SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણ વદ ૩ ને શુકવાર તા. ૧૦-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરુણાનિધિ શાસ્ત્રકાર ભગવંત જગતના અને ઉપદેશ આપતા સમજાવે છે કે, હે ભવ્ય જી! તમે બધા સુખના અભિલાષી છે. રાત-દિવસ સુખને ઝંખે છે અને તે સુખ મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે પણ સાચું સુખ કયું છે, તે સુખ કેવી રીતે મળે છે તે સમજ્યા વિના સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. આજને માનવી ઈન્દ્રિયના મનગમતા વિષયમાં સુખ માને છે પણ એ સાચું સુખ નથી. દુનિયામવં રૌદશં ગુણમા તપુF I ઇન્દ્રિયના વિષયોમાં ઉત્પન્ન થતું સુખ તે વાસ્તવિક સુખ નથી પણ સુખાભાસ છે. સાચું સુખ કોને કહેવાય તે જાણે છે? दुक्खी सुखं पत्थयति, सुखी भिच्चापि इच्छति । उपेक्खा पन सन्तत्ता, सुख मिच्चेव भासिता ॥ આ સંસારમાં દુખી માણસ સુખની ઇચ્છા કરે છે, સુખી માણસ અધિક સુખની ઇચ્છા કરે છે પરંતુ સુખ અને દુઃખમાં ઉપેક્ષા–તટસ્થ ભાવ રાખવો એ વસ્તુતઃ સાચું સુખ છે. આત્માના સુખ આગળ સંસારના ભૌતિક સુખે કંઈ વિસાતમાં નથી. શાસ્ત્રકાર ભગવંતો આત્માના સુખ અને ભૌતિક સુખની તુલના કરતા સમજાવે છે કે ચૌદ રાજલોકમાં રહેલા દરેક આત્માનું ભૂગજન્ય પૌગલિક સુખ એકઠું કરવામાં આવે અને બીજી બાજુ જે આત્મિક સુખની લહેજત માણી રહ્યા છે એવા સિદ્ધ ભગવતેનું સુખ મૂકવામાં આવે તે ચૌદ રાજલોકના સમગ્ર જીવનનું સુખ સિદ્ધના અનંતમા ભાગે પણ નહિ આવે. એ સુખની લહેજત તો અનુભવવાથી માણી શકાય છે. કેઈ કહે કે એ સુખનું વર્ણન કરી બતાવે તે આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું કે કે “૩ામ કર ર વિકા, સર્વ સત્તા, ચારચ પદ નરિવા” સિદ્ધ ભગવંતના સુખ માટે આ સંસારમાં કોઈ ઉપમા નથી. તેઓ અરૂપી સત્તાવાળા છે. સ્કૂલ અવસ્થા રહિત છે જેથી તેમનું વર્ણન કરવા માટે કઈ પદ નથી. સિદ્ધ ભગવંતના સુખની ઉપમા અપાય એવા કેઈ શબ્દ આપણી પાસે નથી. ઉપમા કેની અપાય ? સામે તેના સમાન બીજી કઈ વસ્તુ વિદ્યમાન હોય તેની અપાય ને? તમે છાશ પીઓ છે, તે મીઠી હોય તે કહે છે ને કે આજે છાશ દૂધ જેવી મીઠી છે. છાશની સામે દૂધ છે તો તમે છાશને દૂધની ઉપમા આપી શક્યા પણ જેની સામે બીજી કઈ પણ વસ્તુ જ ન હોય તે તેને તેની ઉપમા આપી શકાય ? સેનાની સરખામણ સેના સાથે થાય, પિત્તળ સાથે ન થાય. બીજા કેઈ પણ સોનાને સે ટચના સોના સાથે સરખાવીને કહી શકીએ કે આ સેનામાં ને પેલા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy