SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૬૩ કરવાની શક્તિ હુંસ ધરાવે છે. એમ આપણા આત્મા અનતકાળથી કમના કચરાથી મેલો બની ગયેલો છે. એ મેલના નાશ કરવાની તાકાત તપ ધરાવે છે. તપની ધૂણી ધખાવીએ એટલે આત્મા નિર્મળ અનતે જાય. જીવ જન્મે છે ત્યારથી એ આહાર સંજ્ઞાની આરતી ઉતારવા મડી પડે છે. એની આ આરતી મૃત્યુની છેલ્લી પળ સુધી ચાલુ રહે છે. એક દૃષ્ટિએ એમ કહી શકાય કે આહાર સજ્ઞાની આધારશિલા પર ભયસજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સ`જ્ઞા ફાલેફૂલે છે. આ ચારે સંજ્ઞાના કારણે ચારાશીના ચક્કરમાં પીસાતા માનવે મુક્તિના સુખના આનંદ લૂંટવા હોય તા સૌ પ્રથમ આહારસંજ્ઞા પર કાબૂ મેળવવા જોઈએ. આહારસ'જ્ઞા પર કાબૂ આવી જાય તે પછી ખીજી ત્રણ સંજ્ઞાઓ ધીમેધીમે નિમ ળ અન્યા વિના રહે નહિ. આહારસ'જ્ઞા તપની તાકાતથી કાબૂમાં આવી શકે છે. આપ બધા આ પર્વના દિવસેામાં તપ ત્યાગમાં જોડાજો. વધુ ભાવ અવસરે. ૦ વ્યાખ્યાન ન. ૩૬ "6 શ્રાવણ વદ ૧૪ મગળવાર મેાક્ષ એટલે શું ?” તા. ૨૧-૮-૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન ! આજે તેા પાવનકારી પર્યુષણ પર્વના બીજો દિવસ છે. અધ્યાત્મવાદની મધુરી વીણા વગાડવાના આ પવિત્ર દિવસા છે. આવા મહાન પર્વાં સ`સારી આત્માઓને ભવસાગરમાં ઝોલા ખાતી જીવન નૌકાને પાર પહોંચાડવા માટે દીવાદાંડી સમાન બની રહે છે, કેઈ પણ આત્મા સાથે વૈર વિધ થયા હોય તેની સાથે સાચા હૃદયે હાર્દિક ક્ષમાપના કરવાની હાકલ કરે છે. પર્વાધિરાજ પર્વોની પધરામણી થતા શુભ ભાવાની માળાના ગજ ખડકાતા જાય છે. અનંતકાળના ભવાની ભૂલે સુધારવા, ગુણાના સરવાળા અને બૂરાઈની બાદબાકી કરવા આ મંગલ પનેાતું પ આપણા આંગણે આવ્યુ છે. પર્વાધિરાજના બીજો દિવસ તે આવી ગયે. સારા દિવસો જતા વાર લાગતી નથી. દુઃખના દિવસો ડુંગર જેવડા લાગે છે ને સુખના દિવસેા રાઈ જેવડા લાગે છે. આ મગલ દિવસમાં આરાધકોના અતરમાં ભાવનાની ભરતી આવે છે. પુનમ અને અમાસના દિવસે દરિયામાં પૂરજોશમાં ભરતી આવે છે. ખીજા દિવસેામાં તેટલી ભરતી નથી આવતી, તેમ આ દિવસેામાં તપ ત્યાગની વધુ ભરતી આવે છે. આ દિવસોની વિશેષ મહત્તા છે. શાસ્ત્રકાર ભગવાન આ પવનો મહિમા બતાવતા કહે છે કે મ ́ત્રોમાં પરમેષ્ઠિ મત્ર, સદાનોમાં અભયદાન, તેમાં બ્રહ્મચર્ય, ગુણામાં વિનય શ્રેષ્ઠ છે તેમ સ` પર્ધામાં પ`ષણ પર્વ એ શ્રેષ્ઠ કોટીનું પ છે. આ પ સવ પર્વોના રાજા છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy