SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ անա છે. એ નવ નિધિ કઈ તે જાણેા છે ? ચૌદ રત્નની વાત કરી. હવે સાથે નવિધિની વાત વિચારીએ. (૧) નૈસનિધિ”—થી ગ્રામાદિ વસાવવાની, સેનાના પડાવ નાંખવાની સામગ્રી અને વિધિ પ્રાપ્ત થાય છે. (૨) “પડૂક નિધિથી ધન અને ફળ મળે છે. (૩) “સવરયણનિધિ”થી ચક્રવર્તિના ચૌદ રત્ના તથા સ ાતના ઝવેરાતની પ્રાપ્તિ થાય છે. (૪) “પિંગલનિધિ”થી મનુષ્ય અને પશુના આભરણાની પ્રાપ્તિ થાય છે. (૫) “મહાપદ્મનિધિ'થી બધી જાતના વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવા ધાવાની વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. (૬) “કાલનિધિ”થી અષ્ટાંગ નિમિત્તના ઇતિહાસના તથા કું ભકારાદિ કર્માંના શિલ્પશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. (૭) મહાકાલનિધિ”થી સેાનુ' વિગેરે અધી જાતના ધાતુના વાસણા તથા રોકડ ધનની પ્રાપ્તિ થાય છે. (૮) માણવડ મહાનિધિ'થી બધી જાતના અસ્ત્ર શસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. (૯) “શ...ખનિધિ”થી ધમ, અથ, કામ અને મેાક્ષના સાધન ખતાવનાર શાસ્ત્રોની તથા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, સડકી, ગદ્યપદ્યમય શાસ્ત્રોની તથા બધી જાતના વાજિત્રાની પ્રાપ્તિ થાય છે. આ નવ મહાનિધિ પેટીની જેમ ખાર ચેાજન લાંબી, નવ ચેાજન પહેાળી, આઠ યેાજન ઊંચી, આઠ પૈડાવાળી જ્યાં સમુદ્રની સાથે ગંગાનદી મળી છે ત્યાં રહે છે. જ્યારે ચક્રવતિ અઠ્ઠમ તપ કરીને એનુ આરાધન કરે છે ત્યારે ત્યાંથી નીકળીને ચક્રવર્તિના પગમાં નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુએ તેા સાક્ષાત્ નીકળે છે અને કમરૂપ (કાય કરવા રૂપ) વસ્તુને બતાવતી વિધિઓના પુસ્તકો નીકળે છે. જેને વાંચીને ઇષ્ટ અની સિદ્ધિ કરી શકાય છે. આ ચૌદ રત્ન અને નવિધિએ આ બધું જ્યાં સુધી રાજ્યમાં ચક્રવર્તિ રહે છે ત્યાં સુધી રહે છે. જો ચક્રવતિ દીક્ષા લે તે એમના દીક્ષા લીધા બાદ અગર જે દીક્ષા ન લે અને સ'સારમાં રહે તે તેમનું આયુષ્ય પૂરુ· થયા બાદ એ પોતપેાતાના સ્થાને ચાલ્યા જાય છે, પછી ચક્રવતિના પુત્રને માટે રહેતા નથી. કારણ કે એ બધું ચક્રવતિની પુન્નાઈથી મળે છે, એટલે ખીજા કોઈ એને લાગવી શકતા નથી. એ ચૌદ રત્ના અને નવિધિનું રક્ષણ કરવા માટે ચૌદ હજાર દેવા નિયુક્ત કરેલા હાય છે. તે દેવા જ આ બધું કાય કરે છે. આવા ચક્રવ્રુતિના ચૌદ રત્ના અને નવનિધિ હોય છે, ચક્રવર્તિની બીજી ઋદ્ધિ કેટલી હોય છે તેના વિશેષ ભાવ અવસરે, ચરિત્ર :- ભીમસેન રાજાના કેવા ગાઢ ક`ના ઉદય થયા છે. જે સાંભળતા પણ આપણુ' હૃદય કપી જાય છે. કેટલી હાંશે નવલાખની મિલ્કત લઈ ને આવતા હતા ને આ શુ થયુ ? વાંદરા ગોદડી લઈ ગયા. ગાડી લઈ ને વાંદરા ઝાડે ઝાડે કૂદકા ભરવા લાગ્યા. જોતજોતામાં તે વાંદરા દેખાતા બંધ થઈ ગયા ને કયાંના કયાંય પહાડ ઉપર ચાલ્યા ગયા. ભીમસેન તા જોતો જ રહી ગયા, એના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. “તટી પડેલુ ભીમસેનનુ' હૃદય ” હવે તે ગોદડી મળવાની કોઈ આશા જ ન રહી. ભીમસેનનું હૈયું નંદવાઈ ગયુ. ધેાર નિરાશાથી એનું મન ભાંગી ગયુ.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy