SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૪૨૫ પાવરધા રાજાની રાજ્યકળા દુશ્મનને પાછા પાડે છે, તેવા રાજાને જોઈને દુશમને ઢીલા થઈ જાય છે, હોંશિયાર ડકટરની ચિકિત્સા રેગીના રોગ મંદ પાડે છે તે રીતે ધર્મકળાથી આત્માના ગુણને નાશ કરનાર શત્રુઓ નબળા અને શક્તિહીન બને છે. સુંદર માનવજીવન પામ્યા પછી હવે સજાગ બને, જાગૃત બને. સંસારની કળામાં ઓતપ્રેત રહીને સંસાર ઘણો વધાર્યો. હવે બને તેટલી ધર્મકળા વધુ ને વધુ વિકસાવી સંસારને ઓછો કરવાની કિંમતી તક આપણું હાથમાં આવી છે. એ તકને બરાબર વધાવી લો. આ જીવન તે ક્ષણભંગુર છે. જોતજોતામાં તે પૂરું થઈ જશે, માટે સંસારકળાઓ પડતી મૂકીને ધર્મકળામાં વિકાસ કરતાં જાઓ તે ભાવિ અનંતકાળ ઉજ્જવળ બનશે. દાન કરવાને સમય આવ્યે ને સંસારકળા અજમાવીને તેમાંથી છટકી ગયા, તે પુણ્ય કમાયા કે ગુમાવ્યું? સંસારકળા ઘણું જાણીએ છીએ ને વાપરીએ છીએ. ભલું થોડું કરી બહાર ઘણું બતાવીએ છીએ, હદયમાં ઝેર ભર્યું છે પણ ઉપરથી મીઠું બોલીને યશ મેળવીએ છીએ. આવી સંસારકળાને અપનાવવાથી ઉત્તમ ભવ હારી જવાય છે. અનંતકાળે મળેલ આત્મસંશોધન અને આત્મસ્વાતંત્ર્યની તક બરબાદ થઈ જાય છે માટે સંસારકળાને પડતી મૂકે ને ધર્મકળાને અપનાવે. સંસારનું સ્વરૂપ સમજાવતા અનંત ઉપકારી, કેવળજ્ઞાની ભગવંત બોલ્યા છે કે, संसारम्भि असारे जाइ-जरा-मरण विप्पगहियंमि । દિવસ નથિ સોલંવ, તા મોવો ૩વા મહાનિશીથ સૂત્ર જન્મ-જરા-મૃત્યુથી પકડાયેલો આ સંસાર અસાર છે, તેથી જીવને એમાં સુખ નથી, માટે જન્મ-જરા-મૃત્યુથી પર એવો મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંસાર કળાને છોડી દઈ ધર્મકળાને અપનાવવી પડશે. મોક્ષ એ એક એવી અવસ્થા છે કે જે પામ્યા પછી કંઈ મેળવવાનું બાકી રહેતું નથી, ત્યારે સંસાર એક એવી અવસ્થા છે કે જેમાં કાંઈ ને કાંઈ મેળવવાનું બાકી ને બાકી રહે છે. સંસાર એટલે હંમેશા કાંઈને કાંઈ મેળવવાનું બાકી. દા.ત. છેક ભણીગણીને હોંશિયાર થયે, યુવાન બન્યા એટલે માતાપિતા કહેશે કે હવે પની મેળે એટલે કે લગ્ન કર. પત્ની મળી ગઈ પછી ઘર મેળવે. ઘર વસાવ્યું એટલે સુંદર ફનચર, ઉપભેગના સાધન મેળવો. આ રીતે એક પછી એક મેળવવાની ઈચ્છા વધતી જાય. છતાં એમાં ક્યાંય કાયમી તૃપ્તિ કે આનંદ તો છે જ નહિ. તમે લાખ ચીજો મેળવે છતાં અંતે મેળવેલું મૂકાવનાર મૃત્યુ તે ઊભું જ છે. હજુ કર્મો બાકી છે એટલે મૃત્યુ પછી જન્મની કેદ. અંતે પાછું મૃત્યુ ને ફરી જન્મની કેદ. આવા સંસારમાં જીવને સુખ કયાંથી મળે ? સુખ તે છે મોક્ષમાં કે જ્યાં શરીરની કેદ નહિ. સર્વ કર્મોથી આત્મા મુક્ત બન્યું એટલે આત્મા અશરીરી બની ગયે. શરીર નથી ત્યાં કંઈ મેળવવાનું બાકી નથી. શરીર છે તે બધી ઉપાધિ છે. એ માટે પાપ કરવાં પડે. શરીર નથી શા, ૫૪
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy