________________
૨૪૭
શારદા સિદ્ધિ સંદેશા પાઠવી જાય છે. હું મારા લાડીલા મૈયા! આ રાખડીના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયને નિજ અખૂટ પ્રેમ ભરેલ છે. જેના પ્રત્યેક તારમાં બહેનના દિલની લાગણી ભરેલી છે. રાખડી એ માત્ર સૂતરને દેર નથી પણ શીલ અને સ્નેહનું રક્ષણ કરવાની, તારી પવિત્ર ફરજની યાદી અપાવતું પવિત્ર બંધન છે. રક્ષાબંધનનું આ પવિત્ર પર્વ માત્ર શારીરિક રક્ષા માટે નથી પણ ધર્મ, પવિત્રતા અને સદાચારની રક્ષા માટેનું છે. બહેન ભાઈને રક્ષાબંધન-રાખડી બાંધતા એવી શુભ ભાવના ભાવે છે કે મારે ભાઈ પાંચ ઇન્દ્રિો પર વિજય મેળવી, કામ ક્રોધાદિ કષા રૂપ મહારેગમાંથી મુક્ત થઈ નિરોગી બની, તન મનને તંદુરસ્ત બનાવી કુળને ઉજજવળ બનાવે. આ પવિત્ર પર્વનું આધ્યાત્મિક રહસ્ય જાણવું ખૂબ જરૂરી છે. આ પર્વ કહે છે, પવિત્ર બને. કામ, ક્રોધાદિ વિકારે પર વિજય મેળવે. રક્ષાબંધન દુશ્મનાવટ દૂર કરવામાં અતિ ઉપયોગી છે. અગાઉ હિન્દુ રાજા ઉપર મુસ્લિમ રાજાઓ આક્રમણ કરતા ત્યારે હિન્દુ રાજાની રાણીઓ પતિને દુશમન રાજાને રાખડી મોકલાવતી, એટલે બહેનને સંબંધ બંધાતો, અને પરિણામે દુશ્મનાવટને અંત આવતે. એટલું જ નહિ પણ એ દુશ્મન રાજા જરૂર પડે બહેનને સહાય કરવા તત્પર બનતે.
રક્ષાબંધન ઉપર ઘણી ઐતિહાસિક કહાનીઓ બનેલી છે. તેમાં રાનવઘણની એક કહાની પ્રચલિત છે. જૂનાગઢના મહિપાલ રાજાની નલદેવી નામની રાણીની કૂખે રાનવઘણને જન્મ થયે હતે. એક વખત દિલ્હીના સમ્રાટ અનંગપાળ રાજાનું સૈન્ય જૂનાગઢ ઉપર ચઢી આવ્યું, એટલે મહિપાળ રાજા યુદ્ધ કરવા તૈયાર થયા પણ અનંગપાળતું રીન્ય વિશાળ હોવાથી મહિપાળ રાજાની સેના ખતમ થઈ ગઈ એટલે જીવનને મેહ છેડીને મહિપાળ રાજાએ યુદ્ધમાં કેશરિયા કર્યા ને અનંગપાળે જૂનાગઢ સર કર્યું. પતિના મૃત્યુ બાદ સોનલદેવીએ વિચાર કર્યો કે હવે જીવીને શું કરવું છે? જે જીવતા રહીશું તે મુસ્લિમ રાજા શિયળ લૂંટશે. તેના કરતા પતિની પાછળ અગ્નિસ્નાન કરી મરી જવું શ્રેષ્ઠ છે. હું તે પતિની પાછળ જાઉં છું પણ જે આ મારો નવઘણકુમાર જીવતે હશે તે કોઈક દિવસ એના પિતાનું રાજ્ય પાછું મેળવશે. એમ વિચાર કરી પિતાની વફાદાર દાસીને નવઘણને પી બધી ભલામણ કરીને પિતે અગ્નિસ્નાન કરી મરણ પામી.
બંધુઓ! એ સમયની દાસીઓ પણ કેટલી વફાદાર હતી! જૂનાગઢથી નવઘણને લઈને જવું એના માટે સહેલ ન હતું, છતાં જાનના જોખમે દાસી નવઘણને ટોપલામાં નાંખી ભેંયરામાંથી છૂપી રીતે જૂનાગઢના દરવાજા બહાર નીકળી ગઈ. ચાલતી ચાલતી છ મહિને ગીરના નાકે અલીદાર બેડીદાર નામના ગામમાં આવી. દાસીએ ત્યાંના દેવાયત નામના આહિરની ખૂબ પ્રશંસા સાંભળી હતી એટલે શોધતી શોધતી દેવાયતને ઘેર ગઈ અને એરડામાં લઈ જઈને બધી વાત કરીને કહ્યું: વીરા ! જૂનાગઢની ગાદી