________________
શારદા સિદ્ધિ
ra
બુદ્ધિલને શાંત રહેવાનું કહીને કુકડાને ધારીધારીને જોવા લાગ્યા. તે જોયું કે કુકડાના પગમાં ઝીણી સેાય બાંધેલી હતી. તેના કારણે ત્રાસ પામીને સાગરદત્તના કુકડા હારી ગયા હતા. વરધનુએ ધીમે રહીને કોઈ ન જાણે તેમ એ સાય કાઢી લીધી ને જાહેરમાં કહ્યું કે મેં બુદ્ધિલના કુકડા જોઈ લીધા. એમાં કઈ નથી. એમ કહીને વરધનુ ત્યાંથી એક બાજુ પર ખસી ગયા ને સાગરદત્તને ખાનગીમાં સત્ય વાત જણાવી દીધી, એટલે સાગરદરો ફરીથી પેાતાના કુકડાને બુદ્ધિલના ટુકડા સાથે લડાઈ કરવા તૈયાર કર્યાં. બંને કુકડા ફરીથી લડવા લાગ્યા. આ વખતે સાગરદત્તના કુકડાએ બુદ્ધિલના કુકડાને હરાવી દીધા એટલે બુદ્ધિલ પણ એક લાખ રૂપિયા હારી ગયા. આ વખતે સાગરદત્ત ખૂબ પ્રસન્ન થયા ને એણે વરધનુને કહ્યું હું આ ! આપની કૃપાથી મારા કુકડા આ વખતે જીત્યા છે, એટલે મારી પ્રતિષ્ઠા પણ જળવાઈ ગઈ છે, માટે આપ મારા ઘેર પધારે તે મને ખૂબ આનંદ થશે. એમ કહીને સાગરદત્ત બંને મિત્રાને પેાતાના રથમાં બેસાડીને પેાતાના ઘેર લઈ ગયા ને તેમને ખૂબ આદર સત્કાર કર્યાં. સાગરદત્તના પ્રેમ જોઈને અને જણા ત્યાં આનંદથી રહેવા લાગ્યા સાગરદત્ત અને મિત્રને પેાતાના જમાઈની જેમ સાચવે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:– “ભીમસેનને ચિ ંતાતુર જોઈને માદીએ આપેલુ આશ્વાસન” :દુઃખીએના દુઃખ દૂર કરવા રાજાના જમાઈ સવારી સાથે ગઈકાલે નીકળ્યા હતા અને હુવે છ મહિના પછી રાજા નીકળશે. આ સમાચાર જાણીને ભીમસેન એકદમ ઉદાસ થઈ ગયા. હવે છ મહિનાના સમય કેવી રીતે ને કયાં પસાર કરવા? એમ અનેક પ્રકારના વિચારો કરતા બેઠા હતા. ધનસાર નામના એક મોટા અનાજના વહેપારી જે રાજાના મેદી હતા તે તે વખતે ત્યાં હતા. ભીમસેનના મુખ ઉપરના ભાવા જોઈ ને તે સમજી ગયા કે નક્કી આ માણસ ખૂબ દુઃખી છે. દુઃખના માર્યાં આવ્યા છે પણ હવે છ મહિના કેમ કાઢવા તેની ચિંતામાં પડયા છે. એણે કહ્યુ ભાઈ ! તમે કણ છે ને કયાંથી આવા છે ? ભીમસેને પોતાની બધી કહાની ધનસારને કહી સંભળાવી. ધનસારને ભીમસેનની ખૂબ દયા આવી તેથી એણે મમતાથી કહ્યુ-ભાઈ! હાય, આપણુ. ભાગ્ય જ જયાં ફ્યુ· હોય ત્યાં કાને દોષ દેવા ? સૌ જીવા ભાગ્યને આધીન છે. તું મુંઝાશ નહિ. આ છ મહિના તુ' મારે ઘેર રહેજે, ખાજે, પાજે ને મારી દુકાનનું કામ કરજે. છ મહિના તા કાલે વીતી જશે ને તારું દુઃખ દૂર થશે, માટે તું ઊઠ, ઊભેા થા. તુ ચિંતા ઇંડીને મારે ઘેર ચાલ. આવા જમ્મર પાપેયમાં પણ પુણ્યનું કિરણ ફૂટયું. ધનસારના આવા વચન સાંભળીને ભીમસેનને કંઈક હિંમત આવી એટલે તે ધનસારને ઉપકાર માનતા કર્મીની લીલાથી આશ્ચર્ય અને દુઃખ પામતા એ તેને ઘેર આવ્યો ને દુકાનના કામે લાગી ગયા. પેાતાની તલવાર અને ઢાલ ધનસારને સાચવીને મૂકવા