SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૮૯ જે દો” આ સંસારમાં ધન મારું નથી, સત્તા-સંપત્તિ, પુત્ર પરિવાર કે ઈ મારું નથી. હું કોઈને નથી. આ બધી બેટી ઘટમાળ મેં ઉભી કરી છે. આ સંસાર આખે સ્વાર્થ ભરેલે છે, માટે ચેતી જાવ ને આરાધના કરવા તૈયાર થાવ. ધનને રાગ છોડી દાન કરે, કાયાનો મોહ છોડી તપ કરો. તપ વગર મુક્તિ નથી. આપણે ત્યાં મહાન તપસ્વીઓ ઉગ્ર સાધના કરી રહ્યા છે. ધન્ય છે આવા તપસ્વીઓને, % શાંતિ. વ્યાખ્યાન નં. ૩૮ ભાદરવા સુદ ૧ ને ગુરૂવાર તા. ૨૩-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી કેવળજ્ઞાની ભગવંતોએ ભવ્ય જીના આત્મશ્રેય માટે આગમની પ્રરૂપણ કરી. વીતરાગ ભગવાનની વાણ મિથ્યાત્વરૂપી મહારોગનું ઔષધ છે. મેહ વેલડીના મૂળને નાશ કરવામાં અંગારસમ છે. ભવભ્રમણ નિવારનાર મહાભૂમિ છે. દુઃખની જડ ઉખેડી સુખના સામ્રાજ્ય સ્થાપનાર વિજયી સેનાપતિ છે. કર્મ જંજીરોને તેડવા માટેનું અખૂટ બળ છે. અનંત અનંત કાળની ભવ કેદમાંથી છોડાવનાર વિભૂતિ છે. એવા જિનેશ્વર ભગવાનના : વચનને મહાન વિદ્વાન ગણધરદેવ જેવાએ પણ માથે ધર્યા છે અને દેવેન્દ્રો જેવાએ એના અભિનંદન કર્યા છે. જિનવચનની તાકાત એટલી જબરદસ્ત છે કે કુસંસ્કોરના વા જેવા પાયાને પણ હચમચાવી નાંખે છે. તેના દ્વારા દુઃખમય સંસારની ઓળખાણ થાય છે, પાપને ભય લાગે છે અને મોક્ષ માટે ધર્મ કરવાની વેશ્યા જાગે છે. આ જિનવચનની શ્રદ્ધામાં એવા અડગ દઢ બન્યાના સિદ્ધાંતમાં કંઈક દાખલા છે કે જેમની પરીક્ષા કરવા દેવ આવ્યા છતાં જરા પણ ડગ્યા નહિ. એમને જિનવચનના મૂલ્યાંકન સમજાઈ ગયા હતા. તેમના મનમાં એ દઢ પ્રતીતિ હતી કે દુન્યવી મહાન રિદ્ધિ સિદ્ધિ જિનવચન રૂપી ખજાના આગળ કાંઈ જ વિસાતમાં નથી. કયાં એ ભવબંધનની બેડીમાં જકડી રાખનારી દુન્યવી રિદ્ધિ સિદ્ધિ અને કયાં ભવબંધનથી મુક્ત કરાવનાર જિનવચન! દુન્યવી સમૃદ્ધિ મારક છે અને જિનવચન તારક છે. જેને જિનવચન મળ્યું અને અપૂર્વ શ્રદ્ધાથી એને હૃદયંગમ કર્યું એટલે તેને તે તાવિક રીતે વીતરાગ બનવાને પંથ હાથમાં આવ્યો. બંધુઓ! જિનવચન પામવું બહુ દુર્લભ છે. આજે જગતમાં જોઈએ છીએ ને કે જિનવચન કેટલાને મળ્યું છે? જૈનકુળમાં જન્મથી જિનવચન મળેલાને જિનવચનની દુર્લભતા ન સમજાય એ એની ભારે કમનસીબી છે, પછી કેટલાય લાંબા સમય સુધી જિનવચન મળવું દુર્લભ બને છે. દેવલોકના દિવ્ય ઠાઠ મળવા સહેલા છે. ડું અજ્ઞાન તપ કરે તે પણ દેવલોક મળે પણ જિનવચન મળવું અતિ દુર્લભ છે. જે એ મળવું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy