________________
શાશ્તા સિદ્ધિ
૭૬૯ નથી. આટલું બોલતાં તે એની આંખમાંથી આંસુની ધાર થઈ એ આશાભેર મહાત્મા સામું જોઈ રહ્યો ત્યારે મહાત્માએ કહ્યું-ભાઈ! તું પછી મારી પાસે આવજે. એમ કહીને વિદાય કર્યો.
ત્રીજે દિવસે જેણે ધનનું સુખ માંગ્યું હતું તે માણસ બે ઘડાની બગીમાં બેસી કરચાકરો સાથે ઠાઠમાઠથી આવ્યો. આજુબાજુમાં ઉભેલા માણસેએ એને નમસ્કાર કર્યા, પછી શેઠ એકલા કુટિરમાં ગયા ને મહાત્માને નમસ્કાર કરી ઉભા રહ્યા. મહાત્માએ એને ઓળખ્યો જ ન હોય એમ આશ્ચર્ય પૂર્વક એની સામે જોઈ રહ્યા, ત્યારે તે માણસે કહ્યું-ગુરૂદેવ! મને ન ઓળખ્યો? આપની પાસે મેં ધન માંગ્યું હતું અને આપના આશીર્વાદથી હું ખૂબ ધનવાન બન્યો છું. ગુરૂદેવ ! હું એમ માનતે હતું કે જેની પાસે ઘણું ધન હોય તે મહાસુખી છે. ધનવાનને સૌ માનપાન આપે છે. ધનથી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે પણ એ મારી માન્યતા ઠગારી નીવડી છે. ધનવાન બન્યા પછી તે હું વધારે દુઃખી દુઃખી થઈ ગયો છું. ધન વધતા જંજાળ વધી ગઈ. રાત-દિવસ ધન મેળવવાની અને ધન સાચવવાની ચિંતામાં મને જરા પણ શાંતિ મળતી નથી. ધન માટે વહેપાર વધારે પડે, એટલે વહેપારીઓ આવે, બીજા લોકો સગા સબ ધીઓ પણ
જ્યાં ધન હોય ત્યાં વધારે આવે છે. બીજું ધધ વધે એટલે મગજ પર ટેન્સન વધે છે એટલે તબિયત પણ બગડે છે એને માટે પ્રાઈવેટ ડોકટર રાખ પડયો છે. વળી ધન જેમ જેમ મળતું ગયું તેમ તેમ મારો લેભ પણ વધતું ગયો. પાસે જે ધન છે તેને હુ પિતે વાપરતે નથી ને બીજાને વાપરવા દેતું નથી. સુખે પેટ ભરીને ખાઈ શકતો નથી ને નિરાંતે ઊંધ પણ આવતી નથી. ધન મેળવવાના લેભમાં બે ઘડી ભગવાનનું નામ પણ લઈ શકતા નથી. મને તે એમ જ થાય છે કે મારું ધન મને નરકમાં લઈ જશે, માટે ગુરૂદેવ ! તમે મને બચાવ...મારો ઉદઘાર કરે. આટલું બોલતાં તે એના ગળે ડૂમો ભરાઈ ગયો. મહાત્માએ તેને શાંત કરીને કહ્યું ભાઈ! તું પછી મારી પાસે આવજે. એમ કહીને એને પણ વિદાય કર્યો.
ચોથા દિવસે જે માણસ આવ્યો ને ગુરૂને વંદન કરી તેમની પાસે બેઠે. મહાત્મા એને તરત ઓળખી ગયા, એટલે પૂછયું કે, હવે તે તમે મોટા નેતા બની ગયા છે ને ? ચારે તરફ કીતિ ફેલાઈ ગઈ હશે? તમારી વાહ વાહ બેલાતી હશે ! આ સાંભળીને એ ભાઈ તે રડવા જેવો થઈ ગયો ને એણે કહ્યું ગુરૂદેવ! મને જે સત્તાની ભૂખ હતી તે હવે સત્તા મળ્યા પછી ચાલી ગઈ છે. એમાંથી મને કાંઈ સંતેષ કે આનંદ મળ્યો નહિ, પણ એ સત્તા ટકાવી રાખવા માટે મારે દંભ કરે પડ્યો છે. પરિણામે મારી સામે દુશમને અને પ્રતિસ્પધીઓ વધ્યા છે. તેઓ મારી વિરૂદ્ધમાં પ્રચાર કરે છે, અને ગુંડાઓ દ્વારા મને મોતની ધમકી આપી રહ્યા છે. આવી પદવીની હવે મારે કઈ જરૂર નથી. પહેલાં જીવનમાં જે સુખ શાંતિ હતી તે હવે નષ્ટ થઈ ગઈ છે. હવે તે મને જીવન કંટાળા થ, ૯૭૧