SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૦ શારદા સિદ્ધિ ભર્યું લાગે છે. ગુરૂદેવ! હવે મારે શું કરવું ? એ માટે મને કેઈ ઉપાય બત. આટલું બોલતાં એ પણ હલે થઈ ગયો. સમય જતાં મહાત્માએ એ ચારે માણસને ઉપદેશ આપ્યો કે આ સંસારમાં ક્યાંય સુખ છે નહિ. મેં તે તમને પહેલાં કહ્યું હતું કે તમે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં મહાન સુખી છે, પણ તમને એ વાત ગળે ન ઉતરી. હવે તે પ્રત્યક્ષ અનુભવ કર્યો ને? હવે જે થઈ ગયું તે ભલે થઈ ગયું. આજથી નવા નામે શરૂઆત કરશે. ભૂલ્યા ત્યારથી ફરી ગણે ને તમને જે કાંઈ ધન સત્તા, વૈભવ મળ્યા છે તે પરમાથે વાપરશે અને મોહ છોડશે તે સુખી થશે. બાકી વૈભવ વિલાસમાં જીવનની બરબાદી સિવાય બીજું કંઈ પ્રાપ્ત થતું નથી, માટે તમે ચારે જણ સંતોષી અને સંયમી બને તે સુખી થશે. દેવાનુપ્રિયો ! અહીં ચિત્તમુનિ બ્રહ્મદત્તને પણ એજ કહી રહ્યા છે કે હે બ્રહ્મદત્ત ચક્રવતિ ! જે સુખ સંયમમાં ને તપમાં છે તે તારી છ ખંડની સાહ્યબીમાં નથી. તારા જેવા ચક્રવતિએ પણ શા માટે ત્યાગના માર્ગે ચાલી નીકળ્યા? એમને સમજાઈ ગયું કે આત્માનું શાશ્વત સુખ ત્યાગમાં છે. તે હવે તારે પણ આ વાત સમજવાની જરૂર છે. હજુ પણ ચિત્તમુનિ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- ભીમસેન પાસેથી પસાર શેઠે તલવાર અને ઢાલ લઈ લીધા તે વાત સાંભળી ત્યારે અરિજય રાજાને ખૂબ ગુસ્સો આવ્યો ને કહ્યું કે એવાને તે કડક શિક્ષા કરવી જોઈએ કે જેથી બીજા કેઈ ફરીને મારા રાજ્યમાં એવું કામ કરે નહિ. હું ત્યાં જઈને એને સજા કરીશ, ત્યારે દયાળુ ભીમસેને કહ્યું-મામા ! તમે એને સજા ન કરશે. એને તે ઈનામ આપવું જોઈએ, કારણ કે એને મારા પર મહાન ઉપકાર છે. જે એણે મને એક વર્ષ સુધી એને ત્યાં ન રાખ્યો હોત તે તમારા નગરમાં મારું શું થાત! ભલે મેં મજુરી ઘણું કરી પણ એણે મને જે આશ્રય ન આપ્યો હોય તે મારો કઈ ભાવ પૂછનાર ન હતું, માટે એને નાની કે મેટી કેઈ સજા ન કરશે. એમ કહીને ભીમસેને મામાને શાંત કર્યા. એ જ સમયે દ્વારપાળે આવીને સમાચાર આપ્યા કે પ્રતિષ્ઠાનપુરથી એક શ્રેષ્ઠી આવ્યા છે તે ભીમસેન નરેશને મળવા માંગે છે. ભીમસેને દ્વારપાળને કહ્યું કે એમને આદરથી અહીં લઈ આવ. આવનાર શેઠને દૂરથી જોતાં ભીમસેન સિંહાસનેથી - નીચે ઉતર્યો ને શેઠની સામે જઈ તેનું સ્વાગત કરતા બેલ્યો પધારો...પધારો..શેઠ! આપ કઈ બાજુથી પધાર્યા ? ભીમસેનને આદરભાવ જોઈને પેલા શેઠના પગ ધ્રુજી ઉડ્યા. તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે રડતો રડતે કહે છે મેં અપરાધી આપકા જબર, માફ કરો સરકાર, નમ્ર ભાવ કરજેડ મુખાગલ, ૨ખી ઢાલ તલવાર. * હે મહારાજ ! મને માફ કરો. હું આપને અપરાધી છું. મારા એ અપરાધને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy