SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શારદા સિદ્ધિ છે. આ લોક અને પરલોકના સર્વસુખો એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલામાં મેક્ષ સુખને એક રતિ જેટલો ભાગ મૂકવામાં આવે તો પણ સિદ્ધ ભગવંતના રતિભાર સુખવાળું પલ્લું નમે છે. સંસારના બધા સુખે કાચી માટીના કુંભ જેવા છે. એવા તકલાદી સુખ માટે જેના વડે શાશ્વત સુખની આરાધના કરી શકાય છે એવા માનવદેહ, માનવબળ અને કિંમતી ક્ષણને દુરૂપયોગ ન કરે. સમજ્યા ત્યારથી સવાર સમજીને શાશ્વત સુખની આરાધનામાં જોડાઈ જાઓ. હવે સમજાઈ જવું જોઈએ કે આ લોક અને પરલોકના સુખો આ જીવે અનંતી વાર ભેગવ્યા છે. અને તેના ફળ પણ ચાખ્યા છે. એટલે એમાં લોભાવા જેવું નથી. આજે સુખમાં મસ્ત બનીને બેઠા છે પણ કાલે શું થશે તેની કોને ખબર છે? હમણાં તાજેતરમાં બનેલો એક દાખલો આપું. મેતીલાલ નામને મોટા વહેપારી એક વખત ગામડામાં ઉઘરાણી માટે ગયો. થડી ઉઘરાણી પતાવીને પોતાના એક ઘરાકને ઘેર જમવા બેઠે. પહેલો કોળિ મોઢામાં મૂકી અને બીજો મોઢામાં મૂકવા જાય છે ત્યાં જમણો હાથ ઝલાઈ ગયો. લીધેલો કોળિયે હાથમાં રહી ગયું ને મેટરમાં સૂવાડીને ઘેર લઈ ગયા. ડોકટરને બોલાવ્યા. ડોકટરે શરીર તપાસીને કહ્યું કે લકવો થઈ ગયો છે. તરત જ મોટી, હોસ્પિતાલમાં દાખલ કર્યો. કર્મ સત્તાને વશ થયેલા જીવની આવી સ્થિતિ છે. હવે તમને એમ લાગે છે કે મારે કર્મની કેદમાંથી મુક્ત થવું જોઈએ. આ કર્મ સત્તા ખરેખર ભયંકર છે. ધાર્યું ધૂળમાં મેળવતા એને જરા પણ વાર લાગતી નથી. ઘેર પુત્ર કે પુત્રીના લગ્ન લીધા હોય, એની કુમકુમ પત્રિકાઓ લખાઈ ગઈ હોય, લગ્નના વાજા વાગતા હોય, મંગળ ગીતો ગવાતા હોય એવા આનંદના સમયે કમ સત્તા એને કર કેરડો વીંઝે તો પળવારમાં આનંદમય વાતાવરણને વિષાદમય બનાવી દેતા વાર ન લાગે. બંધુઓ ! આ કર્મસત્તાથી તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એનું મારણ છે. કર્મ સત્તાનું મારણ કર્યું ? જાણે છે ? “ના”. તો કહું “ધર્મ મહાસત્તા”. જો તમે ધર્મ મહાસત્તાનું શરણું સ્વીકારશે તો કર્મસત્તાની ગુલામીમાંથી મુક્ત બની શકશે, પણ ધર્મસત્તાનું સ્વરૂપ સમજાવનાર કોઈ હોય તો તીર્થકર ભગવાનની દુઃખ વાણી છે. તીર્થકર ભગવંતે પિતાના નિર્મળ કેવળજ્ઞાનમાં આ વિરાટ વિશ્વના જીવોને ભેગવતા જોયા એટલે કરૂણાથી પ્રેરિત થઈને આપણું એકાંત હિતને માટે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચાર મૂળ સૂત્ર, ચાર છેદ સૂત્ર અને બત્રીસમું અવશ્ય કરવા ગ્ય આવશ્યક સૂત્ર. આ બત્રીશ આગમની રજુઆત કરી છે તેમાંથી આપણે શાસનપતિ, પરમપિતા પ્રભુ મહાવીર સ્વામીની અંતિમવાણી મૂળ આગમ ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર વાંચવો છે. ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતમાં ચારે ય અનુગ સમાયેલા છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy