કર્મબંધનથી મુક્ત કરાવી મોક્ષના અનંત અવ્યાબાધ શાશ્વત સુખ પ્રાપ્ત કરાવવાની ભાવના હોય છે. આપણા હૃદયમાં તે આપણું પિતાના દુઃખ દૂર કરવાની ભાવના છે, પણ ભગવંતને તે સર્વજીના દુઃખો દૂર કરવાની ભાવના છે. સંસારી જીવે પોતાના ઉપર આપત્તિ આવે છે ત્યારે દીન બની જાય છે પણ બીજાની આપત્તિને પણ પિતાની માનીને સહાય કરવાની વૃત્તિ જેનામાં હોય છે એવા આત્માઓ મુક્તિના માર્ગમાં આગળ વધી શકે છે. વર્તમાનકાળમાં જે દુખ આવ્યું છે તે પિતાના કરેલા પાપકર્મનું ફળ છે એમ સમજીને સમતાભાવથી સહન કરતા શીખો. પિતાને દુઃખ ન આવે એવી ભાવના સૌને હોય છે પણ સમકિતી આત્માને જગતમાં કોઈપણ જીવે પાપ ન કરો, કોઈ પણ જીવે દુઃખી ન થાઓ, સર્વ છે સુખી થાઓ, સર્વ છે સંસારથી મુક્ત બને. આ વિચાર આવે છે, માટે આ ઉત્તમ માનવભવ પામીને ઓછામાં ઓછી સમ્યક્ત્વની પ્રાપ્તિ તે અવશ્ય કરી લેજે, તે માનવભવ પામ્યા સાર્થક થશે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા ચિત્ત સંભૂતીય નામના અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં ચિત્તમુનિ મહાન પવિત્ર ચારિત્રવાન સાધુ છે. તેઓ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે તે બ્રહ્મદત્ત ચકવતિ! અત્યારે તું તારા છ ખંડની સાહ્યબીમાં મસ્ત બની ગયો છે પણ યાદ કર, પૂર્વે કેવા દુખે સહન કર્યા છે? રહીને ચંડાળ જાતિમાં, વેશ્યા દુઃખ અનેકશ, તિરસ્કાર પરિત્યાગ, થાનવત કરતા જને આપણે બંને ચાંડાળ જાતિમાં જન્મ્યા હતા ત્યારે ત્યાં કેવા ભયંકર અને કેટલા બધા દુખે ભગવ્યા હતા અને તેને ખ્યાલ છે કે નથી? બધી જાતિઓમાં ચાંડાલની જાતિ હલકામાં હલકી ગણાય છે એટલે કે ઈ ચાંડાલના સામું જોવા પણ ઈચ્છતા નહોતા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy