SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૮૭ ૩૬૦ દિવસ નેધવાના છે. કેઈ એ પિતાને સ્વતંત્ર એક દિવસ નોંધાવ્યો. કેઈ આઠ દશ માણસે ભેગા થઈને લખાવે. આ રીતે કરતા ૧૬૫ દિવસ નેંધાઈ ગયા. મહાજન ફરતું ફરતું પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ જઈ રહ્યું છે. ત્યાં એક ગામના પાદરમાં એક માણસને જે. તેણે માથે સાફે બાંધ્યું હતું ને કેડીયા જેવું પહેર્યું હતું. આ માણસ મહાજનને જોઈને હરખાઈ ગયે. પહેલાં ધમની સેવા ખૂબ થતી, સ્વામી પ્રત્યે માન અને પ્રેમ હતું. સ્વધમની સેવામાં મહાન લાભ સમજતા હતા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો. અહો, મારા ત્રિલેકીનાથ પ્રભુ! ગુરૂ સાહસ્મિય સૂસૂસણયાએ શું કિં જણાઈ? ગુરૂ અને સ્વધમી જનેની સેવા કરવાથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવાને કહ્યું હે ગૌતમ! “ગુરૂસાહસ્મિય સૂસૂસણયાએ વિણુય પવિત્તિ જણઈ વિણુય પડિવને ય | જીવે અણુચા સાયણસીલે નેરઈય તિરિક ખણિય માણુરૂદેવ દુએ નિરુલ્સઈ, વણ સંજલણ ભત્તિ બહુ માણયાએ મણુરૂદેવગઈઓ નિબધઈ, સિદ્ધિ સુગઈ ચ વિહેઇ, પસસ્થાઈ ચણું વિણયમૂલાઈ સવકજજાઈસાહેઈ, અને હવે છવા વિઈિત્તા ભવઈ ' ગુરૂ અને સ્વમાની સેવા કરવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. વિનયથી અનાશાતના શીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી દુર્ગતિને રેકી દે છે. (અકર્મભૂમિ આદિમાં જન્મની અપેક્ષાએ મનુષ્ય ગતિને દુર્ગતિરૂપી કહી છે, કિવિષિકાદિ દેવેમાં જન્મની અપેક્ષાએ દેવગતિને દુર્ગતિ રૂપ કહી છે. અને લાઘા, પ્રશંસા, ભક્તિ, બહુમાન મેળવતે મનુષ્ય અને દેવ સબંધી સુગતિ બાંધે છે અને સિદ્ધગતિની વિશુદ્ધિ કરે છે તથા વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્યોને સાધી લે છે. તે સાથે બીજા અનેક જીવોને વિનય ધર્મમાં જે છે. મહાજનને જોઈને આ વણિક પૂછે છે આપ ક્યાં જાય છે? મહાજન કહે ભાઈ! દેશમાં ભયંકર દુષ્કાળ પડે છે તેથી એક વર્ષની ટીપ કરવા નીકળ્યા છીએ. ૧૬૫ દિવસો નોંધ્યા છે. બાકીના દિવસો બાકી છે. બાદશાહે કહ્યું તમે દુષ્કાળમાં બધાને અનાજ પૂરું પાડે ને શાહ નામને દીપાવે. આ વણિક કહે આપ કૃપા કરીને મારે ઘેર પધારે ને મને પાવન કરે. ડું ઉનું પાણી પીતા જાવ. મહાજનના મનમાં થયું કે આ તે સાવ ગરીબ જેવો લાગે છે. આ આપણને શું આપવાનું છે? વણિકના ખૂબ આગ્રહથી મહાજન તેના ઘેર ગયું. તેની ઝુંપડી જોઈને મહાજનના મનમાં એમ થયું કે આ નકામે આપણને ખેતી કરવા લાવ્યો છે. વણિકે ખૂબ આદર સત્કારથી બધાને મીઠું ભેજન જમાડયું, પછી ગરીબ દેખાતે વણિક કહે મારે પણ ટીપમાં કંઈક લખવવું છે. એમ કહીને તેના પિતા પાસે જઈને વાત કરી. પિતા કહે તારી શું ઈચ્છા છે? પિતાજી! મારા સ્વધર્મબંધુઓની સેવા માટે મારું સ્વસ્વ દઈ દેવું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy