SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૫૩ કરીને સન્યાસીએ એક કાચની શીશીમાં રસાયણ ભરીને પોતાના શિષ્યને કહ્યુ` કે મારા મિત્ર જૈન સાધુ છે. એનું નામ આનંદઘનજી છે. મોટાભાગે તે જગલમાં આત્માન૬માં મસ્ત રહે છે માટે તું વનવન ફરવુ' પડે તે ફરજે . પણ મહાત્મા આનંદઘનજીને શેાધીને રસની ખાટલી તું હાથેાહાથ આપજે. શિષ્ય ના લઈ ને ગયા. શોધતાં શોધતાં એક વર્ષ થયુ. ત્યારે જંગલમાં એક પથ્થરની શિલા ઉપર મસ્ત ખનીને બેઠેલા મહાત્મા આનદધનજીના ભેટો થયેા. સન્યાસીએ આનંદઘનજી મહાત્માના ચરણમાં નમન કરીને રસાયણની માટલી આપી, ત્યારે મહાત્માએ પૂછ્યું કે ભાઈ ! આ શુ' છે ? ને તુ' કયાંથી લાવ્યેા છે? મિત્રના શિષ્યે કહ્યુ -મહાત્માજી! આપના મિત્ર સન્યાસીની દીક્ષા લીધી છે. એમના હુ' શિષ્ય છુ' એમણે ખાર વર્ષ સુધી સાધના કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે આપને ભેટ માકલી છે. આ અમૂલ્ય રસાયણ છે. એનું એક જ ટીપુ' લોખંડ ઉપર નાંખવામાં આવે તે હજારો મણ લોખંડનુ સાનુ` બની જાય છે. આખી દુનિયાની સંપત્તિ આ શીશીમાં સમાયેલી છે. જેમને માત્ર આત્મ સિદ્ધિની જ ઝંખના છે અને આત્માની સિદ્ધિ માટે જ જે તપ-ત્યાગ, યાનાદિ સાધના કરી રહ્યા હતા તેમને મન આવી સિદ્ધિનુ' શુ' મહત્ત્વ હોય એમણે તેા શીશી હાથમાં લઈ ને પોતે જે પથ્થરની શિલા ઉપર બેઠા હતા તેના ઉપર જોરથી પછાડી, એટલે શીશી ફૂટી ગઈ ને રસાયણ ઢોળાઈ ગયું. આ જોઈ ને સન્યાસીના શિષ્યને ખૂબ ક્રોધ આવ્યા. અરે, મારા ગુરૂએ આ મૂખને આવુ કિમતી રસાયણ શા માટે મેાકલાવ્યું ? જેની પાછળ બાર બાર વર્ષાં ગુમાવ્યા એ રસાયણની એણે આ દશા કરી ! આના કરતાં ન મેકલાવ્યું હાત તે સારુ' થાત. એના મુખ ઉપરના ભાવ જોઈને આનંદધનજીએ કહ્યુ...–કેમ ભાઈ! તને ક્રોધ આવ્યા ? ત્યારે કહે છે મારા ગુરૂએ તમને કેટલા પ્રેમથી આવું ક'મતી રસાયણ મેકલાવ્યુ. એની સિદ્ધિ કરતા એમને ખાર વર્ષ થયા ને તમને શોધતાં મને એક વર્ષ લાગ્યુ ત્યારે મને આજે તમારા દર્શન થયા. મને તેા એમ હતુ` કે મારા ગુરૂના મિત્ર કેવાય હશે, પણ તમે તે મૂખના સરદાર લાગો છે કે મારા ગુરૂએ પ્રેમથી મોકલાવેલા રસાયણને તમે ઢોળી નાંખ્યું, પછી ક્રોધ ન આવે તે શું થાય ? આનંદઘનજીએ કહ્યુ-તારા ગુરૂએ ખાર ખાર વર્ષ સુધી સાધના કરી ત્યારે લાખડને સુવર્ણ બનાવવાની સિદ્ધિ મેળવી કે ખીજું કઈ ? એની સિદ્ધિ તા લેખ ડને સેાનુ' બનાવે છે પણ પથ્થરને સાનુ' મનાવી શકતી નથી, ત્યારે મારી પાસે તે લોખંડ અને પથ્થર બંનેને સોનું બનાવવાની સિદ્ધિ છે. એમ કહીને પોતાની લઘુનીતિ પથ્થરની શીલા ઉપર છાંટી તેા પથ્થરની શીલા સાનાની બની ગઈ. એને પ્રત્યક્ષ બતાવીને કહ્યું કે જા....તારા ગુરૂને કહેજે કે આત્મસાધનાના અમૂલ્ય સમય તે આ નજીવી સિદ્ધિમાં ગુમાવ્યેા ! આત્મસિદ્ધિ માટેની સાધના કરતા આવી સિદ્ધિ તા સહેજે પ્રાપ્ત થાય 911 180
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy