SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ ૨૫ ઘર રહેવા માટે આપીશ, તેમાં તું સુખેથી રહેજે. જા, તું જલદી તારા કુટુંબ પરિવારને લઈ આવ. તમે બધા મારે ઘેર જમજે. જે તમને મારે ઘેર જમવાનું ન ફાવે તે હું અનાજ આપીશ, તમે તમારી જાતે રસોઈ બનાવી લેજે ને પહેરવા માટે કપડાં આપીશ. આ ઉપરાંત મહિને બે રૂપિયા પગાર આપીશ. તું મારી દુકાને કામકાજ કરજે ને તારી સ્ત્રી મારા ઘરનું કામકાજ કરશે. ખાવા પીવા ઉપરાંત તમારે બીજે કઈ વસ્તુની જરૂર હશે તે હું જરૂર પૂરી કરીશ. તારા આખા કુટુંબની ચિંતા મારા માથે. બોલ, તને આ વાત મંજૂર છે ને? આ રીતે લક્ષ્મીપતિ શેઠે પૂછયું, એટલે ભીમસેનના આનંદનો પાર ન રહ્યો. પોતાની રહેવાની, ખાવાની વગેરે ચિંતા સહેજે દૂર થતી હતી તેથી ભીમસેન કૃતજ્ઞ ભાવે બેલી ઊઠે કે ધન્ય છે શેઠ તમને ! આપને ઉપકાર હું કદી નહિ ભૂલું. તે જા ભાઈ..જલદી તારા કુટુંબને લઈ આવ. ભીમસેને કહ્યું: શેઠજી ! અમે છેલા ત્રણ ચાર દિવસથી ભૂખ્યા છીએ. અમે અનાજને એક કણ પણ જે નથી, તે ખાવાની તો વાત જ ક્યાં કરવી? ભૂખથી સૌને પેટ ભડકે બળી રહ્યા છે. મારા બે બાલુડા તે પાણી વિના જેમ માછલી તરફડે તેમ ખાધા વિનાના ભૂખ્યા તરફડે છે. પત્નીને પણ ચાલતાં આંખે અંધારા આવે છે, તે શેઠ તેમની ભૂખ મટે તેમ કરે. પછી હું લાવીશ. લક્ષમીપતિ શેઠે બજારમાંથી મગફળી, ગોળ, સેવ અને ચવાણું વગેરે મંગાવી આપ્યું. એ બધું લઈને ભીમસેન જલદી જલદી હર્ષભેર સરોવરની પાળે પુત્રોને અને પત્નીને બેસાડ્યા હતા ત્યાં આવ્યો. અત્યાર સુધી બાળકની ભૂખનું દુઃખ જોયું જતું ન હતું. છોકરાઓ કહે, બાપુજી! તમે અમારા માટે ખાવાનું લાવ્યા? એમ કહીને છલાંગ મારીને બાળકો રાજાને વળગી પડયા. ભીમસેને કહ્યું: બેટા ! લે, હું તમારા માટે ભેજન લાવ્યું છું તે ખાઈ લે. એમ કહીને ભીમસેને પોતે લાવેલું ભાતું આપ્યું અને સરોવરમાંથી ઠંડું પાણી લાવી આપ્યું. ભૂખ્યા પેટમાં ભોજન જવાથી કેતુસેન અને દેવસેનના પેટમાં ઠંડક થઈ અને તેઓ ઉત્સાહમાં આવીને કહે છે. પિતાજી! આજે તે તમે બહુ સરસ ખાવાનું લાવ્યા. હા, બેટા ! તમારા પુણ્ય મળી ગયું છે. પુત્રો શાંત થયા એટલે ભીમસેન અને સુશીલાને શાંતિ થઈ, પછી બંને જણાએ વધેલું ભાતું ખાઈ લીધું ને સરોવરનું શીતળ પાણી પીધું. ખાઈપીને નિવૃત્ત થયા પછી સુશીલાએ કહ્યું: સ્વામીનાથ! આપણું આજનું દુઃખ દૂર થયું પણ હવે પછી શું? ભીમસેન સુશીલાને શું કહેશે તે અવસરે. (આજે પૂ. પરસનબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ તેમના વિનય, વૈયાવચ્ચની ખીલેલી જીવનવાડી અને સેવાના સુમનોની સૌરભથી મઘમઘતાં જીવનનું ટૂંકમાં પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી.) પર ન કર શી. ૩૪
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy