SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શારદા સિદ્ધિ પડે તે હું દેવા તૈયાર છું. પુત્રની આવી ભાવના જોઈને પિતાની છાતી ગજગજ ઉછળવા લાગી. પિતાએ કહ્યું. ગુરૂ અને સ્વધમની સેવા કરવામાં મહાન લાભ છે. આ અવસર ફરીને નહિ મળે માટે જેટલે લાભ લેવાય તેટલે લઈ લે. વણિકે મહાજનને કહ્યું આપ મારા પર કૃપા કરે. મહાજનના મનમાં થયું કે આ કૃપા કરવાનું શા માટે કહે છે? કદાચ બે દિવસની આવક માંગશે તે? મહાજન કહે સાહેબ! શું માંગણી છે? વણિક કહે હું નાને માણસ છું. આપને મારી એટલી વિનંતી છે કે આપ આપની લખેલી ટીપ ફાડી નાખે, અને ૩૬૦ દિવસ મારા લખી દે. આ સાંભળી મહાજન તે સ્થંભી ગયું. ભાઈ! આટલો મોટો ખર્ચો તું એકલો કેવી રીતે પૂરું કરી શકીશ ? ત્યારે તે ખૂબ નમ્રતાથી કહે છે આપે મારે ઘેર પગલાં કરી મને પાવન કર્યો છે તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી હું આપના ચરણે ધરું છું. આપ મારા ઉપર કૃપા કરી મારી નાની શી ભેટને સ્વીકાર કરે. એમ કહી કમ્મરે બાંધેલી વાંસળીમાં રૂપિયાની નોટોની થપ્પીઓ ભરી હતી તે કાઢીને મહાજનને આપી દીધી. આ વણિક બીજે કઈ નહિ પણ એમે દેદરાણી. આનું નામ સાચે દાનવીર. બાદશાહને ખબર પડી કે એક જ શાહે બાર મહિનાની જવાબદારી લીધી છે, ત્યારે તેમને ગર્વ ઉતરી ગયો. " જૈનદર્શનમાં દાનને મહિમા અપૂર્વ બતાવ્યા છે. જે દાન ધર્મ હોત નહિ તે ભગવાને દીક્ષા લેતા પહેલાં એક વર્ષ સુધી વષીદાન દીધું તે ન આપત. તે વષીદાન દઈને દીક્ષા લે છે આથી દાનધર્મને મહિમા ખૂબ ગવાય છે. જગડુશાહે પણ દુકાળના સમયે પિતાની ધાન્ય સામગ્રી અને લક્ષ્મી સમાજના ચરણે ધરી હતી, અને દુષ્કાળની ભયંકરતામાંથી પ્રજાને ઉગારી લીધી હતી. આપણે તેઓને યાદ કરીએ છીએ તેનું કારણ એ છે કે તેમણે પોતાની લક્ષ્મીને ઉપયોગ પરમાર્થ કાજે કર્યો, તેથી તે બધાના નામ ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંક્તિ થાય છે. પોતાના તન, મન, ધન જે સમાજને ચરણે ધરે છે તે અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. જેઓ સુખ સાહ્યબીના સાધનો એકઠા કરવામાં રચ્યાપચ્યા રહે છે, પિતાના સ્વાર્થમાં જેઓ મગ્ન છે તેમણે આવા મહાન પુરૂષના જીવનને યાદ કરીને તેમના ગુણે અપનાવવાની જરૂર છે. - આપની સમક્ષ ઘણું ઘણા મહાનપુરૂષના જીવનના સ્મરણ રજૂ કર્યા. તે સાંભળીને હવે તમે નિર્ણય કરજો કે તમે કેવું જીવન જીવવા માંગે છે ? જીવનને ઉપયોગ સ્વાર્થમાં કરે છે કે પરમાર્થમાં? ભોગપભોગમાં કે ત્યાગમાં? દેહના ઉપભોગમાં કે આત્મન્નતિમાં? આ નિર્ણય તમારે કરવાને છે. લક્ષ્મી, સત્તા, પુત્ર-પરિવાર, દેહ વિગેરે ક્ષણિક વસ્તુઓ પાછળ પ્રયત્ન કરે એ રેતી પર મકાન ચણવા જેવું છે. આ બધું ક્ષણિક, નાશવંત છે. આત્માએ વિચાર કરે જોઈએ કે “ઘોડથું નધિ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy