________________
૫૫૨
શારદા સિદ્ધિ પણ છ ખંડની પ્રાપ્તિ કરવા માટે એમને પુરૂષાર્થ તે કરે પડે છે. બ્રહ્મદરે પૂર્વભવમાં કર્મની ક્રોડે ખપી જાય એવી ઉગ્ર સાધના કરી હતી પણ ધમકરણને સદે કરીને ચક્રવતિની પદવી ખરીદી. પુણ્યનું વેચાણ કરીને બ્રહાદત્ત ચક્રવતિની માફક પદવીઓ ખરીદી શકાય છે અને અભ્યાસ કરીને ડિગ્રી મેળવી શકાય છે પરંતુ સદ્દગુણ એક એ સિકકો છે કે જે કંઈ પણ કિંમતે ખરીદી શકાતું નથી. કેઈ પણ પદવી મળે પણ એની સાથે સગુણ હોય તે જીવ પદવીના મેહમાં કે સત્તામાં આસક્ત બનતું નથી. બ્રહ્મદત્ત ચકવતિએ તે ઉત્તમ કેહિનૂર જેવી કરણીના બદલામાં કાંકરા જેવી પદવી ખરીદી. તમારા સંસારમાં કઈ કેહિનૂર આપીને કાંકરા ખરીદે તે તમે એને કે કહેશે ? મૂખને ? એવી જ રીતે અમૂલ્ય કરણી ભૌતિક પદવી માટે વેચી દેનાર પણ જ્ઞાનીની દષ્ટિએ મૂર્ખ છે. મહાન પુરૂષને મન આત્મિક સંપત્તિ આગળ ભૌતિક સંપત્તિનું કંઈ જ મહત્વ નથી. - આત્માના અખંડ ઉપાસક અધ્યાત્મયોગી આનંદઘનજી મહાત્મા થઈ ગયા. એમણે જ્યારે દીક્ષા લીધી ત્યારે એમને એક મિત્ર પણ એમની સાથે દીક્ષા લેવા તૈયાર થયે ત્યારે એમણે કહ્યું, ભાઈ! જૈન ધર્મની દીક્ષા બહુ કઠિન છે. તારામાં એવી ગ્યતા દેખાતી નથી. સાધુને વેશ પહેરી લેવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી પણ વેશ પરિવર્તનની સાથે પ્રકૃતિનું પરિવર્તન થાય તે જ આત્માનું કલ્યાણ થાય છે, એટલે એમના મિત્રે સંન્યાસીની દીક્ષા લીધી અને આનંદઘનજીએ જૈન ધર્મની દીક્ષા લીધી. આનંદઘનજી ભેગી મહારાજ સંયમ લઈને આત્માનંદમાં મસ્ત બન્યા. લોકોને એમના ઉપર એવી શ્રદ્ધા હતી કે આ મહાત્માના દર્શન કરીએ તો આપણાં પાપ ધોવાઈ જાય. એમની ચરણરજ મસ્તકે ચઢાવીએ તે આપણું દુઃખ અને દરિદ્ર દૂર થઈ જાય, તેથી લોકે એમની પાસેથી ખસે જ નહિ. આખે દિવસ માણસો ભરાયેલા રહે, ત્યારે મહાત્મા આનંદઘનજીએ વિચાર કર્યો કે હું વસ્તીમાં રહીશ તે આ લોકે મને જપવા દેશે નહિ. મારે તે આત્માની સાધના કરવી છે. આત્મસાધના કરવા માટે આનંદઘનજી નગર છેડીને જંગલમાં જઈને વસ્યા. એમને સત્કાર સન્માનની કે ખાવા પીવાની પડી ન હતી. એમને તે બસ એક આત્મકલ્યાણ કરવાની લગની હતી. તેઓ ગામ છેડીને જંગલમાં ગયા તે જંગલમાં પણ એમની પાછળ લોકોના ટોળેટોળાં ઉમટવા લાગ્યા પણ એ તે મોટાભાગે આત્માની સાધના કરવામાં લીન બન્યા.
એમના મિત્ર જે સંન્યાસીની દીક્ષા લીધી હતી તે પણ સંન્યાસીને વેશ પહેરીને પર્વત, ગુફા અને જંગલમાં રહેવા લાગે. જંગલમાં અનેક પ્રકારની વનસ્પતિઓમાંથી ખૂબ મહેનત કરીને એક પ્રકારનું રસાયણ પ્રાપ્ત કર્યું. એ રસાયણનું એક ટીપું જે લોખંડ ઉપર પડે તે લોખંડ સોનું બની જાય. સંન્યાસીએ વિચાર કર્યો કે મેં આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે મારા મિત્ર આનંદઘનને હું રસાયણ કલાવું. એમ વિચાર