________________
فوق
શારદા સિા માફ કરો. હું તે આપને દાસ છું. એમ કહીને ભીમસેન રાજાના ચરણમાં પડ્યો ને તલવાર અને ઢાલ ભીમસેનને હાથમાં આપીને કહ્યું આ આપના શાને આપ સ્વીકાર કરો ને મને પાપમાંથી મુક્ત કરો. આમ કહીને થરથર ધ્રુજતે ઉભે રહ્યો. એના મનમાં એમ થાય છે કે આ તે મોટા મહારાજા છે. વળી અમારા રાજા પણ અહીં જ બેઠા છે. એટલે નક્કી હમણાં મને શિક્ષા કરશે. એવા ડરથી ધ્રુજવા લાગ્યો. મૂજતે ધ્રુજતો પણ પિતાને બચાવ કરવા માટે કહે મહારાજા ! આપ પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા ત્યારે મેં આપને ઓળખ્યા નહિ ને આપની પાસે મહેનત કરાવી અને છેવટે જતી વખતે મારે કંઈક આપવું જોઈએ તેના બદલે મેં ઉલટા તલવાર અને ઢાલ લઈ લીધા ત્યારે ભીમસેને કહ્યું શેઠ! તે સમયે મારા જખ્ખર કર્મને ઉદય હતું એટલે હું ગરીબ હતે. બટકુ રોટીના સાંસા હતા. તેમાં આપને કેઈ દોષ નથી. મારા પાપકર્મને દોષ છે. આપે એમાં અફસેસ કરવાની જરૂર નથી. એમ કહીને શેઠને શાંત કર્યા. આ સમયે ભીમસેનના મામા અરિંય રાજાએ પૂછયું-ભીમસેન ! તારા શો લીધા હતા તે આ ધનસાર શેઠ છે? હા. મામા! શેઠ તે એ જ છે પણ ત્યારે શેઠને પાપ કોને કહેવાય એજ ખબર ન હતી ને અત્યારે તેમને પાપનો પશ્ચાતાપ થઈ રહ્યો છે.
મામાએ ભીમસેનને ધન્યવાદ આપતા કહ્યું ભીમસેન ! તારી ઉદારતા અને કરૂણાને '' ધન્ય છે, પછી ભીમસેને તલવાર અને ઢાલ હાથમાં લઈ લીધા ને કહ્યું, શેઠ! માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ એક વાર ભૂલ એ ભૂલ ગણાય. એ જ ભૂલ જે બીજી વાર કરાય તે એ ગુનો બની જાય છે, માટે ફરીને એવી ભૂલ ન કરશે. દેહ પર ડાઘ પડશે તે સ્નાન કરીને દૂર કરી શકાશે પણ આત્મા ઉપર લાગેલે ડાઘ દેવા માટે તે કેણ જાણે કેટલાય ભવ કરવા પડશે, માટે શેઠ ! આત્માને ઉજળે રાખજો. શેઠે ભીમસેનની સલાહ શિરોમાન્ય કરી લળી લળીને પ્રણામ કરી ભીમસેનની ઉદારતા જોઈ ખુશ થતાં ત્યાંથી વિદાય થયા. પુણ્યને ઉદય થાય છે ત્યારે એકેક વસ્તુઓ કેવી સામેથી મળી જાય છે! પિતાને ભાણેજ આ પવિત્ર છે તે જોઈને અરિજય રાજાની છાતી ગજગજ કુલવા લાગી. છ સાત દિવસ મામા ભાણેજ ભેગા રહ્યા. એ દિવસોમાં મામા ભાણેજોએ વિચારોની ખૂબ આપ લે કરી, પછી અગિંજયે રાજાએ રાણીને ને પુત્રને અનેક ભેટે આપીને વિદાય લીધી. .
આ તરફ દેવસેન અને કેતુસેન મોટા થઈ રહ્યા છે. ભીમસેને બંને બાળકને કેળવણી આપવામાં ખૂબ ધ્યાન રાખવા માંડયું. બંને પુત્રોને પોતાની જાતે શાસ્ત્રનું જ્ઞાન આપવા માંડયું અને બીજા વિષયેનું જ્ઞાન આપવા માટે શિક્ષકને પિતાના મહેલમાં બેલાવ્યા ને કુમારોના જીવનનું ઘડતર કરવા માંડ્યું. દેવસેન અને કેતુસેન બંને ખૂબ ચપળ અને હોંશિયાર હતા, એટલે એમને જે જે પાઠ શીખવવામાં આવે તે જલ્દી ધ્યાનપૂર્વક શીખી લેતાં. સંતાનોને વિકાસ થતે જોઈને ભીમસેન અને સુશીલાને