________________
૪૬૨
શારદા સિદ્ધિ નામના ચાંડાલને ઘેર મૂકી છે. આ સમાચાર જાણીને મને ખૂબ દુખ થયું. માતાને દુઃખમાંથી છોડાવવી એ પણ મારી ફરજ હતી એટલે હું મારા મૂળ વેશે તે ત્યાં ન જઈ શકું, તેથી હું સંન્યાસીને વેશ લઈને માતંગ ચાંડાલની પાસે ગયે ને તેને ખૂબ સમજાવીને મારી માતાને ત્યાંથી છોડાવીને મારા પિતાજીના મિત્ર દેવશર્મા બ્રાહ્મણને ત્યાં મૂકીને તમને શોધતે શેત આજે અહીં પહોંચે. આપનું મિલન થતાં મારું બધું દુઃખ ચાલ્યું ગયું.
બ્રહ્યદત્ત અને વરધનુનો પીછો કરતા સૈનિકે”:- આ રીતે વરધનુએ પિતાની વીતકકથા બ્રહ્મદત્ત કુમારને કહી. વાત પૂરી થઈ એ જ વખતે ત્યાં એક માણસ દોડતું આવ્યું ને તેમને કહ્યું કે આપ બંને જલદી અહીંથી ભાગી જાઓ, કારણ કે દીર્ઘરાજાના સૈનિકે આપની તપાસ કરતાં અહીં આવી રહ્યા છે. જુઓ, હજુ તે બંને મિત્રો મળ્યા ને સુખદુઃખની વાત કરીને હૈયું હળવું કર્યું. માંડ શાંતિને શ્વાસ લીધે ત્યાં તે ભાગવાનો વખત આવ્યે. દીર્ઘરાજાના સૈનિકો તમને શોધતા આવે છે. આ સમાચાર સાંભળીને બંને જણા જીવ લઈને ત્યાંથી શ્વાસભેર નાઠા. ચાલતા ચાલતા તેઓ કૌશાંબી નગરીમાં પહોંચ્યા. આ નગરી બહાર બગીચામાં બંને મિત્ર વિસામો ખાવા બેઠા. આ બગીચામાં સાગરદત્ત અને બુદ્ધિ નામના બે વહેપારી પુત્રે પિતાના બે કુકડાને સામસામી યુદ્ધ કરાવતા હતા. તેમાં એવી શરત હતી કે જેને કુકડે હારે તેણે એક લાખ રૂપિયા આપવાના. આવી શરત કરીને બંને કુકડાને સામસામી યુદ્ધ કરાવતા હતા. ઘણુ માણસે આ યુદ્ધ જેવા માટે આવ્યા હતા. બ્રહ્મદત્તકુમાર અને વરધનુ બંને મિત્રે પણ આ યુદ્ધ જેવા ઉભા રહ્યા. થોડીવારમાં બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને હરાવ્યો, તેથી સાગરદત્તને ખૂબ દુઃખ થયું, અને તેણે પિતાના કુકડાને બુદ્ધિલના કુકડા સાથે લડવા ખૂબ પ્રેરણા કરી પણ એને કુકડો ફરીથી લડવા તૈયાર ન થયું. આ જોઈને વરધનુએ સાગરદત્તને કહ્યું છે કોષ્ઠી ! તમારે કુકડે સારી જાતિને છે છતાં બુદ્ધિલના કુકડા સાથે લડવામાં કેમ હારી ગયે? આ વાતનું મને ખૂબ આશ્ચર્ય થાય છે.
તમારામાંથી કેઈને વાંધો ન હોય તે મારે જેવું છે કે બુદ્ધિલને કુકડે કે છે! વરધનુની વાત સાંભળીને સાગરદને કહ્યું–ભાઈ! ખુશીથી જુએ ને. કુકડાને જોવામાં કેણ વિરોધ કરી શકે તેમ છે? હું એક લાખ રૂપિયા હારી ગયે એની મને ચિંતા નથી પણ મારી પ્રતિષ્ઠા ગઈ એનું મને દુઃખ છે. તમે બુદ્ધિલના કુકડાને ખુશીથી જોઈ શકે છે, એટલે વરધનુ બુદ્ધિલના કુકડાને જોવા લાગે, ત્યારે બુદ્ધિલના મનમાં થયું કે આ માણસ મારા કુકડાને જોઈ રહ્યો છે માટે હમણું મારી પોલ પકડાઈ જશે, એટલે એણે વરધનુને ખાનગીમાં કહી દીધું કે હું તમને ૫૦૦૦૦ રૂપિયા આપીશ પણ તમે મારી વાત બહાર પાડશે નહિ. એમ કહી દે કે કુકડામાં કાંઈ નથી. વરધનુ