________________
૧૩૦
શારદા સિદ્ધિ બંધુઓ ! આપણે બધાએ પણ મોક્ષમાં જવું છે ને ? મોક્ષમાં જવા માટે સર્વ પ્રથમ દશ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવી પડશે. દશ સંજ્ઞાઓ કઈ છે તે જાણે છે?, આહારસંસા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા ને પરિગ્રડ સંજ્ઞા, ક્રોધ-માન-માયા-લેભ, લેકસંજ્ઞા અને એ ઘસંજ્ઞા. એ દશ સંજ્ઞાઓ અનાદિકાળથી જીવને વળગી છે. એને પ્રતિરોધ કરવાને છે. જીવનમાં સંજ્ઞાઓને ઘોડાપૂર આવે છે, તેની સામે કિલ્લેબંધી કરવાની છે. એ કિલ્લેબંધીમાં એક પણ કાણું હશે તે નહિ ચાલે. નહિતર એમાંથી પૂરના પાણી પેસી જઈને અવસરે ભયંકર વિનાશ સર્જે છે. સંજ્ઞાઓના તેફાને ચઢેલા જગતના બૂરા હાલ આજે ક્યાં પ્રત્યક્ષ નથી દેખાતા? સંજ્ઞાની જીવનભર લત રાખવાથી પરમ પવિત્ર પરમાત્મા, સદ્ગુરૂ અને ધર્મની સેવા મૂકીને મેહાંધ અને અજ્ઞાન એવા અધમ આત્માઓને ૧૮ પાપની કાળી રમત રમવી પડે છે. એ કયાં અનુભવની બહાર છે! એ કેટલું દુઃખદ અને શરમજનક છે. સંજ્ઞા એ જન્મસિદ્ધ અંધાપાની જેમ, એથી અનંતગુણ કષ્ટદાયી જન્મસિદધ રોગ છે. એણે શું કરાવ્યું ? બધું યાદ રખાવ્યું. માત્ર આત્માને જ ભૂલાવ્યા. એણે અનેક પ્રયત્ન કરાવ્યા પણ તે બધા સ્વાર્થના. પરમાર્થના નહિ. સંજ્ઞાઓએ માનવભવની સફળતા ઉડાવી દીધી. સંજ્ઞાઓને આધીન બનેલાનું શરીર માનવનું હોય છે પણ હૃદય પશુ જેવું બની જાય છે. પછી પશુના હૃદયવાળા માનવશરીરે એ બળીયાના બે ભાગ એ ન્યાયે નિર્બળને કચરશે. કુટુંબને ત્રાસ આપશે, મિત્રદ્રોહ, દેશદ્રોહ, ધર્મદ્રોહ કરતા નહિ અચકાય. અભિમાન અને દંભને તે જાણે ઈજારદાર બનવાને. ત્યાગી, વિરાગી અને ધર્માત્માઓને નિંદક બનવાને. અહાહા... હે સંજ્ઞા ! તારે કે જુલ્મ! માટે પ્રભુ પાસે આપણે એટલું માંગીએ છીએ કે હે પ્રભુ ! મને આ સંજ્ઞા રૂપ ડાકણના પાશમાંથી જલદી મુક્ત કરાવ.
દશ સંજ્ઞાઓમાં સૌથી પ્રથમ આહાર સંજ્ઞા છે. આહાર સંજ્ઞા એટલે શું? એ સમજે છે ને? બસ, ખાઉં ખાઉં ને ખાઉં. શરીરને ખવરાવ્યું છતાં સંજ્ઞા છૂટતી નથી, એટલે ખાવા છતાં એમ થાય છે કે આજે બરાબર ખવાયું નથી. કોણ જાણે પેટમાં શું થઈ ગયું? અરે, ભલા ! ઓછું ખવાયું તેને શેક શા માટે કરે છે? એટલામાં કંઈ શરીર નહિ ઉતરી જાય. ઓછી ભૂખ લાગીને ઓછું ખાધું તેમાં તારું શું બગડ્યું? એમ સમજે કે જેટલી પુદ્ગલની ઓછી વેઠ કરવી પડી એટલું સારું. શું એટલામાં કાયાથી બધા કામ અટકી પડયા ખરા? “ના.” તે પછી વધારે ખાવામાં શાબાશી છે? એથી પરલેકમાં કીતિ વધે? પરભવમાં ઈનામ મળે? અરે, ઈનામ નહિ પણ જુલમ મળે. અનંતકાળથી આહારની વેઠ કરી, માટે જ તે કેટે વળગીને જીવને હેરાન પરેશાન કરી રહી છે. આ વેઠ એવી છે કે જેમ જેમ તેને પિષતા જાઓ તેમ તેમ તે જીવને વધારે વળગતી જાય પણ જે એને લાત મારે તે એ મુડદાલ થઈને નાસી જાય.
આહાર સંજ્ઞા અને બીજી સંજ્ઞાઓને ભગવાને કેવી લાત મારી હતી ! ભગવાને