SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ શારદા સિદ્ધિ પણ દાન એ કંઈ માત્ર દઈ દેવા જેવી મામૂલી ક્રિયા નથી પણ દાન તે ધરતીમાં ધાન્ય વાવવા જેવી મહત્વની ક્રિયા છે. ખેડૂત ધાન્યની વાવણી કરે છે. વાવણીમાં પિતાને ઉપકાર મુખ્ય છે તેથી ખેત પિતે સેંઘુ ને સસ્તું અનાજ ખાય છે પણ ધરતીમાં વાવવા માટે તે સારામાં સારું ને મેંઘું અનાજ લાવે છે ને વાવે છે. દાતાએ પણ ખેડૂતની માફક બીજાને ઉપકાર માટે નહિ પણ પિતાના ઉપકાર માટે દાન દેવાનું છે. દાન દેતી વખતે દાતાર એ વિચાર કરે છે કે હું જે દાન દઈ રહ્યો છું તે લેનાર ઉપર કંઈ ઉપકાર કરતા નથી પણ હું તે મારા પિતાના ઉપર ઉપકાર કરી રહ્યો છું. તે દાતારનું દાન નમ્રતાથી શોભી ઊઠે ને માનના મેલથી અલિપ્ત રહી શકે. માન રહિત અને નમ્રતાથી દીધેલું દાન ધરતીમાં વાવેલા એક કણ મણ બનીને બહાર આવે છે તેમાં થોડું દાન પણ ભવિષ્યમાં મહાન ફળ આપનાર બને છે, અને પિતાના ઉપર ઉપકાર કરવાની સાથે જગત ઉપર પણ ઉપકાર કરનાર બને છે. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે દાન એ અહિંસક જીવન જીવવાની એક અનોખી કળા મનુષ્યને શીખવાડે છે. ભગવાને કહ્યું છે કે “રાળrf તે અમથuથા” સવ દાનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ દાન હોય તે અભયદાન છે. અહિંસક જીવન સાધ્ય છે ને અભયદાન એનું સાધન છે. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા તરફથી કઈ જીવને ભય ન રહે તે માટે સર્વ જીને અભયના દાતા બનવું જોઈએ, અને જે અભયદાન દેનાર બને છે એનું જીવન અહિંસક બન્યા વિના રહેવાનું નથી, એટલે અહિંસક જીવનના વિરાટ વડલાનું બીજ અભયદાન છે, માટે શીલ તપ અને ભાવની પવિત્ર ધરતી ઉપર મુસાફરી કરવી હોય તે સર્વપ્રથમ દાનનું પગલું ભરવું પડશે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે શીલનું શિખર સર કરતા પહેલાં, તપના તેજ પામતા પહેલાં, અને ભાવનાની ભવ્યતાને ભેટવા જતા પહેલાં આપણે પાયાનું મૂળ સૂત્ર યાદ કરવું જોઈએ કે “ધર્માણિ પરં રા” ધર્મની આદિ દાનથી થાય છે. દાનનો મહિમા અપરંપાર છે. શુદ્ધ ભાવથી આપેલું દાન કયારે પણ નિષ્ફળ જતું નથી. એક સંસ્કૃતના લોકમાં કહ્યું છે કે "पात्र धर्मनिबन्धनं तदितरे श्रेष्ठं दयारव्यापकं, मित्रे प्रीतिविवधन, तदितरे वैरापहारक्षमम् । भृत्ये मक्तिभरावहं नरपतौ संमानसंपादकं, भट्टादौ सुयशस्करं वितरणं नक्वाप्यहा निष्फवम्॥" સુપાત્રને દાન દેવાથી ધર્મ થાય છે. અન્ય ગરીબોને દાન દેવાથી દયા પળાય છે, મિત્રને દાન દેવાથી પ્રેમ વધે છે, શત્રુને દાન દેવાથી વૈરને નાશ થાય છે, નેકરેને દાન દેવાથી ભક્તિ પેદા થાય છે, રાજાને આપવાથી સન્માન વધે છે અને ભાટચારણને દાન દેવાથી એ યશ કીતિ ફેલાવે છે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy