SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં. ૬૪ આસો સુદ ૩ ને રવીવાર તપના તેજ તા. ૨૩-૯ ૭૯ બા. , ઉગ્ર તપસ્વિનિ પૂ. ભાવનાબાઈ મહાસતીજીની ૩૪ ઉપવાસની તપશ્ચર્યાના પારણું પ્રસંગે આપેલું મનનીય પ્રવચન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાનીઓએ તપની ખૂબ વિશેષતા બતાવી છે, માટે હું આજે થેડું તપ ઉપર કહેવા માંગું છું. ખાનપાન પ્રત્યેની આસક્તિ અને દેહના મમત્વને દૂર કરવા માટે તપ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. તપથી કર્મની પરંપરા અને અનાદિકાળથી બંધાયેલા ચીકણું કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. જ્યાં સુધી શરીર પરનું મમત્વ દૂર ન થાય ત્યાં સુધી તપ થઈ શકતો નથી. તપ જપની આરાધનાથી અનેક પ્રકારની લબ્ધિઓ અને શક્તિઓ પ્રાપ્ત થાય છે. અંતરાત્મામાંથી શક્તિઓને શ્રોત વહેવા માંડે છે. તપ કરવાથી ભલે શરીર સૂકાઈ જાય છે પણ આત્મબળ વધે છે. આત્માનું તેજ ઝળકી ઉઠે છે. તપમાં આવી મહાન શક્તિ રહેલી છે. જીવનમાં આવતા અનેક પ્રકારના અવરોધ, અંતરા અને વિને તપ ધર્મની આરાધનાથી દૂર થાય છે. તપ દ્વારા શરીરમાં વર્તતા ભયંકર રોગ પણ દૂર થાય છે. કઈ ધાતુને શુદ્ધ કરવા માટે પ્રથમ એને તપાવવી પડે છે, તેમ કર્મરૂપી જ કથીર વડે ખરડાયેલા આત્માને શુદ્ધ કરવા માટે તપ દ્વારા તપાવવો પડે છે. તપ વિના તૃપ્તિ નહિ, તૃપ્તિ વિના શુદ્ધિ નહિ અને શુદ્ધિ વિના સિદ્ધિ નહિ.” આવી મંગલમય તપની આરાધના કરવામાં પ્રમાદ ન કરે. જીવનની વિશુદિધ માટે અંતરના અભાવથી તપ ધર્મનું આરાધન કરે કે જેથી જીવન મંગલમય, કલ્યાણમય અને કર્મમલથી રહિત તેજસ્વી બને. આપણું કર્મો લીલા લાકડા જેવા છે. કર્મરૂપી લીલા લાકડાને સૂકવવા માટે આપણે તપ કરવાની જરૂર છે. તપ એ કર્મ રૂપી શત્રુને જીતવા માટેનું અમોધ શસ્ત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે तवनारायजुत्तण, मित्तण कम्मकंचु । મુળી વિદ્યા સંગાપો, મવાળા પfમુક I ૨૨ . વીતરાગ ભગવાનના સંતે કર્મ રૂપી શત્રુને જીતવા માટે હાથમાં તપરૂપી ધનુષ્ય લે છે. જેના હાથમાં ધનુષ્ય હોય તેને વાઘ-સિંહ આદિ જંગલી પશુઓને ભય રહેતું નથી. એ નિર્ભયપણે જંગલ પસાર કરી જાય છે તેમ ભવાટવીમાં ભ્રમણ કરતા છે પણ વીતરાગ પ્રભુનું આવું અનુપમ શાસન પામીને સંસારથી વિરક્ત બની જાય છે અને તપ રૂપી ધનુષ્ય હાથમાં લે છે તે ધનુષ્યથી કર્મરૂપી કંચુકને એટલે કે કર્મરૂપી શત્રુને ભેદીને સંગ્રામ રહિત બને છે, એટલે કે કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવે છે અને ચતુર્ગતિનું ચક્કર છોડી પંચમગતિ મોક્ષને મેળવે છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy