________________
૪૮
શારદા સિદ્ધિ તમે બધા નાટક સિનેમા જેવા જાઓ છે ત્યારે પ્રેક્ષક બનીને જાઓ છે. સિનેમા નાટકમાં ગમે તેવા પ્રસંગો આવે છતાં તેની અસર તમને થતી નથી, તેમ આ સંસારના સારે ને બેટા ગમે તે પ્રસંગોમાં તમે પ્રેક્ષક બનીને સાક્ષીભાવથી રહો.
જ્યાં મારાપણું માનીએ ત્યાં દુઃખ છે. મારાપણામાં રાગદ્વેષના તોફાન હોય છે, પણ સાક્ષીભાવમાં એવા તેફાન હેતા નથી. દા. ત. જેમ પોતાના ઘર ઉપર માણસને સામાન્ય રીતે રાગ હોય છે તેથી કેઈ સગાસ્નેહી કે બીજા ગમે તે માણસે પોતાના મકાનની બાંધણ , રંગરોગાન વિગેરે ઘણું સરસ બનાવ્યું છે એવી પ્રશંસા કરે તે મકાનને માલિક ખુશ ખુશ થઈ જાય છે અને જે એ મકાનમાં તિરાડો પડી જાય તે એના હૈયામાં ધકે પડે છે. આનું નામ મારાપણાની મમતા. પોતાના મકાનના બદલે બીજાના મકાનમાં તિરાડ તે શું પણ મોટા મોટા બકરાં પડી જાય તે સહેજ પણ દુઃખ થતું નથી, કારણ કે ત્યાં પિતે મકાન માલિક કર્તા છે એ ભાવ નથી તે પણ સાક્ષીભાવ છે, ઉદાસીનભાવ છે.
સનત્કુમાર ચકવર્તિના શરીરમાં સોળ સોળ રોગ ઉત્પન્ન થયા ત્યારે શરીર આવું અશુચિનું ભરેલું છે! જે દેહ અને દેહના સૌંદર્ય પ્રત્યે મને રાગ હતો તે જ દેહે મને દગો દીધે? બસ, આટલા વિચારે વૈરાગ્ય આવી ગયે ને છ છ ખંડની સમૃદ્ધિને લાત મારીને દીક્ષા લીધી, અને શરીરને રાગ છેડીને આત્માને રેગ રહિત બનાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા આદરી. રોગગ્રસ્ત શરીર હોવા છતાં મા ખમણના પારણે મા ખમણ કરતા હતા. એમના દેહ ઉપરના વેરાગ્યની પ્રશંસા સાંભળી બે દેવે વૈદનું રૂપ લઈને તેમની પરીક્ષા કરવા આવ્યા ને કહ્યું, મુનિરાજ! આપ અમને આજ્ઞા આપો તે અમે આપના રેગોને દૂર કરી દઈએ. મુનિ કહે છે મારે રેગ તે મટાડવા છે પણ આ શરીરના નહિ પણ આત્માના. હું કર્મોથી ઘેરાયેલો છું. એ રોગોને દૂર કરવા છે. બેલો, એ રેગોને દૂર કરવાની તમારામાં શક્તિ છે? મુનિની વાત સાંભળીને દેવોએ તેમના ચરણમાં પડીને માફી માંગી. મુનિરાજ! આપ અમારા અપરાધેની ક્ષમા કરે. અમે આપને ન ઓળખ્યા. આ મુનિને તપના પ્રભાવે અનેક લબ્ધિઓ અને શક્તિઓ પ્રગટ થઈ હતી. તેઓ પોતાની ઘૂંકવાળી આંગળી રેગભર્યા શરીર ઉપર ફેરવે તો રોગ મટી જાય ને કાયા કંચનવણું બની જાય, છતાં એમણે રેગ મટાડવાની ઈચ્છા ન કરી. કેટલી એમની દેહ પ્રત્યે નિઃસ્પૃહતા ! દેહમાં રહેવા છતાં દેહની મમતા ન હતી. એ તે સાક્ષી ભાવે દેહમાં વસતા હતા.
બંધુઓ ! આપણે આ સાક્ષીભાવ, નિસ્પૃહ ભાવ પ્રાપ્ત કરેલ હોય આવા મહાન પુરૂષના દષ્ટાંતે વાંચી તેના ઉપર ચિંતન મનન કરે તે જ્યારે રોગ આવશે ત્યારે સમભાવ રહેશે. ભલે, દર્દ મટી જતું નથી પણ આવા મહાન પુરૂષના સાક્ષીભાવના દાખલાઓ ભયંકરમાં ભયંકર વેદનાઓ સમતાપૂર્વક સહન કરવાનું બળ આપે છે.