SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં. ૮૩ આસો વદ ૮ ને શનિવાર તા. ૧૩-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર દેવ મહાવીર ભગવાને ભવ્ય જીવન એકાંત હિત માટે આગમની વાણી પ્રકાશી છે. શાસ્ત્રના પ્રણેતા તીર્થકર ભગવંતે હોય છે. ચોવીસ તીર્થકરમાં શ્રી મહાવીર ભગવાન આપણા આસન ઉપકારી છે. મહાવીર ભગવાનને આપણે વીર શા માટે કહીએ છીએ? “વીર” શબ્દને અર્થ પણ સમજવું જોઈએ. જેઓ વિશેષ પ્રકારે કર્મને નાશ કરીને જે મોક્ષને માર્ગ પ્રાપ્ત કરે છે તેમને વીર કહેવામાં આવે છે. આ જગતમાં વીર ઘણાં પ્રકારના હોય છે પણ જે કર્મ શત્રુઓને નાશ કરે છે તે સાચે વીર છે. ભગવાને કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવા માટે શું શું કર્યું છે તે તમે જાણે છે ને? ભગવાને કર્મરૂપ કાષ્ટને બાળવા માટે ધ્યાનની ધૂણી ધખાવી હતી. દયાન ચાર પ્રકારના છે. આર્તધ્યાન, રૌદ્રધાન ધર્મધ્યાન અને શુકલધ્યાન. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારવૃધિમાં કારણભૂત છે. જ્યારે ધમંદવાન અને શુકલધ્યાન આત્મશુધિમાં નિમિત્તભૂત છે. આપણું વીર ભગવાને શુકલધ્યાન રૂપી અગ્નિમાં કર્મરૂપ ઇંધનને બાળીને ખાખ કર્યો છે. જેનાથી તવનું ચિંતન પ્રાપ્ત થાય અથવા તે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય તેનું " નામ ધ્યાન અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગથી જીવ જે કરે તે કર્મ. તે કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ ગોત્ર અને અંતરાય એમ આઠ પ્રકારના છે, આત્મા ઉપર સમયે સમયે સાત અથવા આઠ કર્મના રજકણે ચેટતા જાય છે. જ્ઞાની પુરૂએ કર્મોને ઇંધનની ઉપમા આપી છે, અને ધ્યાનને અગ્નિની ઉપમા આપી છે. વિર ભગવાને સાચું વીરપણું મેળવીને અનાદિકાળના સંચિત કરેલા કર્મોને ધ્યાનથી બાળીને ખાખ કરી નાંખ્યા છે, એટલે ભગવાન એ સાચા વીર છે. એવા ભગવાને જગતના જીવને આધ્યાત્મિક કાંતિને માર્ગ બતાવ્યો છે. એ માર્ગે જે જીવ ચાલે તે તેનું અવશ્ય કલ્યાણ થાય. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે बुज्झमाणाण पाणिण, किच्चताण सकम्मुणा।। વાવ સાદુ તે રીલં, વરૂણ પશુદવ II અ. ૧૧ ગાથા ર૩ મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભયોગ આદિ સંસાર રૂપ પ્રવાહમાં તણાતા, સંસાર તરફ ધસતા અને સ્વકર્મના ઉદયથી પીડા પામતા સંસાર સમુદ્રમાં ડૂબતા જેને દ્વીપ સમાન સમ્યગદર્શન આદિને ઉપદેશ શ્રી તીર્થકર ભગવંત તથા ગણધર ભગવતએ કરૂણાભાવથી દુઃખથી મુક્ત થવા અને સુખની પ્રાપ્તિ માટે આપેલ છે. તેમજ વિદ્વાન પુરૂષો કહે છે કે સમ્યગદર્શન આદિ દ્વારા જેને સંસાર પરિભ્રમણમાંથી વિશ્રામ પ્રાપ્તિ રૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy