SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૯૭ મહાન પુણ્યાયે માનવભવ પામ્યા છે. તા આ ભવમાં એવી સાધના કરી કે જીવનનૈયા ભવસાગર તરી જાય. કાંઠે આવેલી નૈયા ડૂબે નહિ. આ મનુષ્યભવ રૂપી કિનારે આવી ગયા છીએ. હવે તા થૈડા પુરૂષા કરવાની જરૂર છે. આપણા માટે આ કાળ એવા સુવર્ણ સમય છે અલ્પ કરણીમાં મહાન કની નિર્જરા થાય છે. આવા સમય હાથમાંથી ચાલ્યા ન જાય તેને ખ્યાલ રાખો. અહીં મનુષ્ય ભવની દુલ ભતા સમજીને ગુણુસાર શ્રેષ્ઠીપુત્રે અઢળક સ'પત્તિને ત્યાગ કરીને દીક્ષા લીધી. દીક્ષા લઈને મારા ભાઈ કયાં હશે ! હુ હવે જલ્દી તેની પાસે જાઉં ને એના આત્માને જગાડું. એવા ભાવથી ચિત્ત મુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને પ્રતિધ પમાડવા માટે આવશે ને બંને ભાઈ એનું કેવી રીતે મિલન થશે તેના ભાવ અવસરે. ચરિત્ર : “ પંચ પરમેષ્ઠિ પદનું શરણુ લેતા ભીમસેન ”: ભીમસેને અબ્બે વખત ગળે ફ્રાંસા ખાધે પણ બચાવનાર મળી ગયા. હવે ત્રીજી વખત ગળે ફ્રાંસા ખાઈને મરવા તૈયાર થયા. વડની વડવાઈ એના ફ્રાંસે તૈયાર કર્યાં. ત્યાં અંદરથી એની સમુદ્ધિએ એને જાગૃત કર્યાં કે ભીમસેન ! જતાં જતાં પણ તારુ જીવન તા સાર્થંક બનાવતા જા. બુદ્ધિની ટકોરે ભીમસેન જાગૃત બન્યા. ફ્રાંસા ગળામાં પહેરી લીધા, પણ લટયેા ન હતા. તે પહેલાં એણે શું કર્યુ? પૂર્વ દિશા તરફ ઊભા રહીને એ હાથ જોડયા. આંખે બંધ કરીને મહા મગલકારી નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક રટણ કરવા લાગ્યા. નમા અરિહંતાણુ....નમા સિદ્ધાણુ....નમા આયરિયાણુ.....નમા ઉવજ્ઝાયાણુ....નમાલાએ સવ્વસાહૂણુ.. એમ એકાગ્ર ચિત્તે, શુદ્ધ ભાવપૂર્વક એકેક પદ ખાલતા ગર્ચા અને આખા ખધ કરીને જેમ કલ્પનાથી અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને સાક્ષાત્ નિહાળતા હાય એમ એકેક પદ ખાલીને મસ્તક નમાવવા લાગ્યા. તેમાં પહેલાં એ પદ નમા અરિહંતાણું...નમા સિદ્ધાણુ. એલ્યા પછી ત્રીજી પદ્મ નમે આયરિયાણંનુ આવ્યું. ત્યાં તે એના રૂંવાડાં ખડા થઈ ગયા. આચા ભગવાનને નમસ્કાર કરતા એના જાગૃત આત્મામાં ઉત્કૃષ્ટ ભાવનાના ઉછાળે આવ્યેા. અંતિમ સમયે ગુરૂદનના તલસાટ” :-તે મનમાં વિચારવા લાગ્યા કે અહા! આ સમયે મારા ગુરૂ ભગવ'ત કયાં બિરાજમાન હશે! આ સમયે જો મને એમના દર્શન થાય તે મારુ જીવન સફળ બની જાય, પણ એવુ' મારુ' ભાગ્ય કયાંથી હોય ? હું તેા વનવગડામાં ઊભેા છું. મને મારા ગુરૂભગવંતના દર્શનને ચાગ જ કયાંથી મળે ! (પૂ. મહાસતીજીએ અહી' પરદેશી રાજાની ગુરૂભક્તિની ભાવના સમજાવી હતી.) ભીમસેન ભગવાનને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે ભગવાન ! શુ` મારા અવતાર ગુરૂ ભગવંતના દન વિના એળે જશે ? હું વિધાતા ! આજ સુધી મેં તારી પાસે સુખ અને સ ́પત્તિ માંગી છે. તેના બદલે તે' મને દુઃખ અને વેદના આપી છે. તા પણ મેં તેને હસતા હસતા સ્વીકાર્યો છે. આજે મરણ પણુ એ જ રીતે સ્વીકારુ' છું. મરતા માણસની એક અંતિમ અભિલાષા પણ હું વિધાતા! તું પૂરી નહિ કરે? 66
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy