SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ વાના થશે, ત્યારે છોકરાઓ કહેવા લાગ્યા કે ત્યાં જઈને શું કરીશું? ઘરમાં ચારે ખૂણા સરખા છે. ત્યાં તે ધનવાનમાંથી નિધન બન્યા, તેથી તે અહીં આવીને વસ્યા ને પાછા ત્યાં જવું છે? અમારે નથી આવવું. અહીં ઠીક છે. છોકરાઓએ ખી ના પાડી પણ બાપે કહ્યું બેટા ! મારો આત્મા કહે છે કે હવે ત્યાં જઈને સુખી થઈશુ. બાપની પ્રબળ ઈચ્છા જોઈને પુત્રો બાપની સાથે પિતાના નગરમાં આવ્યા. ઘરની તે ભયંકર દુર્દશા થઈ ગઈ હતી. શેઠે ઘર સાફ કરાવ્યું. બીજે દિવસે શેઠે પુત્રને કહ્યું દીકરાઓ! તમે ઘણું દિવસથી ગુરૂદેવના દર્શન કર્યા નથી, નવકારમંત્રને જાપ કર્યો નથી કે સામાયિક કરી નથી, તે આજે ઉપાશ્રયે જઈ ગુરૂદેવના દર્શન કરી સામાયિક લઈ નવકારમંત્રનો જાપ કરે. તે આપણે શાંતિથી રહી શકીએ. આ છોકરાઓને હવે ધર્મમાં શ્રદ્ધા નથી. એ તે બાપાની વાત સાંભળીને બડબડવા લાગ્યા કે મૂકોને હવે ધર્મની વાત. ધર્મ ખૂબ કર્યો એટલે તે દુઃખી દુઃખી થઈ ગયા. જે ધિર્મને પ્રભાવ હેત તે આપણે સુખી ન થાત ! તમે જીવનભર ધર્મની પાછળ પડયા છે તે શું વળ્યું? ચીથરેહાલ બન્યા છે કે બીજું કઈ? પુત્રોના બોલ સાંભળીને શેઠના કાળજામાં તેલ રેડાઈ ગયું પણ સાથે એ સમજે છે કે આ બિચારા અજ્ઞાન છે. ધર્મના મર્મને જાણતા નથી. ધર્મના પ્રભાવ અને મહિમાનું એમને જ્ઞાન નથી, નહિતર આવા શબ્દો ન બોલે. શેઠ તે ધર્મના રહસ્યને સમજતા હતા એટલે પુત્રને ફરીથી કહ્યું દીકરાઓ! તમે ધર્મસ્થાનકે જઈને મેં કહી તેટલી ધર્મારાધના કરી અને જુઓ તો ખરા, શું લાભ થાય છે? પુત્રએ વિચાર કર્યો, કે આપણે નહિ જઈએ ત્યાં સુધી આ ડેસો કૂતરાની જેમ ભસ્યા કરશે. જુઓ, આ તમારે સંસાર. જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા, લોખ લાડ લડાવ્યા અને આગળ વધાર્યા. એવા મા–બાપને કૂતરાની ઉપમા આપતા પણ કુલાંગાર પુત્રને શરમ નથી આવતી પણ એમને ખબર નથી કે કૂતરા પણ જેના રોટલા ખાય છે તેમની વફાદારી પૂર્વક સેવા બજાવે છે. પિતાજીના કહેવાથી આ છોકરાઓ ઉપાશ્રયે ગયા. ગુરૂદર્શન કરી સામાયિક લઈ નવકાર મંત્રના જાપ કરવા લાગ્યા. આ તરફ શેઠે ગીના કહેવા મુજબ ૧૦૮ વખત મંત્ર જાપ કર્યો ત્યાં તો ઘરમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો ને એમને અવાજ આવ્યો કે હે શેઠ! તારી ધર્મશ્રદ્ધાના બળે હવે પાપને કાળો ડાઘ દૂર થઈ ગયું છે ને તારા પુણ્યને સૂર્ય ઉદયમાન થયા છે. તારા ઘરના ચારે ખૂણું ખેદ. તારા પિતાના દાટેલા કિંમતી રત્નોથી ભરેલા ચરુ નીકળશે, એટલે શેઠે છેદયું તે ચારે ખૂણામાંથી ઝગમગતા રત્નોથી ભરેલા ચરુ નીકળ્યા, ત્યાં તે છોકરાઓ આવ્યા ને ચરુ જોઈને પૂછ્યું, “પિતાજી આ શું? પિતાએ કહ્યું, બેટા ! આ ધર્મનો પ્રતાપ ! પુત્રને બધી વાત કરી, એટલે એમના ગળે વાત ઉતરી અને અંતરમાં પુનઃ ધર્મશ્રદ્ધાને સંચાર થયો.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy