SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શારદા સિદ્ધિ કરોડપતિ કે અખોપતિ માનનીય લાગે છે પણ મેાટા વ્રતધારી પવિત્ર પુરુષ, બ્રહ્મચારી કે ઉગ્ર તપસ્વી સાધુ માનનીય નથી લાગતા. એની ષ્ટિ જડ પદાર્થા તરફ દોડી રહી છે પણ આત્મા તરફ લક્ષ નથી. મેટાઈ તા આજે રૂપિયાના કાટલે મપાય છે પણ સત્ય નીતિના કાર્ટલે મપાતી નથી, તેથી માણસ ખાટા કામ કરતા લેશમાત્ર અચકાતા નથી, પણ એને કમરાજાના અદલ ઇન્સાફની ખબર નથી પડતી કે મારા પાપકમા બદલો મારે કેવા લાગવવા પડશે ! ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. એક કોન્ટ્રાકટરે રેલવેના પૂલ બાંધવાના કોન્ટ્રાકટ લીધો. પૂલ બાંધવામાં એણે હલકો માલ વાપરીને રૂપિયા બે લાખ પચાવી પાડયા. સરકારી ઇન્સ્પેકટર વગેરેને રૂપિયા ખવડાવી પૂલ પાસ કરાવી દીધા, પછી તે ભાઈ ગુલાખના ગેટાની જેમ ખીલી ઊઠયા. મનમાં ને મનમાં હરખાવા લાગ્યા કે ચાલો ઠીક થયું. એ લાખ રૂપિયા તેા મળી ગયા પણ એના મનમાં એમ નથી થતું કે મે આ શું કર્યું? પૈસા વધ્યા કે પાપ વધ્યું? પોતે અનીતિ કર્યાને કોઈ અફસોસ નથી પણ કુદરત એ કઈ સહન કરે ખરી ? કરેલાં પાપ કઈ થેાડાં છાનાં રહે છે? એ પૂલ ઉપર રેલવે ટ્રેઈને પસાર થવા લાગી. ઘેાડા દિવસ પછી દૈનિક પત્રના આગળના પેજ પર માટા કાળા અક્ષરે એ પૂલ તૂટવાથી ટ્રેઈન અકસ્માત થયાના સમાચાર વાંચતા કોન્ટ્રાકટરની છાતીના પાટિયાં બેસી ગયાં કારણ કે એ જ ટ્રેઈનમાં એનુ' આખું 'કુટુંબ આવી રહ્યું હતું પણ હવે શું વળે! એનુ' કુટુ′બ એમાં ખતમ થઈ ગયુ, કારણ કે પેાતાના કરેલાં કર્યાં પેાતાને ભોગવવાં પડે છે, જે કુટુંબ માટે અનીતિનુ પાપ માંધ્યું એ કુટુંબ તા ખતમ થઈ ગયું. દેવાનુપ્રિયા ! આટલા માટે જ્ઞાની પુરુષો કહે કે આ માનવભવ અનાદિકાળની આહાર સ`જ્ઞા, વિષય સ`જ્ઞા, ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, પરિગ્રહ સ’જ્ઞા વગેરેના ખ’ધનથી છૂટવા માટે છે, પણ એ બંધનોને પોષવા માટે નથી મળ્યા. આ વાત સમજાય તે આત્મા પાપકમાંથી પાછે હટે. જીવની સાચી સ્વાધીનતા આ સ'જ્ઞાએની ગુલામીમાંથી મુક્ત થવામાં છે, માટે એ સ’જ્ઞાની ગુલામીમાંથી મુક્ત બનવા માટે મહાનપુરુષોએ જે પુરુષાર્થ કર્યાં તેવા આપણે કરવા પડશે. તે સિવાય મુક્તિ નહિ મળે. આજના દિવસ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. દેવતા ઉપર રાખ વળી ગઈ હાય ત્યારે ભૂંગળી વડે ક્રૂ'કીને રાખ ઉડાડી મૂકવામાં આવે છે તેવી રીતે ધમ ભાવના ઉપર ચઢી ગયેલી રાખને કાઢવા માટે પર્વોના દિવસે ભૂંગળીરૂપ છે. આજે હિન્દુઓનુ ધાર્મિêક પ છે. હવે પયૂષણુ પના દિવસે નજીકમાં આવી રહ્યા છે. બધા પર્ધામાં પર્વાધિરાજ પયૂષણુ પ` મહાન છે. પ ગમે તે હાય પણ જ્ઞાન–વિવેક દૃષ્ટિથી તેનુ રહસ્ય વિચારવામાં આવે તે આત્મા પાપથી પાછે પડે છે. આટલા માટે જ્ઞાની કહે કહે છે કે, હે જીવ! તારી વિવેક દૃષ્ટિ ખાલ, અને જ્ઞાન પ્રાપ્ત કર. જ્ઞાન હશે તેા તું પાપકમ કરતા અટકીશ, સૂત્રમાં ભગવાને કહ્યુ` છે કે “દુમ નાળ તો ચા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy