SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ શારદા સિદ્ધિ મુંડન કરાવ્યું છે. હાથપગમાં બેડીઓ નાખી તે તેણે એ જ વિચાર કર્યો કે જે બેડી ન હોય તે ઉઠવા બેસવાનું મન થાય પણ આ તે નિરાંતે પ્રભુભક્તિ કરું તે માટે મને કેટલી અનુકૂળતા કરી આપી છે! કેટલી સુંદર વિચારણા ! દુશ્મન પ્રત્યે પણ પ્રેમ દષ્ટિ ! અવગુણમાં પણ ગુણ જોવાની કેવી ભવ્ય ભાવના ! આવી ચંદનબાળાના માથે દુઃખની ઝડી વરસી છતાં એક આંસુ નહિ પણ ભગવાન પાછા વળ્યા ત્યાં આંસુને બંધ છલકાઈ ગયે. અહો પ્રભુ! આપને શું ઓછું આવ્યું કે આપ પાછા વળ્યા? ચંદનને પોકાર સાંભળી બધા બેલ પૂરા થતા ભગવાન પાછા વળ્યા. તેણે અંતરના ઉમળકાથી, હૈયાના હેતથી ભગવાનને બાકુળ વહોરાવ્યા. ત્યાં દેવેએ ઘોષણા કરી ધન્ય છે ધન્ય છે સતી ચંદનબાળાને ! ત્યાં સાડા બાર કોડ સેનૈયાની વૃષ્ટિ થઈ. તેના બેડીના બંધન પણ તૂટી ગયા. ત્યાંના રાજા પણ ચિંતા કરતા હતા કે ભગવાનનું પારણું કયારે થશે ? ત્યાં ખબર પડી કે ભગવાનને પારણું થઈ ગયું એટલે રાજારાણી આવ્યા. જોયું તે પિતાની ભાણેજને જોઈ. તેની માસી મૃગાવતી કહે, તને આવા દુઃખે પડયા છતાં તું મારે ત્યાં ન આવી ? પણ તે સમયે તેના કર્મો એવા હતા કે જે તે ગઈ હોત તે પણ મારી સગી ન થાત. હવે તેના કર્મો પૂરા થયા. ચંદનબાળા દીક્ષા લઈને ભગવાનના ૩૬૦૦૦ શિષ્યાઓમાં વડેરા સાધ્વી બન્યા. કહેવાનો આશય એ છે કે ચંદનબાળાને આટલા ઉપસર્ગો આવ્યા છતાં શત્રુ ‘પર તેણે ક્રોધ ન રાખે પણ ક્ષમા રાખી. આપણે પણ આ પર્વના દિવસોમાં શત્રુને ક્ષમા આપવાની છે. કર્મોના કાજળને દેવાના આ પવિત્ર દિવસે છે. તપના માંડવડા આપણે ત્યાં રપાઈ ગયા છે. આ પર્વાધિરાજના સ્વાગત તપ અને ક્ષમાથી કરવાના છે. પાણીને સ્વચ્છ કરવા ફટકડી, કપડાને સ્વચ્છ કરવા સાબુ, સેનાને શુદ્ધ કરવા તેજાબ અને અગ્નિની જરૂર છે, મશીનરી સાફ કરવા પેટ્રોલની જરૂર છે તેમ અનંતજ્ઞાનીઓ કહે છે કે જીવનને પવિત્ર, નિર્મળ અને શુદ્ધ બનાવવા તપની જરૂર છે. કરેડે ભવેના સંચિત કરેલા કને બાળવા માટે તપ રૂપી અગ્નિની જરૂર છે. આપણે ત્યાં વસુબહેનને આજે ૪૩ મો ઉપવાસ છે. ડોકટર કેડારી સાહેબને ૨૩મો અને પ્રફુલ્લાબહેનને ૨૩ મે ઉપવાસ છે. તેમના તપ જોઈને આપ પણ તપને રંગ લગાડજે. તપ વિના કર્મ ચકચૂર નહિ થાય. એક પ્લેટમાં કહ્યું છે કે, ___ "मलं स्वर्ण गतं वन्हि, हंस क्षीर गतं जलं । यथा पृथकरोत्येवं, जन्तो कर्ममलं तपः॥ તપ રૂપી તાપ વિના તેજસ્વીતા પ્રાપ્ત થવી અશકય છે. ખાણમાંથી નીકળેલું સોનું મેલમિશ્રિત હોય છે. કેટલાય વર્ષોથી એ સુવર્ણ સાથે એકમેક થઈ ગયેલા મેલને ભેદવાની તાકાત એક માત્ર અગ્નિ છે. દૂધ સાથે એકમેક થઈ ગયેલા પાણીને અલગ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy