SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩. શારદા સિદ્ધિ રજની કરોડની આવકવાળો હતો પણ એ લમીનો ગુલામ હતું. જે તેની લક્ષ્મી થડી પણ ખર્ચાઈ જાય તો પિક મૂકીને રડત. એક વખત એણે માલના વહાણ ભરીને પરદેશ રવાના કર્યા. એના સેક્રેટરીને એણે પૂછ્યું કે તમે વીમો ઉતરાવ્યો છે? સેકેટરીએ કહ્યું: ના, સાહેબ! એટલે રોકફેલરે ગુસ્સો કરીને કહ્યું, તમે મૂખના સરદાર લાગો છો. એટલું પણ ભાન નથી કે કદાચ વહાણ ડૂબી જાય તે ? ભલે સાહેબ! હમણાં જ વીમો ઉતરાવી આવું. ૧૫૦ ડેલરના પ્રિમિયમની રસીદ લાવીને રેકફેલરના ટેબલ પર રજૂ કરી. એ જોઈને રાજી થયા ત્યાં સામા બંદરેથી ખબર આવ્યા કે વહાણે ક્ષેમકુશળ આવી ગયા છે. તાર ટેબલ પર આવીને પડે. એ વાંચતા રેકફેલર કપાળે હાથ લગાડીને બોલી ઊઠયે : હાય હાય....મારા ૧૫૦ ડોલર નકામા ગયા. આ વિમે ઉતરાવવાની છેટી ઉતાવળ કરી. બોલો, આ લક્ષમીનો ગુલામ કહેવાય કે માલિક કહેવાય? કરોડની આવકવાળે ૧૫૦ ડેલર કાયદેસર ગયા એમાં હાય-હાય કરે ખરે? રોવા બેસે ખરે? એ તે ગુલામ હોય તે જ રડે ને હાય-હાય કરે, માલિક ન કરે. બંધુઓ! લક્ષ્મીના ગુલામ અંતકાળે રેઈરોઈને મરે. જુઓ, મમ્મણ શેઠ પાસે સેનાના રત્નજડિત બળદની જોડી હતી પણ અંતકાળે ભયંકર દુર્યાનમાં મરીને નરકે ગયે. કયાં એવી લખલૂટ સંપત્તિથી લાખે દુઃખીઓના દુઃખ નિવારીને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય અને કયાં એની ગુલામી કરીને અંતે રોતા કકળતા છોડીને નરક ગતિને દારૂણ દુખે ભેગવવાનું દુર્ભાગ્ય ! આવું સાંભળીને અને વાંચીને તમે માનવભવનું મૂલ્ય સમજે ને વિચાર કરે કે આ માનવજીવન નાશવંત સંપત્તિ અને વિષય સુખના બંધન વધારવા માટે નથી મળ્યું પણ જન્મ મરણના ત્રાસથી છૂટી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. માનવજીવન પામીને મોક્ષ મેળવવા માટેનો પુરુષાર્થ જોઈશે. ભગવાને મોક્ષ મેળવવા માટે કે અજોડ પુરુષાર્થ કર્યો? એ તો જાણે છે ને ? સર્વપ્રથમ તો રાજૌભવ, મહેલ-મહેલાતો, પત્ની, ભાઈ પુત્રી આદિ સમસ્ત કુટુંબનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યા પછી પણ એ શાંતિથી બેઠા નથી પણ ૧રા વર્ષ ને ૧૫ દિવસ સુધી ઉગ્રતાની સાધના કરી તો આપણે પણ એવી જ સાધના કરવી જોઈશે ને? જે આત્માઓને પાપ છોડવાની વાત ગમતી નથી અને મોક્ષ કે મોક્ષની વાતો ગમતી નથી. આજે પશ્ચિમના ઝેરી વાતાવરણમાં અજ્ઞાની છો મુગ્ધ બની ગયા છે, જેથી એને પાપ છોડવાની, વિષયેની ગુલામી ઓછી કરવાની ને એ ઓછી કરવા માટે વ્રતનિયમ આદરવાની વાતો ગમતી નથી પણ એના બદલે આજે સિનેમાએ, હોટલો, કલબે બાથ, કારખાના, ઉદ્યોગો વગેરેના ગુણ ગવાય છે, પણ કઈ દાનશાળા, પૌષધશાળા, ગશાળા વગેરેના ગુણ ગવાતા નથી. તેઓની દષ્ટિમાં મોટો શ્રીમંત
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy