SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ શારદા સિિ જુઓ, દાન દેવામાં કેટલો બધા લાભ છે અને દાન દીધા પછી દાનના આનંદ પણ અનેાખા હૈાય છે. શાલિભદ્રના જીવે આગલા ભવમાં માગી તાગીને ભેગી કરેલી ખીર માસખમણુના તપસ્વી સતને ઉત્કૃષ્ટ ભાવથી વહેારાવી દીધી. વહેારાવ્યા પછી પણ એના અંતરમાં કેટલો અપૂર્વ આનંદ! પરિણામે ખીજા ભવમાં શાલીભદ્રની ઋદ્ધિ પામ્યા. મને આવી ઋદ્ધિ મળે એવા ભાવથી દાન દીધુ' ન હતું પણ ઉત્કૃષ્ટ ભાવથી દાન દીધું હતુ. તમે બેસતા વર્ષે શારદાપૂજન કરે છે ત્યારે ચાપડામાં લખા છે ને કે શાલિભદ્રની ઋદ્ધિ મળજો પણ સાથે એ લખેા છે કે શાલિભદ્રે લખલૂટ ઋદ્ધિને ત્યાગ કરી સયમ લીધા તે અમને પણ એવા સયમના ભાવ આવજો. (હસાહસ) ઋદ્ધિ તા મમ્મણ શેઠને પણ મળી હતી પણ એને એની ઋદ્ધિની આસક્તિ નરકમાં લઈ ગઈ ને શાલિભદ્રે એની ઋદ્ધિને ત્યાગી તે અનુત્તર વિમાનમાં ગયા ને એકાવતારી બન્યા. “ભાવનામાં આવેલું આસક્તિનું ઝેર્’:~ મમ્મણ શેઠની આવી દશા કેમ થઈ એ જાણેા છે ને ? મમ્મણ શેઠના આગલા ભવમાં એમના ઘેર માસખમણના તપસ્વી સત પધાર્યાં, ત્યારે એના ઘરના બધા જમવા ગયા હતા ને શેઠ ઘેર હતા. એમના માટે પીરસણું આવ્યુ હતુ. સ'તને પેાતાને ઘેર પધારતા જોઈ ને શેઠ હુ ઘેલા મૈંની ગયા. પધારો....પધારો....ગુરૂદેવ ! મહારાજ પધાર્યાં. પાતાને માટે પીરસણામાં આવેલા લાડવા મહારાજને વહેારાવે છે. મહારાજ કહે છે ભાઈ! એક જ લાડવેા લો ં પણ એણે તે ખૂબ આગ્રહ કર્યાં એટલે સંતે કહ્યુ` ભાઈ! તમારી ખૂબ ભાવના છે તે એ લાડવા લો પણ શેઠે તા ઉત્કૃષ્ટ ભાવે ચાર લાડવા આવ્યા હતા તે ચારે ચાર વહેારાવી દીધા. મહારાજ તે વહેરીને ગયા. શેઠના અંતરમાં આન'દ સમાતા ન હતા. મને આજે તપસ્વી સ'તને વહેારાવીને સુપાત્ર દાન દેવાના લાભ મળ્યો, પશુ પાછળ લાડવાની કણી ખાધી ને તેના સ્વાદ આવ્યેા કે તેમના ભાવમાં પલ્ટો આવ્યેા. અહાહા....આ શું કર્યું" ? એક રાખ્યા હત તે। સારુ` હતુ`. એમ વિચારીને તે સંતની પાછળ ગયા ને ઉપાશ્રયમાં પડેલા પાતરામાંથી લાડવા લઈ લીધા. શેઠે ઉત્કૃષ્ટ ભાવે દાન દીધું તેથી પુણ્ય બંધાઈ ગયુ. એટલે ઋદ્ધિતા પુષ્કળ મળી પણ પાછળથી દીધેલું પાછુ લાવ્યા તેના કારણે મમ્મણુ શેઠ બન્યા, પણ એવા ક*જૂસ કે પોતે ખાય નહિ ને ખીજાને ખાવા દે નહિ. એને તેા તેલ ને ચાળા સિવાય કઈ સદે જ નહિ. જો તમારે આવી દશા ન કરવી હેાય તે તમારા પુણ્યે તમને જે સ*પત્તિ મળી છે તેના સદુપયાગ કરો. પરિગ્રહની મમતા ઘટાડા. લક્ષ્મીને તિજારીમાં પૂરી રાખશે તે એ કટાળી જશે પણ જો તેને છૂટા હાથે દાનમાં વાપરશેા તે લક્ષ્મી તિજોરીમાં વધતી જશે. આ ભારત ભૂમિમાં કેવા મહાન દાનેશ્વરી પુરૂષા થઈ ગયા છે. ઇતિહાસના પાને એમના નામ સુવર્ણાક્ષરે લખાયા છે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy