SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ શારદા સિદ્ધિ આ પર્યુષણ પર્વમાં ઘેર ઘેર તપની મહેક મહેકી ઉઠી છે. નાના મોટા સર્વ આનંદના હિંડોળે હિંચકા ખાઈ રહ્યા છે. આપણી જીવન નદી સંસારના વિલાસી વાતાવરણથી બેફામ બની ગઈ છે. જીવન નદીને એ વહેણને વાળવા માટે જૈન શાસને પર્યુષણ પર્વની બંધ યોજના યોજી છે. દર વર્ષે આ બંધ યોજનામાંથી આઠ દિવસની આરાધનાની નહેર દ્વારા સંવત્સરી પર્વના પ્રાણ સમ “મિચ્છામિ દુક્કડ” રૂપી જળ લોકેને અપાય છે. જેમ શરીર ગંદું ને મેલું હોય તે મનને આનંદ માર્યો જાય છે. શુદ્ધ પાણી દ્વારા શરીરને શુદ્ધ બનાવે છે ત્યારે જીવ આનંદ અનુભવે છે તેમ “મિચ્છામિ દુક્કડેના શુદ્ધ પાણી દ્વારા વેર વિરોધ અને કોધાદિ કષાય રૂ૫ આત્માના મેલ દેવાય છે તેથી આત્મામાં કોઈ અલૌકિક આનંદ અને પ્રસન્નતાને અનુભવ થાય છે. પર્યુષણ પર્વ એટલે કમાણી કરવાની સાચી સીઝન. જેમ વહેપારી લોકો વહેપારની સીઝનમાં આખા વર્ષની કમાણી કમાઈ લે છે તેમ આ પર્વમાં દાન, શીયળ, તપ, ભાવ, સદાચાર, સંયમ, પ્રતિક્રમણ, પૌષધ આદિ અનુષ્ઠાને દ્વારા ભવ્ય આત્માઓ ધર્મની સાચી કમાણી કરી લે છે. બંધુઓ ! આજના યુગમાં માનવી કોઇ વિરોધની અવાવરી ઓરડીઓમાં ગુંગળામણ અનુભવી રહ્યો છે. માનવીના અંતરને પ્રેમને થડે પવન મળે પણ અશક્ય બની ગયું છે. મૈત્રી મેંઘી બની રહી છે, સ્નેહની સરિતા સૂકાઈ રહી છે. વિશ્વાસ | નિઃશ્વાસ લઈ રહ્યો છે. દુશ્મનાવટ દમકી રહી છે. પ્રેમ પાતાળમાં પહોંચી રહ્યો છે. આવા સમયે આ પર્વાધિરાજ પર્વ ક્ષમાના નીર છાંટીને મૈત્રી ભાવની મધુરી માદક હેકાવે છે. એકબીજા વચ્ચે બૈરની સાંકળ તોડીને પ્રેમની પરિમલ પ્રસરાવે છે. દુશ્મનને દસ્ત અને વૈરીને વહાલા બનાવે છે. ભૂતકાળમાં આપણે ભારત દેશ અહિંસાની આરામશય્યા પર આરામ કરતું હતું. આજે તે જ દેશમાં ભયંકર હિંસાના તાંડવ સજઈ રહ્યા છે. અહિંસાની આહુલેક પૂકારતું પતું પર્વ અહિંસાને દિવ્ય સંદેશ આપે છે. આ પર્વ આવતા તપ કરનારાઓની ભાવના એર વધી જાય છે. કઈ પણ દિવસ તપ નહિ કરનારા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠાઈ, સોળભષ્ણુ અને મા ખમણ આદિ મેટી તપશ્ચર્યા કરીને જીવનને પવિત્ર બનાવે છે. આ દિવસોમાં શું કરવાનું છે તે માટે કહ્યું છે કે, ભાવનામાં ભરતી લાવે, જાગૃતિ જીવનમાં લાવે, અવસર આ અણમોલ છે વધાવી લે, વધાવી લો. શુભ ભાવનામાં ભરતી લાવે. જીવનમાં જાગૃતિ લાવે. શ્રદ્ધાના દીપક પ્રગટાવે, હજુ જીવને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી. કંઈક અજ્ઞાની છે એમ બોલે છે કે અમને ધર્મનું ફળ પ્રત્યક્ષ બતાવે. તે હું તેવા જીને પૂછું છું કે તમે નારંગી, સંતરા બધું દેખો છે પણ તેના મૂળને જોઈ શકે છે? ના. ઝાડના ફળ, ફૂલ, પાંદડાં બધું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy