________________
શારદા સિદ્ધિ
૧૨૫ ડીમાંથી પિતે ખરીદેલા નંગ કાવ્યા એટલે કાગળના પડ નીચે બીજું કંઈ છે એમ લાગ્યું તેથી કાગળ બહાર કાઢીને જોયું તે નીચે ચાર અમૂલ્ય હીરા હતા. ઝગમગતા હીરા જોઈને મોતીચંદની દાનત બગડી. એણે તે લઈને તિજોરીમાં મૂકી દીધા. આ ચાર હીરા એક મુસ્લીમ ઝવેરીના હતા. એ થડા દિવસ પહેલા જ માણેકચંદને ત્યાં મૂકી ગયો હતો. આ વાત માણેકચંદથી વિસ્મૃત થઈ ગઈ પણ પંદરેક દિવસ પછી એને એ વાત યાદ આવી. તપાસ કરી પણ હીરા ન મળ્યા એટલે માણેકચંદને યાદ આવ્યું કે મેં મોતીચંદને જે ડબ્બીમાં હીરા આપ્યા છે તેમાં જ કાગળ નીચે મેં મૂકેલા હતા પણ એમના મનમાં થયું કે મોતીચંદ તે બહુ ખાનદાન છે અને મારો મિત્ર છે. એને એ વાતની ખબર નહિ હોય. ખબર પડશે કે તરત મને સામેથી આવીને આપી જશે. પોતાના મિત્ર પર આટલો વિશ્વાસ હતું, પણ મેતીચંદ ફરીને દેખાય નહિ એટલે માણેકચંદભાઈ હાલી ચાલીને એને ઘેર ગયા.
મોતીચંદે કરેલો વિશ્વાસઘાત” :- ઉપરથી મીઠે અને મનને મેલે મેતીચંદ માણેકચંદભાઈને પિતાને ઘેર આવતો જોઈને કહે છે પધારે....પધારે. આજે આપના પુનીત પગલા મારે ઘેર થયા. મને ખૂબ આનંદ થયો. એમ કહીને બેસાડયા. પછી માણેકચંદે કહ્યું ભાઈ ! મેં તમને જે ડબ્બીમાં હીરા મકીને આપ્યા હતા તે ડબ્બીમાં કાગળના પડ નીચે ચાર હીરા ભૂલથી રહી ગયા છે. તે મને પાછા આપે ને? ત્યારે મોતીચંદે કહ્યું ભાઈ હીરા શું ને વાત શી? તમારી ડબ્બીમાં કાંઈ હતું જ નહિં. માણેકચંદે કહ્યું ભાઈ! હું સત્ય કહું છું કે એ જ ડબ્બીમાં કાગળના પડ નીચે ચાર હીરા મૂક્યા હતા. તે મારી શરત ચુકથી રહી ગયા છે, ત્યારે મોતીચંદ ગુસ્સે થઈને બે કે તમારા હીરા કે કંઈ હતું જ નહિ. તમે મને બેટા ગળે પડો છો. જે જે કોઈના મઢ કહેતા નહિ. આ સાંભળી માણેકચંદભાઈ તો સ્થિર થઈ ગયા. નક્કી કિંમતી હીરા જેઈને એની દાનત બગડી લાગે છે. મારા પિતાના હોત તે કાંઈ ચિંતા નહિ પણ આ તે પારકાના છે. હવે શું કરવું? એને વિશ્વાસ હતે કે મોતીચંદ વિશ્વાસઘાત નહિ કરે પણ આ તે ઉલટું બન્યું.
દેવાનુપ્રિયે! પૈસો ચીજ એવી છે કે ભલભલા માણસની બુદ્ધિ બગાડે પણ યાદ રાખજો કે દો કેઈનો સગો નથી. પેલા મોતીલાલે દગો કર્યો. માણેકચંદને ખૂબ દુઃખ થયું કે મારા મિત્રે આવો દગે કર્યો? આ વાતને થોડા દિવસ થયા ત્યાં જેના હીરા હતા. તે મુસ્લીમ વહેપારીએ પોતાના હીરા માંગ્યા એટલે માણેકચંદે કહ્યું ભાઈ! હું સત્ય કહું છું કે મેં એ ડબ્બીમાં બીજા હીરા મૂકીને ભૂલથી કોઈને આપી દીધા છે. મેં એને માટે તપાસ કરી છે. પણ હવે એ હીરા કઈ રીતે પાછા મળે તેમ નથી. તમારા હીરાની જેટલી કિંમત હોય તેટલી ખુશીથી કહે હું ચૂકવી દેવા તૈયાર છું. માણેકચંદ ખૂબ નીતિવાન હતું. એ કદી કોઈને દગો કરતે નહીં એટલે