SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધ ૪૫૯ “ નબળાનું ભાગ્ય નબળુ :- હાય....નબળાનું ભાગ્ય નબળુ જ હાય છે. અરેરે....હું ભાગ્ય ! તુ કેટલું બધુ નિર્દય છે. જો તારે મને દુઃખ જ આપવું છે તા હવે મને તુ' માત આપને! મારાથી હવે આ દુઃખ સહન થતું નથી. મારા મહાન પુણ્યેાયે મને આવેા મનુષ્યભવ મળ્યા છે. પૂર્વે કઈક સુકૃત કર્યાં હશે તેથી રાજવૈભવ અને સુખસાહ્યખી મળ્યા. તે ભાગવતા મે' કદી પ્રમાણિકતા, ન્યાય અને નીતિનુ* ઉલ્લઘન કર્યું નથી છતાં આજે મારી કેવી છૂરી હાલત થઈ છે! મારે જંગલે જંગલ ભટકવુ પડે છે. ભૂખ્યા ને તરસ્યા આથડવુ' પડે છે. મારા બાળકોને પણ મારે ભૂખ્યા સૂવાડવા પડે છે. મારી સાથે મારી પત્નીને પણ બધા દુઃખા સહન કરવા પડે છે. અરેરે....ભગવાન ! મારા દુઃખાને તે કોઈ પાર નથી. કોણ જાણે કયારે આ દુઃખમાંથી મારા છૂટકારા થશે? હવે કયાં જવું ? શુ કરવુ' ?છ મહિનાના સમય કેવી રીતે પસાર કરવા ? મારે ત્યાં સુધી કયાં રહેવુ? આ નગરમાં મને કોઈ એળખતુ પિછાણતું નથી, તેા ખીજુ કાણુ નાકરી રાખે ? આમ અનેક પ્રકારના વિચારો કરતા બેઠા હતા. હવે ત્યાં ભીમસેનને કાણુ મળશે ને શું ખનશે તેના ભાવ અવસરે. * વ્યાખ્યાન ન. ૪૪ ભાદરવા સુદ ૯ને શુક્રવાર તા. ૩૧-૮-૭૯ અનંતજ્ઞાની, વાત્સલ્ય વારિધિ, વીતરાગ પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્ર્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણીના શબ્દે શબ્દમાં ગહન ભાવા ભરેલા છે. શાસ્ત્રનુ` કામ સત્યના પ્રકાશ કરવાનુ' છે. જે વસ્તુ જેવી હોય તેને તેવા સ્વરૂપે બતાવવાનુ કામ શાસ્ત્રનુ' છે. કયાં આત્માનુ' હિત છે ને કયાં અહિત છે તેને સ્પષ્ટ બતાવે તે શાસ્ત્ર. માટે સ`જ્ઞ પુરૂષાએ રચેલા પવિત્ર શાસ્ત્રોના વચન પર કદી અશ્રદ્ધા કે, અવિશ્વાસ ન કરવા. મેાક્ષાભિલાષી મનુષ્યેાના જીવનમાં તેા શાસ્ત્રો મુખ્ય હાય છે. શાસ્ત્ર કહે એ જ સાચું. આવી દૃઢ શ્રદ્ધા મુમુક્ષુ મનુષ્યની હેાય છે. શાસ્ત્રની શ્રદ્ધા કર્યા સિવાય કદી મેાક્ષ મળતા નથી. આપમતિનુ' વિસર્જન કરીને શાસ્ત્રમતિને ધારણ કરવાથી મેક્ષની સિદ્ધિ થાય છે. શાસ્ત્રવચનમાં શંકા કરવાથી સાધના ડહેાળાઈ જાય છે. શાસ્ત્રના માદન અનુસાર આત્માએ મેાક્ષમાર્ગે આગળને આગળ કદમ ઉઠાવતા રહેવુ' જોઈ એ. શાસ્ત્રને આગળ કરીને ચાલ્યા સિવાય મેક્ષમાગ ઉપર આગળ નહિ વધાય. શાસ્રવચનને આગળ કરીને ચાલનાર જીવ સહેલાઈથી સસાર અટવીને આળગી શકે છે. શાસ્ત્ર ત સુમુક્ષુની આંખ છે. મુમુક્ષુ જીવ એ આંખથી જોઈ ને દરેક કાર્ય કરે છે. આત્માથી જીવ શાસ્ત્રને ખૂબ માન આપે અને શાસ્ત્રના દરેક અભિપ્રાયને માન્ય રાખે. તેને શાસ્ત્ર પ્રાણથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy