________________
२१४
શારદા સિદ્ધિ છે કે બ્રહ્મદત્તકુમાર વિફર્યા છે પણ કામાંધ રાણીની આંખ ઊઘડતી નથી. હજુ પણ તે રાણી રાજાને કેવા મેહભર્યા શબ્દો કહેશે તે અવસરે.
ચરિત્ર - ઉજજૈની નગરીને ભીમ જેવો ભડવીર ભીમસેન રાજા આજે રાંક બની ગયો છે. એક વખત જ્યાં પાણી માંગે ત્યાં દૂધ હાજર થતા, જ્યાં રેટી માંગે ત્યાં મિષ્ટાન્ન મળતા તેને બદલે આજે બિચારા એક લૂખી સૂકી રોટી માટે તરફડે છે. કમેં કેવી બેહાલ દશા કરી દીધી ! ભીમસેન લક્ષમીદત્ત શેઠની દુકાનના ઓટલે બેઠે ને શેઠની ઘરાકી વધી ગઈ. શેઠે પૂછયું કે, ભાઈ! તું કોણ છે ને કયાંથી આવ્યા છે? શા માટે આવ્યું છે? તે મને વિના સંકોચે ખુશીથી કહે. શેઠન આવા સહાનુભૂતિભર્યા શબ્દ સાંભળીને ભીમસેન બે
મેં ક્ષત્રિયકી જાત શેઠજી, ઉજજૈની સે આયા,
પેટ ભરીકે કારણ ભટકા, ઈસ વસ્તીમેં આયા, હે શેઠ! હું જ્ઞાતિએ ક્ષત્રિય છું ને ઊજજૈની નગરીથી આવું છું. મારા પૂર્વના પાપકર્મોનું ફળ ભોગવી રહ્યો છું. ઉદરપૂર્તિ કરવા માટે આ નગરમાં આવ્યો છું. ભીમસેનની દયાજનક સ્થિતિ જોઈને શેઠનું હૈયું દયાથી છલકાઈ ગયું. તે બોલ્યા : ભાઈ! ખરેખર તારું મુખડું જોતાં અને તારા બોલવા ચાલવા ઉપરથી એમ લાગે જ છે કે તું કોઈ સારા ઘરને માણસ છે પણ તારા પૂર્વભવના કેઈ પાપોદયે તું દુઃખી બને છે પણ ચિંતા ન કરીશ. આજથી મારી દુકાને રહેજે ને કામ કરજે. આ શેઠના મનમાં એમ છે કે જે આ મારી દુકાને રહી જાય તે મારું કામકાજ બરાબર ચાલે ને હું મોટો શ્રીમંત બની જાઉં. ભીમસેનને તે અત્યારે જે રાખે તેને ત્યાં જવું એવા ભાવ હતા. તેણે કહ્યું, શેઠજી! આપે તે દયા કરીને મને આપની દુકાને રહેવાનું કહ્યું પણ હું કંઈ એકલો નથી. મારી પત્ની અને બે બાળકે છે. તેમને હું આ નગરીની બહાર, સરોવરની પાળે, આંબાના વૃક્ષ નીચે બેસાડીને આવ્યો છું. એ લોકે મારી રાહ જોતા હશે,
શેઠનું શરણું મળતાં થયેલો આનંદ”:-શેઠે કહ્યું-ભાઈ! તું તારા કુટુંબને ખુશીથી અહીં લઈ આવ. એ બધાને મારે ત્યાં સમાવેશ થઈ જશે. મારે તારા જેવા માણસની જરૂર છે. હું આવા માણસની શોધમાં હતું ત્યાં અનાયાસે તું મળી ગયે, એટલે મને આનંદ છે. મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે. બીજું હું તને મારી વાત કરું. અમે પાંચ સગા ભાઈઓ હતા. અમારા દરેક વચ્ચે અતૂટ પ્રેમ હતો. અમે બધા જૈન ધર્મનું પાલન કરનારા હતા. મોટા થતાં અમારા માતા પિતાએ ઉત્તમ કુળની કન્યાઓ સાથે અમારા લગ્ન કર્યા. અમારા પાંચે ભાઈઓને જીવનવ્યવહાર ખૂબ આનંદપૂર્વક ચાલતું હતું. સૌ સુખ અને સંપથી દિવસ વ્યતીત કરતા હતા, પણ પાપોદય જાગ્યો કે મારા ચારે ભાઈઓ સ્વર્ગવાસ પામ્યા. હું અને મારી પત્ની બંને જીવતા રહ્યા છીએ, તેથી મારા ભાઈ એના ઘર ખાલી પડયા છે. તેમાંથી તને એક