SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શારદા સિલિ ગોટે રહેવા છતાં બંને એકબીજાથી ભિન્ન છે તેમ દેહ અને આત્મા બંને એકબીજાથી ભિન છે. બંનેના સ્વભાવ પણ ભિન્ન છે. કાચલી સમાન આપણું શરીર છે ને ટોપરા સમાન આત્મા છે. આત્માને દેહના કાચલાથી સ્વતંત્ર બનાવવા માટે આજથી પુરુષાર્થ કરવા માંડે. બીજું, આજના દિવસને બળેવ પણ કહેવામાં આવે છે. બળેવના દિવસે બ્રાહ્મણ દરિયા કિનારે જઈને જઈ બદલે છે. બ્રાહ્મણને મન બળેવને મહિમા ઘણે હોય છે. પહેલાની જનઈમાં ને અત્યારની જનેઈમાં ઘણો ફરક છે. પહેલાં તે ચારિત્ર પાલનમાં પૂરી પ્રમાણિકતા હોય તેને જઈ પહેરાવવામાં આવતી હતી. જઈને ત્રણ તાર છે. દરેક માનવીના માથે ત્રણ પ્રકારનાં ત્રણ હોય છે. તે ત્રણમાંથી કેમ મુક્ત થવાય તે વિચારવાનું આ પર્વ છે. બીજી રીતે જેમ જઈને ત્રણ વાર છે તેમાંથી એક તાર તૂટી જાય તે એક પગલું પણ આગળ ચલાય નહિ. જેમ જૈન મુનિઓને રજોહરણ વિના ન ચલાય તેમ બ્રાહ્મણને જઈ વિના ચલાય નહિ. એક તાર તૂટે તે પણ ન ચલાય. એવી રીતે મન-વચન અને કાયાના ત્રણ તાર છે. એ ત્રણ તારમાંથી એક પણ તાર અશુદ્ધ થાય તે તેને શુદ્ધ કર્યા વિના આભ ઊર્ધ્વગમન કરી શકતે નથી, માટે મન વચન અને કાયાના ત્રણ તારને સદા પાપની પ્રવૃત્તિમાંથી અટકાવી ધર્મ પ્રવૃત્તિમાંથી વાળી વીતરાગ વાણીના પવિત્ર પાણીથી શુદ્ધ બનાવી ઊંચે લઈ જ એ આ બળેવના પર્વનું મહત્વ છે. ત્રીજી રીતે આજને દિવસ રક્ષાબંધનના નામે ઓળખાય છે. રક્ષાબંધનને દિવસ શત્રને સ્વજન બનાવે છે, વૈરીને વહાલા બનાવે છે અને મનને દે બતાવે છે. આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. ભાઈ બહેનને પિતાને ઘેર જમાડીને પોતાની શક્તિ પ્રમાણે કઈ સાડી, કેઈસ, કોઈ પચાસ તે કઈ પચ્ચીસ કે પાંચ રૂપિયા આપે છે. સુરતમાં કરી અને રેશમની બનાવેલી રાખડી બાંધવામાં આવે છે પણ મારવાડમાં તે સેનાની, ચાંદીની, મોતીની અને હીરાની રાખડી બાંધવાનો રિવાજ છે. આ પ્રથાનું મહત્વ ખૂબ સમજવા જેવું છે. બહેન ભાઈને રાખડી બાંધે છે એટલે ભાઈ બહેનને જમાડીને કંઈક આપે છે. તે આપવા માત્રથી પતી જતું નથી પણ બહેનના રક્ષણની જવાબદારી ભાઈના માથે આવે છે. - બહેનની રક્ષા માટે ભાઈનો શુભ સંકલ્પ એટલે રક્ષાબંધન. જગતના સર્વ સંબંધોની વચ્ચે નિઃસ્વાર્થ અને પવિત્ર સંબંધ હોય તે ભાઈ-બહેનને છે. બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન એ સ્નેહનું સરોવર છે. ભાઈ બહેનની પ્રીતડી એટલે જાણે ખારા સમુદ્રમાં પણ એક નાની મીઠી વીરડી. આ દિવસની એ મહત્તા છે કે બહેની હર્ષઘેલી બની મૈયાના હાથે રક્ષા બાંધે છે ને જીવનને અમૂલ્ય લ્હા માણે છે. માત્ર રક્ષા બાંધવાથી પતી જતું નથી પણ રક્ષા બાંધવાની સાથે ભાઈના કાનમાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy