________________
શારદા સિદ્ધિ
પ૭ પરિણામને નહિ જેનારે દષ્ટિવાળો અજ્ઞાન કહેવાય. આટલા માટે જ્ઞાની કહે છે કે આ લોકના કે પરલોકના વિષયસુખેને માટે ધર્મ નહિ કરતા માત્ર મોક્ષને માટે નિરાશસભાવે ધર્મ કરે.
તેરમા અધ્યયનમાં જે જીવે સંયમ લીધે પણ પાછળથી ભૌતિક સુખની લાલસા જાગી અને કરેલી કરણીનું નિયાણું કર્યું તો માંગ્યા પ્રમાણે સુખ મળ્યા પણ એ ભગવ્યા પછી એને નરકમાં કેવા દુઃખે ભેગવવા પડશે એ બધી વાત અવસરે કહેવાશે.
ચરિત્ર – જતિષીઓએ રાજા-રાણી અને નગરજને સમક્ષ રાણીના સ્વપ્નનું ફળ કહી સંભળાવ્યું. રાજાએ કહ્યું તે જ પ્રમાણે જોતિષીઓએ સ્વપ્નનું ફળ કહ્યું. અગાઉના રાજાઓ પણ આવું જ્ઞાન ધરાવતા હતા. સ્વપ્ન ફળ સાંભળીને નગરજનેને તેમજ રાજા-રાણી આદિ સર્વેને ખૂબ આનંદ થયો અને દિનપ્રતિદિન તે આનંદ વધવા લાગ્યા. તેમના દિવસે આનંદમાં સુખપૂર્વક પસાર થવા લાગ્યા. સુખના દિવસે કયાં વ્યતીત થાય છે તેની ખબર પડતી નથી. જિતારી રાજા અને ગુણસુંદરી રાણીને સમય સુખમાં કયાં પસાર થાય છે તેની તેમને ખબર પડતી નથી. તેઓ સંસાર સુખની સાથે યથાશક્તિ ધર્મનું પણ પાલન કરતા હતા. ગુરૂદશન, ધર્મશ્રવણ, સુપાત્ર દાન, સંત સેવા આદિ અનેક પ્રકારે ધર્મક્રિયાઓ કરતા હતા. આમ કરતા રાણીને ગર્ભ રહ્યો. દિવસે દિવસે ગર્ભની વૃદ્ધિ થવા લાગી. રાણીએ ઝાઝું હરવાફરવાનું બંધ કર્યું. અતિ તીખું તેમજ અતિ ગરમ ને ઠંડુ નહિ એવું સાદું ભેજન લે છે. પિતાના ગર્ભને પિષણ મળે અને બાળકને ગળથુથીમાંથી સારા સંસ્કાર મળે તેવું જીવન જીવવા લાગ્યા. જ્યારે માતા ગર્ભવતી હોય છે ત્યારે તેણે ખૂબ ધ્યાન રાખવું પડે છે. ગુણસુંદરી રાણી પિતાના ગર્ભનું સુંદર રીતે પાલન કરવા લાગી. તે આ દિવસ ધર્મક્રિયા અને ધર્મકથામાં પસાર કરતા હતા. જિતારી રાજા પણ તેને ઉત્સાહમાં રાખવા માટે પૂરો સાથ આપતા હતા.
ગુણસુંદરીને ઉત્પન્ન થયેલો દેહદ” – રાણીને ત્રીજો માસ બેઠે એટલે અશ્વ ઉપર બેસીને ઉપવનમાં કીડા કરવા જવાને દેહદ ઉત્પન્ન થશે. ગર્ભમાં જે ઉત્તમ જીવ આવ્યો હોય તો માતાને ધર્મક્રિયા આદિ કરવાનું મન થાય અને દેહદ સારા ઉત્પન્ન થાય પણ જે પાપી જીવ આવ્યું હોય તો માતાને ખરાબ વિચારે આવે છે. ધર્મનું નામ ગમતું નથી. ઘઉંમાંથી કાંકરા વહુને ખાવાનું મન થાય. રાણીએ પિતાને ઉત્પન્ન થયેલા દેહદની વાત રાજાને જણાવી. રાજાએ એને દેહદ પૂર્ણ કર્યો એટલે એના આનંદનો પાર ન રહ્યો. આનંદ અને ઉત્સાહમાં દિવસે વીતવા લાગ્યા. આમ કરતા સવાનવ મહિના પૂર્ણ થયા.
સવા નવ મહિના પૂરણ હે પાયા, જાયા પુત્ર પ્રધાન, ભીમ સ્વખ દર્શન સે દીના, ભીમસેન શુભનામ,
શા, ૮