SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૮ લાગ્યા. ત્યાં રોગીના રૂપમાં કઈ દેવ તેમની સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું શેઠ માંગ.... માંગ. ત્યારે શેઠે કહ્યું મારે કંઈ ન જોઈએ, ત્યારે યોગીએ કહ્યું શેઠ! આપના ગુણોથી હું આપના પ્રત્યે આકર્ષાય છું. આપના જેવા પવિત્ર અને ધમષ્ઠ વ્યક્તિની આ દુર્દશા મારાથી જેવાતી નથી તેથી આપની ગરીબાઈ સદાને માટે દૂર થઈ જાય અને આપ સારી રીતે ધર્મારાધના કરી શકે તે માટે હું આપને એક મંત્ર આપવા ઈચ્છું છું. આપ મંત્રના થોડા જાપ કરશો એટલે દુઃખ નાશ પામશે. શેઠે કહ્યું મારે એવા મંત્રની જરૂર નથી. મારે તે ધર્મારાધના કરવી છે. ધનની જરૂર નથી. જીવનમાં ધર્મ છે તે બધું છે. લક્ષમી તે ચંચળ છે. વેશ્યા અને લક્ષ્મી તે કોઈના થયા નથી ને થવાના નથી. લક્ષ્મી તે પુણ્યાધીન છે માટે મને મંત્રની જરૂર નથી. બંધુઓ? તમારા ઉપર કેઈ દેવ-દેવી પ્રસન્ન થઈને આવો મંત્ર આપે તે તમે એને શું કહે ? શેઠની જેમ ના પાડો કે લઈ લે? (હસાહસ) શેઠ કર્મોદયથી ગરીબ બની ગયા હતા. તે કેવા કષ્ટો સહન કરે છે છતાં મંત્ર લેવાની ના પાડે છે, પણ તમે તે ના પાડે જ નહિ, લઈ લે. યેગીએ શેઠને ખૂબ આગ્રહ કર્યો ત્યારે શેઠે કહ્યું મારે પૈસાની જરૂર નથી, પણ મારા નિમિત્તે મારે ધર્મ નિંદાય છે. હું તે મારા કર્મોદયથી દુઃખી થશે છું પણ મારા પુત્રો અને બીજા લોકો એમ બેલે . છે કે બહુ ઘર્મ કર્યો, ખૂબ દાન દીધું છતાં કેમ દુઃખી થે? એ મારાથી સહન થતું નથી. એ બંધ કરો ને મારા દીકરાઓની બુદ્ધિ નિર્મળ બને, જૈનધર્મની એમના દિલમાં શ્રદ્ધા થાય અને મારા જૈનધર્મને મહિમા વધે. એ માટે જે મંત્ર આપ તે સ્વીકારું. એગીએ કહ્યું ભલે એમ બનશે પણ તમે મંત્રને સ્વીકાર કરે. શેઠે કહ્યું તે આપ મંત્ર આપે. હું ગ્રહણ કરું છું. યોગીના વેશમાં રહેલા દેવે શેઠને નવ અક્ષરને મંત્ર આપ્યું ને કહ્યું હવે તમારા નગરમાં જઈ તમારા ઘરમાં બેસીને ૧૦૮ વાર એક ચિત્તે આ મંત્રનું સમરણ કરજો. સૌ સારા વાના થશે. એમ કહીને ગી અદશ્ય થઈ ગયા. શેઠ સમજી ગયા કે ધર્મ પ્રતાપે હવે મારા દુઃખને અંત આવશે. શેઠને દુઃખ ભોગવીને કંટાળો આવ્યો ન હતો કે એમને પૈસાની જરૂર ન હતી પણ પિતાના પુત્રો પુનઃ ધર્મમાં શ્રદ્ધાવાન બની જીવન સફળ કરે અને ધર્મને મહિમા કેમ વધે એ જ એમની અભિલાષા હતી. શેઠ કપરી કસોટીમાંથી પસાર થયા હતા. આવા સમયમાં માણસ ધીરજ ખોઈ બેસે છે, તેની શ્રદ્ધાના પાયા હચમચી જાય છે ને ધર્મને બાજુમાં મૂકી દે છે, પણ આ શેઠ તે અડગ રહ્યા. આટલા દુઃખમાં પણ એમણે ધર્મ ન છોડે. એ એમની એક વિશેષતા છે. શેઠે ઘેર આવીને પુત્રોને કહ્યું હે પુત્રો ! હવે આપણે આપણું નગરમાં આપણે ઘેર જઈએ. ત્યાં સૌ સારા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy