________________
શારદા સિદ્ધિ પિતાજીને ગમે તેવા શબ્દો કહેવા બદલ ખૂબ પશ્ચાત્તાપ કરીને ચરણમાં પડી ક્ષમ માંગી. હવે શેઠનું જીવન પૂરની જેમ પાછું સમૃદ્ધ બન્યું અને ચાર પુત્ર, પુત્રવધૂઓ બધા ધર્મમાં વધુ દઢ બન્યા.
ટૂંકમાં આવા દૃષ્ટાંતે દ્વારા મારે તે તમને એક વાત સમજાવવી છે કે ગમે તેવા કષ્ટમાં પણ ધર્મને તમે ધક્કો ન મારશે, પણ ધર્મમાં દઢ બનજો. શેઠ દુઃખમાં મક્કમ રહ્યા છે કે મહાન લાભ મેળવ્યો. બીજી વાત આપણે સુખની ચાલતી હતી કે બાહ્યસુખ એ સાચું સુખ નથી પણ આત્મિક સુખ એ જ સાચું સુખ છે. આ શેઠ આત્મતત્વને જાણતા હતા, તેથી તેમની બાહ્યસંપત્તિ ચાલી ગઈ દુઃખના પહાડ તૂટી પડ્યા છતાં કેવી સમતા રાખી શકયા! આ આમિક સુખની અનુભૂતિના બળે ને ? બસ, તમે પણ આવા બનજો, તે કયારે પણ દુઃખ નહિ આવે.
આપણે હવે ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનના અધિકારનું વ્યાખ્યાનમાં વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ મહાવીર પ્રભુ પાવાપુરીમાં મોક્ષે સીધાવ્યા ત્યારે અંતિમ સમયે સોળ પ્રહર સુધી સતત એકધારી દેશના આપી છે. એમાં મહાન ગૂઢ રહસ્ય સમાયેલા છે. ઉત્તરાયયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાને વિનયની વાત સમજાવી છે. વિનય એ તો જીવનમાં કિંમતી જડીબુટ્ટીનું કામ કરે છે. વિનય ધર્મવૃક્ષનું મૂળ, છે. વિનય વિરીને વશ કરી શકે છે વિનયવંત આત્મા સર્વત્ર પૂજાય છે. વિનયવંત આત્મા સ્વ પરનું કલ્યાણ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવંતે વિનયનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. એ રીતે બીજા અધ્યયનમાં પરિષહનું વર્ણન કર્યું છે. જેનામાં વિનયને મુખ્ય ગુણ હોય છે તે પરિષહને સહન કરી શકે છે. આ રીતે એકેક અધ્યયનમાં ઉત્તરોત્તર કમ બતાવેલ છે. આપણે તે તેરમા અધ્યયનનો અધિકાર લે છે. તેરમા અધ્યયનની પહેલા બારમા અધ્યયનમાં ભગવાને તપની વાત બતાવી છે. નિયાણરહિત શુદ્ધભાવથી હરિકેશીમુનિએ જે તપ કર્યા તે એમના તેજ અને પ્રભાવથી આકર્ષાઈને યક્ષ તેમની સેવામાં હાજર રહ્યો. હરકેશી મુનિ ચાંડાળ કુળમાં જન્મ્યા હતા પણ સંયમ લઈ અઘોર તપ દ્વારા કર્મને ખપાવી આત્માને વિશુદ્ધ બનાવ્યો.
તેરમા અધ્યયનમાં તપ કરીને નિયાણું કરનારની કેવી દશા થાય છે તે વાત બતાવવામાં આવી છે. ભગવાન કહે છે હે જીવ! તું તપ કર. કઠિન ચારિત્ર પાળ. ગમે તેવી ઉગ્ર સાધના કર પણ એનું ફળ વેચીશ નહિ. નિયાણું ન કરીશ. નિયાણું કરવું એ તે કેહીનૂર આપીને કાંકરા ગ્રહણ કરવા જેવું છે. હાથી આપીને ગર્દભ લેવા જેવું છે. અહીં આ અધ્યયનમાં કોણે નિયાણું કર્યું, કેવી રીતે કર્યું અને નિયાણું કરવાથી કેવી દશા થઈ તે વિષયનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. બીજું એક ચરિત્ર પણ કાલથી લેવામાં આવશે. સમણ ઘણે થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.