SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિતિ ૧૫૧ ધમની રુચિ થતી નથી. જેને પિત્ત જવરના રોગ લાગુ પડયા હોય તેને કેશરિયુ મધુર દૂધ, બદામના હલવા એવી મીઠી વસ્તુએ પણ કડવી લાગે છે, તેવી રીતે માહનીય કર્મીની પ્રખળતાથી ધર્મ જેવા મધુર અને ઉપકારક તત્ત્વ પણ મિથ્યાર્દષ્ટિવાળાને રુચિકર થતા નથી, પરંતુ મેાહનીય ક` શિથિલ થતાં જીવને ધર્માંની રુચિ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ આદિ કારણેાથી સ`સારી જીવાને હમેશા આશ્રવ અને અંધ થયા કરે છે. બંધના મુખ્ય કારણ પાંચ છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગ. પહેલા ગુણુસ્થાનકમાં બંધના પાંચે કારણેા વિદ્યમાન છે. ચાથે ગુણસ્થાનકે મિથ્યાત્વ સિવાયના ચાર કારણેાથી બંધ થાય છે. પાંચમા ગુણસ્થાનકમાં દેશવિરતિ થઈ જાય છે એટલે આંશિક રૂપમાં અવિરત દૂર થાય છે, તેથી ત્યાં પૂર્ણ રૂપથી ત્રણ કારણુ અને દેશરૂપથી અવિરતિજન્ય કર્માંના ખધ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં અવિરતિ સપૂર્ણ પણે દૂર થઈ જાય છે તેથી ત્યાં પ્રમાદ, કષાય અને ચેગ એ ત્રણ કારણથી મધ થાય છે. સાતમાથી તે દશમા ગુણસ્થાનક સુધી કષાય અને ચાગ એ એ કારણથી અંધ થાય છે. દશમા ગુણસ્થાનકના અંતમાં કષાયને ક્ષય અથવા ઉપશમ થવા પર આગળના તેરમા ગુણસ્થાનક સુધી ફક્ત યાગ ક`બ'ધનમાં કારણ છે. ચૌદમા ગુણસ્થાને યાગના નિાધ થઈ જાય છે તેથી ત્યાં કમબંધનનુ કાઈ કારણ નથી. તે ગુણસ્થાનકે પૂર્ણ અખધક દશા પ્રાપ્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આશ્રવ અને બંધના કારણેાની પ્રબળતાથી આત્મા અધિક ક`બધન કરે છે, અને તેના વિરાધી સ'વર અને નિરાની પ્રબળતાથી આત્મા ક્રમ બધન ઘટાડી નાંખે છે. આ રીતે આત્માના સ્વાભાવિક ગુણેાના વિકાસ થાય છે. આ વિકાસની અતિમ સીમા તે મેાક્ષ, ઉપરની વાતથી તમને સમજાશે કે મધના અભાવના અથવા સંવરને પ્રારભ સમ્યક્ત્વથી થાય છે, અને ઉપર કહી ગયા કે સમ્યકૃત્વ ચાથા ગુણસ્થાનમાં હોય છે તેથી કહી શકાય કે મેક્ષ માગની શરૂઆત ચાથા ગુણુસ્થાનથી થાય છે. જો કે ચેાથા ગુણસ્થાનકવાળા અવિરતિ સમ્યગ્દષ્ટિ હોવાથી વ્રતાનુ' આચરણ કરી શકતા નથી છતાં પણ શરાખ પીવી, દારૂ પીવા આદિ દુસના તથા ખરાબ કામે છેડી દે છે. સમ્યગ્દષ્ટ હિંસા, જૂઠ, ચારી, કુશીલ આદિ પાપોને હેય સમજે છે અને આ પાપાનુ... આચરણ કરવામાં તેની રુચિ રહેતી નથી. જો કે તે અહિંસા આદિ વ્રતને અંગીકાર કરી શકતા નથી પણ મિથ્યાષ્ટિની જેમ પાપને સારા સમજતા નથી અને કદાચિત ન છૂટકે પાપનુ આચરણ કરવું પડે તે તે પોતે પોતાને ધિક્કારે છે કે અરેરે....મારે આવું પાપ કરવું પડયું? આ પાપ કર્માંને લેાગવવા હું કયાં જઈશ ? એવી અરેરાટી એના અંતરમાં ચાલુ જ હાય. બ્રહ્મદત્તને ચક્રવતિ નુ' પદ્મ મેળવવા માટેના ચક્રરત્ન આદિ સાધના મળી ગયા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy