________________
શારદા સિદ્ધિ આ બાબતનું એના દિલમાં ખૂબ દુઃખ છે. જે અનીતિ કરનારા છે તેના દિલમાં દુઃખ થતું નથી. એ તો બીજાને કચડીને પણ આનંદ માને છે. બંધુઓ! આ ઉત્તમ માનવજન્મ પામીને દગા પ્રપંચ ન કરશે.
| મુસલમાન ઝવેરીએ કહ્યું માણેકચંદભાઈ? અમારે એ હીરા કોઈ સંજોગોમાં વેચવાના નથી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે એ હીરા લગ્ન પ્રસંગે ભેટ મળેલા છે. એટલે એ અમારે મન શુકનના હીરા છે. પહેલા અમે ગરીબ હતા પણ જ્યારથી એ હીરા અમારા ઘરમાં આવ્યા ત્યારથી અમારે ઘેર પાણીના પૂરની જેમ લક્ષમી આવી છે ને આજે અમે મોટા શ્રીમંત બની ગયા છીએ. એટલે અમારે તે અમારા એ હીરા જ પાછા જોઈએ. માણેકચંદે મુસ્લીમ ભાઈને ખૂબ સમજાવ્યા પણ કઈ રીતે સમજ્યા નહિ એટલે ફરીને માણેકચંદ મોતીચંદને ઘેર ગયાને હાર આપવા માટે ખૂબ સમજાવ્યું ને કહ્યું ભાઈ! તું કહે તેટલા પૈસા આપું પણ એ હીરા મને પાછા આપી દે તે તારે માટે ઉપકાર માનીશ પણ જેને પચાવી પાડવું હોય તે કયાંથી સમજે? માણેકચંદભાઈ સીધા મુસ્લીમ ઝવેરીને ઘેર ગયા ને વાત કરી કે મેં મોતીચંદને ખૂબ સમજાવ્યો પણ કઈ રીતે એ કબૂલ થતું નથી. હવે હું શું કરું? મારે કોઈ ઉપાય નથી. હવે તે તમે જે ભાવ કહો તે ભાવ હું આપી દેવા તૈયાર છું, ત્યારે મુસલમાન ઝવેરી કહે છે માણેકચંદ ! અમારે એ હીરા વેચવા જ નથી. તમે લાખ રૂપિયા આપે તે અમારે નથી જોઈતા, બીજા રૂમમાં આ મુસલમાન ઝવેરીના પિતા અલીહુસેન બેઠા હતા. તેમણે આ બધી વાત સાંભળી તેથી તરત હું બહાર આવ્યા. છોકરાઓને કહ્યું “અરે, કયા બાત હૈ? “માણેકચંદ શેઠ અપને ઘર આયે હૈ!” એટલે માણેકચંદે અલીહુસેનને બધી વાત કરી. આ અલીહુસેન માણેકચંદના જૂના મિત્ર હતા. અલીહુસેન મોટા વહેપારી હતા. તેમનું બજારમાં ઘણું માન હતું, પણ હમણાં થોડા સમયથી ધંધે છોડી ખુદાની બંદગી કરતા. તેઓ માણેકચંદ કે ખાનદાન અને પ્રમાણિક વહેપારી છે તે જાણતા હતા. એટલે એમણે કહ્યું કે માણેકચંદ શેઠ! મુઝે તુમ્હારા પર પૂરો વિશ્વાસ હૈ, મૈં તુમ્હારી વાત માનતા હું, તુમ મોતીચંદ કે હમારે યહાં લે આઓ ઔર તુમ મુઝે લવાદ બના દે. મેં જે ફેસલા કરું તે માન લેન” માણેકચંદ એ વાત કબૂલ કરીને મોતીચંદને બોલાવવા માટે ગયા. માણેકચંદ બોલાવવા આવે એટલે મોતીચંદે એને ઉદ્ધતાઈથી કહ્યું તું મને ચોર ઠરાવે છે? મેં તારા હીરા નથી લીધા. શા માટે મારે ઘેર કતરાની જેમ હાલ્યો આવે છે? કેવા અપમાનજનક શબ્દો કહ્યા? પિતાની ચીજ જવા છતાં આવું અપમાન સહન કરવું પડે છે. પણ શું થાય? આજે સાચાની દુનિયા નથી. એક જમાને એ હતું કે આવું કંઈ બને તે ખુદ રાજા એને ન્યાય કરતા. જે ગુન્હેગાર નીકળે તેને સજા કરતા ને પ્રમાણિક હોય તેને શાબાશી આપતા, એટલે રાજાઓ પ્રજાને પ્રિય બનતા ને પ્રજા પણ રાજાને માટે પ્રાણ પાથરતી.