SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૩ અષાડ વદ ૮ ને સેમવાર માતા સુજ્ઞ મધુએ, સુશીલ અન...તજ્ઞાની, વિષયેાના વારક, માર્ડના મારક અને ગુણ્ણાના ધારક તી કર ભગવાએ ભવ્ય જીવેાના એકાંત હિત માટે આગમ વાણી રજુ કરી. ભગવતને વિષયેાના વારક કેમ કહ્યા ? ભગવાન સંસારના ભયંકર વિષને ઉતારનાર છે. જેમ કોઈ માણસને ઝેરી સર્પ કરડે છે ત્યારે તેને ઝેર ઉતારવા માટે ગારૂડી પાસે લઈ જવામાં આવે છે. ગારૂડી મ`ત્ર પ્રયાગ દ્વારા સર્પના ઝેરને ઉતારે છે તેમ તીર્થંકર ભગવતો ભવ્ય જીવાને ધર્મ સમજાવી અનાદિકાળના સહસારના ઝેર ઉતારે છે. સત્તુ ઝેર ઉતારનાર ગારૂડી તો બધે મળશે પણ સ'સારના ઝેર ઉતારનાર ગારૂડી સમાન તીર્થંકર ભગવતો કે એમની વાણી તમને બધે નહિ મળે. આ રીતે ભગવત વિષયેાનુ' વારણ કરનાર હાવાથી તેમને વિષચેાના વારક કહ્યા છે. માહ રૂપી મહાન જખ્ખર મલ્લને હણ્યા છે તેથી ભગવાન મેાહના મારક છે અને પ્રભુ અનંત ગુણાના ધારક હોવાથી તેમને ગુણાના ધારક કહ્યા છે. આવા અરિહંત પરમાત્માના શરણે જઈએ તો આપણા વિષય વિકારો નષ્ટ થઈ જાય ભવના બેડા પાર થઈ જાય. સત્તાનું' મારણુ’' ને બહેને ! તા. ૧૬-૭-૭૯ ત્રિભુવનમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો તે અરિહંત ભગવતો છે. ત્રણે લોક ઉપર અરિહંત પ્રભુના ઉપકારના કાઈ પાર નથી. જગતના તમામ જીવોને અરિહંત ભગવાન ધર્મના માર્ગ બતાવે છે. અરિહ'ત ભગવતો જે ધમ પ્રકાશે છે તેની અપ્રમત્તપણે આરાધના કરીને જીવો તરી ગયા છે. સૂયગડાયગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છેકે “અરિંતુ તત્ત્તો, રિસ્તૃતિ બળાપા " શ્રી તીર્થંકર દેવાએ બતાવેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ ધર્માંને ગ્રહણ કરી તેનું આરાધન કરી ભૂતકાળમાં ઘણા જીવો સ ંસાર સમુદ્રને તરી ગયા છે, વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં સ'સાર સમુદ્રને તરી મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં ઘણા જીવો આ ધર્મીના આરાધનથી સંસાર સમુદ્રને પાર કરી મેક્ષ ગતિને પ્રાપ્ત કરશે. મેક્ષગતિ એટલે શિવપદ જીવના વિકાસનુ એ પરમપદ. એ પદે પહેાંચ્યા પછી જીવ જન્મ-મરણની જ'જાળમાંથી મુક્ત બને છે. કાળરાજાના કાઇ કાયદો એ પદને અસર કરી શકતો નથી. અનંતકાળની અખંડ સ્વતંત્રતા જીવ એ પદને પામીને ભાગવતો રહે છે. બધુઓ! જગતના ગમે તેટલા ને ગમે તેવા સુખો પણ એ સુખા સિદ્ધ ભગવંતના સુખાની તુલના કરી શકતા નથી. કરાડા જીભેાથી કરાડા વર્ષો પર્યંત એલ્યા જ કરીએ તો પણ મેાક્ષના સુખનુ વર્ણન કરવું અશકય છે. તે સુખ અનુભવગેાચર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy