SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ શારદા સિદ્ધિ પણ અધિક પ્રિય હોય છે. શાસ્ત્રના પવિત્ર પાણી વિના આત્મશુદ્ધિ થતી નથી, માટે દરેક મનુષ્ય શાસ્ત્રના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે આપણને જિનવચન સાંભળવા મળે છે. જિનવચન ભવસાગરથી તારનાર છે. જિનવચન કેવા મંગલમય છે! મંગલકારી જિનવચને રાજાઓને તાર્યા ને રકને તાર્યા, અભણ અને વિદ્વાનને, બાળક અને બુદ્દાઓને પણ તાર્યા છે. સર્વ જીવોની દયા, સર્વ પાપને ત્યાગ બતાવનારા જિનવચને કેવા હિતકારી છે! આ રીતે મનથી પણ જિનવચનના ગુણગાન કર્યા કરે છે એની સારી અસરથી મલિન ભાવ ન જાગે અને જીવ પાપ પરિણતિમાં પણ જોડાય નહિ. જિનવચનના ગુણગાન અંતરમાં વારંવાર ચાલતા હોય તે દષ્ટિ જાગૃત બને, અને જાગૃત દષ્ટિ વિષય સામે આવતા જીવને સાવધાન બનાવે છે કે આ ઝેરી નાગ તારી સામે આવ્યા. દિલમાં જિનવચન પ્રત્યે શ્રદ્ધા હોય, બહુમાન હોય અને એના જ ગુણગાન ગવાતા હોય પછી વિષય પ્રત્યે એ જીવને આસક્તિ હોય ખરી? ના. તેને તે વિષે કાતિલ ઝેર જેવા લાગે. આવા જાગૃત જીવને વિષ પ્રત્યે બિલકુલ આસક્તિ કે આકર્ષણ ન થાય. ધર્મ પરિણતી જાગતી રહે. છતાં માને કે અનાદિન કુસંસ્કારવશ વિષયે તરફ આસક્તિ કે આકર્ષણ થાય તો પણ એની ઝેર રૂપે ઓળખાણ હૈયામાં જાગતી પડેલી હોય એટલે એના મનમાં થયા જ કરે કે હું બેટા માર્ગે જઈ રહ્યો છું, ઝેર ખાઈ રહ્યો છું. કયાં સુધી આ ઝેર ખાવાના ! જે આવો એળખાણ અને સંતાપ હૈયામાં જાત હોય તે એ ધર્મ પરિણતિ છે. જિનવચનની શ્રદ્ધાવાળા જીવને પાપકર્મ કરવા પડે તે એના દિલમાં ખટક્યા કરે છે કે આ સંસારમાં બેઠો છું એટલે પાપસ્થાનક સેવવા પડે છે. કયારે હું આ પાપમાંથી છૂટીશ? આગળના રાજા મહારાજાએ જિનવચન સાંભળીને એવી ભાવના કરતા હતા કે કયારે આ રાજભવના પિંજરમાંથી છૂટકારો થાય ! આ રાજવૈભવ અને સુખ એ કંઈ ધર્મ પ્રવૃત્તિ નથી પણ પાપની પ્રવૃત્તિ છે. આવી સુખની સાહાબીમાં પણ આવી જાગૃતિ, વૈરાગ્યભાવના અને ચારિત્ર લેવાના કેડ જાગવા એ કંઈ સામાન્ય વાત નથી. અંતરમાં જિનવચનની શ્રદ્ધાની જ્યોત જલતી હોય, ધર્મ પરિણતિ જીવતી ને જાગતી હોય ત્યારે આવી ભાવના થાય છે, આટલા માટે તમને વારંવાર ટકેર કરીએ છીએ કે જિનવચન પ્રત્યે શ્રદ્ધા કરે અને રત્ન જેવું જિનશાસન મળ્યું છે તેને સદુપયોગ કરી લો. હવે આપણે મૂળ વાત વિચારીએ. “બ્રહ્મદત્તને પોતાની વીતક કહાની કહેતે વરધનુ”:- બ્રહ્મદત્તને ઘણા સમયે પિતાને મિત્ર વરધનું મળ્યું તેથી બંનેના હર્ષને પાર ન રહ્યો. વરધનુના કહેવાથી બ્રહ્મદત્ત પોતાની કહાની બધી કહી સંભળાવી, પછી વરધનું કહે છે હે કુમાર ! હું તમને વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા ગયો. ત્યાં પાણીની શોધમાં ભટકતે હતે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy