________________
શારદા સિદ્ધિ
૪૮૭, માટે સંસારમાં દરેક વસ્તુની મમતા છેડીને સાક્ષીભાવથી રહે. આપણે ત્યાં આવા મહાન તપસ્વીઓ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે તે કેવી રીતે કરે છે? એમણે દેહ ઉપરથી મમત્વભાવ ઉતાર્યો છે. બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીને આજે ૨૩ મે ને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને ૧૫ મે ઉપવાસ છે. તેઓ દરરોજ વગર ટેકે વ્યાખ્યાનમાં બેસે છે. આ દિવસ સ્વાધ્યાય, ધ્યાન બધું કરે છે. તમે ગઈ કાલે મોટી સંખ્યામાં નવસારી બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને માસખમણ તપના પારણે શાતા પૂછવા ને વંદન કરવા માટે ગયા હતા.
આ ઉત્તમ માનવ દેહ પામીને તપ-ત્યાગ આદિ ક્રિયાઓ કરીને જલ્દીથી આત્માને કર્મ રહિત કરવાને ઉત્તમ પુરૂષાર્થ કરે. માનવભવ એ મેક્ષ મેળવવા માટેનું નોલેજ મેળવવાની કેલેજ છે. વિદ્યાથી એસ. એસ. સી.માં પાસ થયા પછી કોલેજમાં આવે છે. કેલેજમાં આવ્યા પછી જે ડીગ્રી મેળવવી હોય તે મેળવી શકાય છે, તેમ માનવભવમાં આવ્યા પછી મોક્ષની મહાન ડીગ્રી મેળવી શકાય છે. માનવભવ એ પરીક્ષામાં પાસ થવાને હોંશિયાર કલાસ છે. બીજા ભવ તે ઠેઠ કલાસ છે. વિદ્યાર્થી સારી ડીગ્રી મેળવવા માટે રાત-દિવસ તનતોડ મહેનત કરે છે. જે મહેનત ન કરે ને ફેઈલ થાય તે એની આબરૂ જાય છે તેમ આ આત્મા માનવભવ પામીને મેક્ષમાં જવા માટે મહેનત ન કરે અને હતા તેવા ને એવા જે પાછા જાય તે ઈજત જાય ને? આજે માણસ પોતાના ઘરની, ગામની ઈજ્જત સાચવવા કેટલા વાનાં કરે છે! અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
અત્તરના વહેપારીનું ઉદયપુરમાં આગમન :– મેવાડ દેશની આપણે ઘણી ઘણી પ્રશંસા સાંભળી છે. જે ભૂમિમાં મહારાણા પ્રતાપ જેવા શૂરવીર અને ધીર પુરૂષને જન્મ થયે હતે. એવા મેવાડ દેશની રાજધાની ઉદયપુરમાં બનેલો આ પ્રસંગ છે. ઉદયપુરના મહારાજાની ખ્યાતિ સાંભળીને ઘણાં દૂર દૂર દેશથી અત્તરના વહેપારીઓ કીંમતીમાં કીંમતી ઉંચી નતના અત્તર લઈને વેચવા માટે ઉદયપુરમાં આવ્યા. આ સમયે મહારાજા પોતાના દિવાનખાનામાં બેઠેલા હતા. ત્યાં દ્વાર પાસે આવીને ખબર આપ્યા કે પરદેશથી કઈ માટે વહેપારી આપને દર્શનાર્થે આવ્યું છે. મહારાજાએ કહ્યું એમને અંદર આવવા દો. મહારાજાની આજ્ઞા થતાં પરદેશી વહેપારી મહારાજા પાસે આવ્યા એટલે મહારાજાએ એને આદર સત્કાર કરીને બેસાડે પછી પૂછયું કે તમે કયાંથી આવે છે ? આવનાર વહેપારીએ કહ્યું કે સાહેબ ! આપની ખ્યાતિ અને પ્રશંસા સાંભળીને હું ઘણાં દૂર દૂર દેશથી આવું છું, પછી પિતાની પાસે રહેલી અત્તરની પેટી ખેલતા કહ્યું કે હું અત્તરને વહેપારી છું. ઉંચામાં ઉંચી જાતના અત્તર લઈને આપની પાસે આવ્યો છું.
આજે ઘણાં ભાઈ બહેને પિતાના કાનમાં અત્તરના પુમડા ભરાવે છે અને કપડા