SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ મારા જીવનની અંતિમ પળે મને એક જ ઝંખના છે કે મને મારા સંસાર તારક આચાર્ય ભગવંતને દર્શન મળે તે મારા ભાગ્ય ખુલી જાય. આમ અંતરથી ભાવપૂર્વક ભીમસેને પૂર્વ દિશા તરફ મસ્તક નમાવ્યું, અને બોલ્યો કે મારા તરણતારણ, મારા અનંત ઉપકારી, મારા પૂજ્ય આચાર્ય ભગવંતને મારા અંતિમ સમયના લાખ લાખ નમસ્કાર છે. આ પ્રમાણે ભાવપૂર્વક નમસ્કાર કરીને તરત જ ભીમસેને શું કર્યું? શુદ્ધ ભાવનાનો ચમત્કાર” : ભીમસેને પંચ પરમેષ્ઠિ ભગવંતનું ધ્યાન ધરી, સ્મરણ કરીને તૈયાર કરી રાખેલો ફસ ગળામાં પહેરી લીધું. ત્યાં શું બન્યું? બરાબર એ જ સમયે એક જ ઘાચારણ સંત આકાશ માગે ઉડતા ચાલ્યા જતા હતા. એમણે જાણે ભીમસેનના અંતરની આરજુ સાંભળી ન હોય તેમ ત્યાં આવી પહોંચ્યા ને ઊંચેથી ભીમસેનને ગળે ફાંસો ખાતે જે એટલે એકદમ આકાશ માર્ગેથી નીચે ઉતર્યા અને મધુર અવાજે બોલ્યા કે, ધર્મલાભ-ધર્મલાભ. વનના શીતળ અને શાંત વાતાવરણમાં આ અવાજ ગુંજી ઉઠયે. ધર્મલાભ શબ્દ સાંભળતા ભીમસેન આશ્ચર્ય ને આનંદથી એકદમ ચમકી ઉઠશે ને ઉભો થઈ ગયો અને મનમાં બેલી ઉઠે કે અહી આ જંગલમાં મને ધર્મલાભ આપનાર મારા ગુરૂ ભગવંત ક્યાંથી હોય ! એ તે મારી બેટી ભ્રમણ છે, છતાં અવાજ સંભળાયો હતે એ વાત તે સાચી છે, એટલે જમીન ઉપર ઉભે થઈને ચારે તરફ જવા લાગ્યા. ત્યાં તે એની અંતિમ સમયની ભાવના સાકાર બનેલી જોઈ. અહ, આ શું ? મહા તપોનિધિ દર માસ, ત૫ જ્ઞાનવંત યોનિંદ, શમ દમ ગુણ કે સાગર, પૂરણ પગ પૂજે ધરણિંદ, પોતાની સામે એક મહાન ઉગ્ર તપસ્વી, મહાનજ્ઞાની, શમ, દમ આદિ ગુણના ભંડાર એવા સંતને પોતાની સામે સાક્ષાત્ આવીને ઉભેલા જોઈને ભીમસેનનું હૈયું હર્ષથી નાચી ઉઠયું, એની આંખોમાં આનંદ ઉભરાઈ આવ્યું. એના સાડા ત્રણ કોડ મરાય ખીલી ઉઠયા ને ઘણાં ભાવપૂર્વક ભીમસેને વિધિપૂર્વક વંદણા કરી સુખશાતા પૂછી, પછી એમના ચરણને સ્પર્શ કરીને આનંદથી છલકાતી આંખેએ બે હાથ જોડી ઉભો રહ્યો. આ જંઘાચરણ સંત ધર્મઘોષસૂરિ હતા. આજે એમને ૬૦ ઉપવાસ બે મા ખમણ) ના પારણને દિવસ હતો એટલે ગૌચરી માટે તે આકાશગમન કરીને કઈ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમની કરૂણાદ્ર નજર ભીમસેન ઉપર પડી. વડની નીચે ગળે ફાસે નાંખતે ભીમસેનને જે. બે હાથ જોડીને નમસ્કાર મહામંત્રનું રટણ કરતા ભીમસેનને સાંભળે, એટલે તરત જ તેઓ નીચે ઉતર્યા અને ભીમસેનને આત્મહત્યાના મહાપાપમાંથી ઉગારવા તેની સમીપ આવીને ઉભા રહ્યા અને “ધર્મલાભ” એમ બેલીને આવીને ઉભા રહ્યા. મરતાં મરતાં પણ પિતાની આશા ફળી અને ગુરૂના દર્શન થયા તેથી તેના હર્ષને પાર નથી. હવે સંત ભીમસેનને શું કહેશે તેના ભાવ અવસરે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy