SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ શારદા સિદ્ધિ પહેલાં જ્ઞાન પછી દયા. જ્ઞાન હશે તે જીવ અજીવનું ભાન થશે. તે જીની દયા પાળી શકાશે, કારણ કે કહ્યું છે કે “નો વિ કાળા અને વિ Tit” જે જીવને જાણે, અજીવને જાણે, જીવાજીવને જાણે છે તે એની દયા પાળી શકશે પણ જે જીવ, અજીવ કે જીવાજીવને નથી જાણતા તે સંયમ કેવી રીતે પાળી શકશે આંખને સાફ કરવા માટે તમે આંખમાં અનેક પ્રકારના અંજન આજે છે પણ એ દ્રવ્ય આંખને સાફ કરે છે પણ ભાવચક્ષુને સાફ કરવા માટે તે જ્ઞાનનું અંજન આંજવું પડશે. અંજન આજે તમે રૂડાં જ્ઞાનનાં રે, જાશે અજ્ઞાનના અંધકાર (૨)–અંજન. અજ્ઞાનના કારણે અનંતકાળથી જીવ ભવાટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એને દૂર કરવા જ્ઞાનનાં અંજન આંજો, કારણ કે અજ્ઞાન એ દુઃખનું મૂળ છે. આ જગતમાં અજ્ઞાન જેવું કંઈ દુઃખ નથી ને જ્ઞાન જેવું કંઈ સુખ નથી. અજ્ઞાન જેવો કઈ અંધકાર નથી ને જ્ઞાન જે કઈ પ્રકાશ નથી. કહ્યું છે કે, તન રેગકી ખાન હૈ, ધન ભેગોં કી ખાન, શાન સુકી ખાન હે દુખ ખાન અજ્ઞાન, આ દારિક શરીર એ રેગની ખાણ છે. આપણું શરીર ઉપર સાડા ત્રણ કોડ મરાય છે. તેમાં એકેક મરાય ઉપર પણ બબ્બે રોગ રહેલા છે, માટે અશાતાને ઉદય થયે નથી ત્યાં સુધી ધર્મારાધના સુખપૂર્વક કરી શકાશે. ધન એ ભેગોની ખાણ છે. તમને બધાને ખબર છે ને કે માનવી પાસે જેમ ધનના ઢગલા ખડકાતા જાય તેમ તેના મોજશોખ અને ભેગવિલાસ વધતા જાય છે, સાથે પાપકર્મનાં બંધને પણ વધતા જાય છે, માટે કહ્યું છે કે ધન એ ભેગની ખાણ છે અને જ્ઞાન એ સુખેની ખાણ છે, કારણ કે જેમ જીવનમાં આત્મજ્ઞાનનું આગમન થાય છે તેમ જીવને વિષ પ્રત્યેથી વિરાગભાવ આવે છે. જ્ઞાન દ્વારા શુભાશુભ કર્મના ફળને જીવ જાણી શકે છે. જ્ઞાન દ્વારા સમભાવથી ઉદયમાં આવેલા કર્મોને ભેળવીને ખપાવે છે. “નાન્નિ સલામffજ, મરમસાત્ કુહર ક્ષણાત ” સમ્યક્ જ્ઞાનરૂપી અગ્નિને એક તણખો કર્મના ગંજને ક્ષણવારમાં બાળીને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાની આત્મા દુઃખમાં ગભરાતો નથી પણ દુઃખના મૂળ કારણને શોધે છે ને તેને નાબૂદ કરવાના ઉપાય શધીને એક દિવસ સર્વથા દુઃખથી મુક્ત બની જાય છે. આપણે આજના દિવસને અનુલક્ષીને વાત ચાલતી હતી કે આજનો દિવસ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છેઃ (૧) નાળિયેરી પૂર્ણિમા, (૨) બળેવ અને (૩) રક્ષાબંધન. નાળિયેરી પૂર્ણિમા તરીકે મનાતે આજનો દિવસ તમને શું સૂચન કરે છે? એમાં પણ જ્ઞાનની દષ્ટિએ ઘણું રહસ્ય રહેલું છે. નાળિયેરનું ઉપરનું કાચલું બહુ કઠણ હોય છે, પણ અંદર રહેલું ટેપરું ખૂબ પિચું ને વેત હોય છે. ખાવામાં પણ ટેપરું મીઠું લાગે છે, તેમ આપણે આત્મા પણ વેત અને શુદ્ધ છે. નાળિયેરમાં ટેપરાને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy