SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૪૮૫ લાગે નથી. “કુન િનનન પુનતિ મજાનું ” વારંવાર જન્મ અને જન્મ પછી મરણ. જન્મ-મરણની સાંકળ તેડવાનું હજુ તને મન થતું નથી. કેઈ હળુકમી મુમુક્ષુ આત્માને જ્યારે જન્મ-મરણની સાંકળનું બંધન ખટકે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરતાં બોલી ઉઠે છે કે હે ભગવંત! “ભવમંડપમાં રે નાટક નાચો રે, હવે મુજને દાન દિને, ” આ સંસારના રંગમંડપમાં હું ખૂબ નાચ્ચે. હવે હું થાકી ગયો છું માટે હવે મને દાન આપો. પહેલાના જમાનામાં સિનેમાના થીએટરે ન હતા. નાટકકારે ઠેરઠેર પિતાની નાટક મંડળી લઈને ફરતા હતા. તેઓ મોટા મોટા રાજા મહારાજાઓના રાજદરબારમાં નાટક કરવા માટે જતા હતા. નાટયકારે ખૂબ સુંદર રીતે પોતાની બધી શક્તિઓને અજમાશ કરીને રાજા અને પ્રજા સમક્ષ નાટક કરીને રાજા, મહારાજા અને પ્રજાજનોને ખુશ કરતા, પછી ખુશ થયેલા રાજા પહેલા એ નાટયકારને બક્ષીસ આપે, ઈનામ આપે ને પછી પ્રજાજને પોતપોતાની શક્તિ અને ખુશી પ્રમાણે દાન આપતા ને નાટયકારની ઝેળી છલકાવી એને ખુશખુશાલ કરી દેતા હતા. આ નાટયકાર સમાન આપણે આત્મા છે. એ અનાદિ અનંતકાળથી પિતાના કર્માનુસાર નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ યોનિમાં ભમીને વિવિધ પ્રકારના નાટક ભજવી રહ્યો છે. એમાં જે સાધક આત્માઓ છે એમને આવા નાટક કરી કરીને ખૂબ થાક લાગે છે એટલે આંખમાં આંસુડા લાવીને કહે છે કે હે ભગવાન! હુ ભભવથી નાટ્યકારની માફક ખૂબ ના. નાચી નાચીને હું થાકી ગયો. હવે તે મારા ઉપર પ્રસન્ન થઈને મને દાન આપે. બંધુઓ! તમને એમ થશે કે પેલા નાટયકારને તે પૈસાના દાનની જરૂર હતી પણ સાધક આત્માને વળી કયા દાનની જરૂર છે? તમે જાણે છે ને કે સાધકને કર્યું દાન ખપે છે? એ કહે છે કે “ત્રણ રત્ન આપો મુજને ભગવંતજી, ” હે ભગવંત! મને ત્રણ રત્ન આપો. મારે બીજું કંઈ નથી જોઈતું. એ ત્રણ રસ્તે કયા છે? આ તમારા ઝવેરાત કે હીરા નહિ હ. જે રત્નત્રયીના નામથી પ્રસિદ્ધ છે એ ત્રણ રત્ન સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર. આ ત્રણ રત્નનું દાન સાધક આત્મા માંગે છે. એટલેથી પણ સાધકને સંતોષ થતું નથી એટલે કહે છે કે હે પ્રભુ! મારે તે તારી પદવી જોઈએ. પ્રભુ! મારે તારા જેવું થવું છે. આ તે સાધક આત્માની વાત થઈ, પણ તમે ભગવાનને પ્રાર્થના કરતા શું માંગે છે? લાડી, વાડી અને ગાડી રૂપ ત્રણ રત્ન માંગે છે કે મેં જે કહ્યા એવા રને માંગે છે? એવું કદી કહો છો કે હે ભગવાન! હવે મારે સંસારને રઝળપાટ કયારે ટળશે? અને આવું કદાચ કહેતા હે તે ભવભ્રમણના ખેદથી તમારું અંતર પશ્ચાત્તાપના આંસુથી છલકાઈ જાય છે ખરું? જેને ભવભ્રમણને ખેદ થતું હોય એ જ આત્મા ભવભ્રમણને ટાળી શકે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy