SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિરિં ત્યાં તે માટે કઈ પાપ નહિ. પાપ નહિ એટલે કર્મબંધન નહિ. કર્મ નહિ એટલે જન્મ-જરા અને મૃત્યુ આદિ કંઈ દુઃખ નહિ, માટે ભગવાન કહે છે કે આ કિંમતી માનવ ભવમાં મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરે. જ્ઞાની પુરૂષોની આ વાત જે બરાબર મગજમાં ઠસી જાય તે સંસારના દુખદ જન્મોની હારમાળા લાવે એવાં કાર્યો કરતાં તેને અંતરમાં આંચકો આવે કે અરે, હું શું કરી રહ્યો છું? જન્મ-મરણની પરંપરા વધારે એવા આરંભ સમારંભ, રાગ-દ્વેષ, ક્રોધાદિ કષા તથા વિષપભેગની પ્રવૃત્તિ કરી રહ્યો છું કે એને ઘટાડી મોક્ષની નજીક થવાની પ્રવૃત્તિ કરું છું? જેને જન્મ-મરણની પરંપરાની બંક નથી એને પિતાના આત્માની કઈ પડી નથી. અરે, આજે કંઈક છે એવા છે કે જેને આત્માની શ્રદ્ધા નથી. જેને આત્માની શ્રદ્ધા હોય એને જન્મ-મરણની હારમાળા જેઈને એનું હૈયું કંપે નહિ! બંધુઓ! હું તમને પૂછું છું કે તમને આત્માની શ્રદ્ધા છે? જે શ્રદ્ધા છે તે આત્માએ અનંત જન્મ મરણ કર્યા ને હજુ વિષયરોગ, વિષય સુખની લીનતાથી, પાપકર્યોથી, નવા જન્મ મરણ ઊભા થઈ રહ્યા છે એના તરફ દૃષ્ટિ છે? ખેદ કે ભય છે? જે ખેદ છે તે વિષયસુખમાં આનંદ માનવાનું, એમાં મસ્ત રહેવાનું શા માટે કરે છે? જ્યાં મેટા ઈન્દ્ર, ચકવતિને પણ અંતે મરણને શરણ થવું પડે છે ત્યાં તું ગમે તેવા વિષય માં લુબ્ધ બને તે ય મરણ તે આવવાનું છે તે આ વિષય સુખે મૂકીને ધર્મ સાધના કરવાનું મન થતું નથી ? મહાન પુણ્યોદયે જિનશાસન મળ્યું છે. એની કિમત હજી જીવને સમજાઈ નથી તેથી સામાયિક, પ્રતિકમણ, સંત-સમાગમ, તપ-ત્યાગ, ક્ષમા સરળતા, પરોપકાર ભાવના બધું કરવાનું છોડીને વિષયેની ગુલામીમાં ડૂબેલો રહે છે. જગત તરફ દષ્ટિ કરશું તે જણાશે કે ધન, માલમિલ્કત, કુટુંબ પરિવાર, ખાનપાન વિગેરે વિષયનું એટલું અંજામણ છે કે એ જ એને પ્રાણુ અને એ જ એનું સર્વસ્વ, એજ જીવનને સાચે હા અને એ જ આધાર, તેથી એ મેળવવા, સાચવવા વધારવા અને ભોગવવા સતત મનમાં મૂંઝવણ ચાલ્યા કરે છે. આ આત્મા જન્મોજન્મ વિષયેની કારમી ભૂખ રાખી એની ભીખ માંગતે રહ્યો છે. એ ભીખ માટે નવી કાયા અને ઈન્દ્રિયો એ ભીખ માગવાના રામપાત્ર (ઠીકરુ) છે. આ જીવ એક ભિખારી છે. એની કાયા એ ભીખ માંગવાનું રામપાત્ર છે. એમાં જીવ વિષયે રૂપી એંઠવાડ માંગીને ખાય છે. જ્ઞાની કહે છે કે વિષય તરીકે કોની મિલ્કત હોય, ચકવર્તિનું છ ખંડનું સામ્રાજ્ય હાય, નવયુવાન રૂપાળી રમણીઓ હોય કે સુંદર પકવાન હોય પણ એ બધું એંઠવાડ છે. તમને કદાચ પ્રશ્ન થાય કે લાડી-વાડી, ગાડી, લક્ષમી બધું એંઠવાડ કેવી રીતે ? જમ્યા પછી એંઠું જૂહું વધ્યું હોય એને એંઠવાડ કહેવાય તેમ આ બધી ભૌતિક સામગ્રી ધન આદિ પૂર્વના કેઈ ને કોઈ જીવે ભગવેલી છે. તેમજ વિષયના ભેગવટાથી ફર્મનું અજીર્ણ થાય છે અને રાગાદિ રોગ થાય છે માટે વિષયે એ એંઠવાડ છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy