SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ શારદા સહિ છે, એને માટે કોઈ સાધના કે મહેનત કરવી પડતી નથી. મને તે વગર મહેનતે આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રત્યક્ષ પુરા જોઈને સંન્યાસીને શિષ્ય ઠગાર બની ગયે કે શું આ મહાત્માની સાધના છે ને શું એમની સિદ્ધિ છે! દ્રવ્યસિદ્ધિ બતાવવા આવેલો શિષ્ય ભાવ આત્મસિદ્ધિને સંદેશ લઈને ગ. - બ્રહ્મદત્ત ચક્રવતિએ અમૂલ્ય સાધના ગુમાવીને આ ભૌતિક અદ્ધિ-સિદ્ધિ માંગી અને માંગ્યા પ્રમાણે મળી ગઈ. ચક્રવર્તિના જે ચૌદ રત્ન અને નવ નિધિ હોય છે તે બધું સામેથી એમને આવીને મળે છે. ગઈ કાલે ચક્રવતિના ચૌદ રત્નમાં સાત એકેન્દ્રિય રત્ન શું શું કાર્ય કરે છે તે વિષે સમજાવ્યું હતું. હવે સાત પંચેન્દ્રિય રને કયા? (૧) સેનાપતિ રત્ન (૨) ગાથાપતિ રત્ન (૩) વાર્ષિક રત્ન (૪) પુરહિત - રત્ન (૫) સ્ત્રી રત્ન (૬) અશ્વરત્ન (૭) ગજરત્ન. આ સાત પંચેન્દ્રિય રત્ન છે. સાત પંચેન્દ્રિય રત્નનું કાર્ય - (૧) “સેનાપતિ રત્ન” વચલા બે ખંડેને તે ચક્રવતિ જીતે છે અને ચારે ખૂણાના ચારે ખંડ સેનાપતિ જીતે છે. વૈતાઢય પર્વતની ગુફાના દ્વાર દંડરથી ખેલે છે અને પ્લેચ્છોને પરાજય કરે છે. (૨) “ગાથાપતિ રત્ન” ચર્મરત્નને પૃથ્વીને આકારે બનાવી તેના ઉપર ચોવીસ પ્રકારનું ધાન્ય, બધી જાતના મેવા, મસાલા અને શાકભાજી વિગેરે દિવસના પ્રથમ પ્રહરે વાવે છે તે બીજા પ્રહરમાં પાકી જાય છે ને ત્રીજા પ્રહરે તૈયાર કરીને ચકવતિને ખવડાવી દે છે. તમારું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય પણ એનામાં આવી શક્તિ છે કે પહેલા પ્રહરે વાવણી કરે, બીજા પ્રહરે અનાજ પાકી જાય ને ત્રીજા પ્રહરે એ ખાવામાં કામ લાગી જાય! આ તે વિજ્ઞાન કરતાં પણ આગળ વધી જાય તેવું આ વિજ્ઞાન છે. (૩) “વાર્ષિક રત્ન”:- (સુથાર) એ મુહુર્ત માત્રમાં બાર જન લાંબા ને નવ જન પહોળા ૪૨ માળના મહેલો, પૌષધશાળા, રથ શાળા, પાકશાળા, બજાર વિગેરે બધી સામગ્રીથી પરિપૂર્ણ નગર વસાવી દે છે. માર્ગે જતાં ચક્રવતિ તેમાં સપરિવાર નિવાસ કરે છે. (૪) “પુરોહિત રત્ન” શુભ મુહુર્ત બતાવે છે. હસ્તરેખા, તલ-મસ વિગેરે, સ્વપ્ન, અંગનું ફરકવું વિગેરેના ફળ કહે છે. શાંતિપાઠ કરે, જાપ કરે છે. આ ચારેય રત્ન ચક્રવર્તિના નગરમાં હોય છે. (૫) “શ્રી રત્ન” વૈતાઢય પર્વતના ઉત્તર શ્રેણીના માલિક વિદ્યાધરની પુત્રી હોય છે. એ મહા રૂપવતી અને સદા કુમારિકા જેમ યુવતી રહે છે. એનું દેહમાન ચક્રવતિથી ચાર આંગુલ ઓછું હોય છે. એ પુત્ર પ્રસવ કરતી નથી. (૬) “અશ્વરત્ન” - પૂછડેથી મુખ સુધી ૧૦૮ આંગુલ લાંબે, ખુરથી કાન સુધી ૮૦ આંગુલ ઉંચે, ક્ષણભરમાં ધારેલા સ્થાને પહોંચાડનાર અને વિજયપ્રદાન કરનારો હોય છે. (૭) ગજરત્ન” – ચક્રવર્તિથી બમણે ઉંચે હોય છે. મહા સૌભાગ્યશીલ, કાર્યદક્ષ અને અતિસુંદર હોય છે. આ ઘોડે અને હાથી બને વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ બધા રત્ન ચક્રવતિ મહારાજાના હોય છે અને નવનિધિ હોય
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy